મીની ટ્રક ઉથલો મારતા એક મહિલાનું મૃત્યુ: 16 ઘાયલ

મીની ટ્રક ઉથલો મારતા એક મહિલાનું મૃત્યુ: 16 ઘાયલ
મીની ટ્રક ઉથલો મારતા એક મહિલાનું મૃત્યુ: 16 ઘાયલ

ધર્મિક સપ્તાહમાં કેટરીંગ કામ માટે ધારીથી સુરેન્દ્રનગર જતી કેટરીંગ ગ્રૃપની મહિલાઓ અને સ્ટાફને રસ્તામાં જ અકસ્માત નડતા ચિસાચિસથી માર્ગ ગુંજી ઉઠયો

જસદણના સાણથલી અને નવાગામ (પ્રતાપપુર) વચ્ચે રાત્રીના પોણા બારેક વાગ્યે ટાટા-407 ટેમ્પો પલ્ટી મારી જતાં તેમાં બેસેલી ધારી-બગસરા પંથકની 17 મહિલાઓને ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

અહિ ચુડા ગામની એક મહિલાનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 16 મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી છે. જેમાં એક ની હાલત ગંભીર છે.

આ તમામ મહિલાઓ સુરેન્દ્રનગર પાસેના બેડીયા ગામે ઠાકરદ્વાર નામના ધાર્મિક સ્થાનમાં પ્રસંગ હોઇ ત્યાં રસોઇ કરવાના કામ માટે જવા રવાના થઇ હતી.

મીની ટ્રક ઉથલો મારતા એક મહિલાનું મૃત્યુ: 16 ઘાયલ એક
મીની ટ્રક ઉથલો મારતા એક મહિલાનું મૃત્યુ: 16 ઘાયલ

Read Local News / Articles : Saurashtra , Gujarat

જાણવા મળ્યા મુજબ રાત્રીના જસદણના સાણથલી નવાગામ વચ્ચે ટેમ્પો ગોથુ ખાઇ રોડ નીચે ઉંતરી જતાં ટેમ્પોમાં બેઠેલા ધારી-બગસરા-દુધાળા-ચુડાના 17 મહિલાઓ સરોજબેન (શારદાબેન) મગનભાઇ ડાભી (ઉ.વ.55), રાજુબેન ચનાભાઇ ડુંગરીયા ( ઉ.વ. 55),

દયાબેન જીવરાજભાઇ રાઠોડ ( ઉ.વ. 30), ભાનુબેન, વિલાસબેન બાવચંદભાઇ, પાયલબેન મનસુખભાઇ વેચરા (ઉ.વ.23), અસ્મીતાબેન બાવચંદભાઇ સિસાણદા (ઉ.વ. 22), ભગવતીબેન રમેશભાઇ રાફુચા ( ઉ.વ. 38), મંજુબેન ભૂપતભાઇ અઘેરા (ઉ.વ. 40), હિરલબેન નિલેષભાઇ રાંદેરા (ઉ.વ. 25),

દયાબેન જીવરાજભાઇ રાઠોડ ( ઉ.વ. 30), જીતુબેન હરજીભાઇ શેખ (ઉં.60), પ્રભાબેન ભગવાનભાઇ વાઘેલા (ઉ.વ. 45), કંચનબેન ભનુભાઇ ચાવડીયા ( ઉ.વ. .50) તથા ભાદરાબેન નાનજીભાઇ ગોહેલ ( ઉ.વ. 66)ને ઇજાઓ થતાં તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ચોકીના હેડકોન્સ. વાલજીભાઇ નિનામાએ આટકોટ પોલીસને જાણ કરી હતી.

અહિ સારવાર દરમિયાન મુળ ભેંસાણના ચુડાના અને બે ત્રણ દિવસથી કામ માટે બગસરા સગાને ત્યાં આવેલા સરોજબેન (શારદાબેન) ડાભીએ દમ તોડી દીધો હતો. તેમને ચાર સંતાન છે.

અન્ય એક મહિલા ભગવતીબેન રાફુચાની હાલત ગંભીર છે. ઘાયલ મહિલાઓએ જણાવ્યું હતું કે તમામ મહિલા ધારી-બગસરાની રહેવાસી છે.

Read About Weather here

સુરેન્દ્રનગરના બેડીયા ગામે ઠાકરદ્વાર નામની ધાર્મિક જગ્યામાં ધાર્મિક મહોત્સવ હોઇ ત્યાં તમામ મહિલા રૂા. 700ના રોજથી રસોઇના કામ માટે જઇ રહી હતી. તમામને આ કામ માટે ભરતભાઇ ભરવાડ ત્યાં લઇ જઇ રહ્યા હતાં. અકસ્માતને પગલે ટેમ્પોનો ચાલક ટેમ્પો રેઢો મુકી ભાગી ગયો હતો. આટકોટ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here