મિશન-2022, ડિજીટલ સભ્ય નોંધણી અભિયાન

મિશન-2022, ડિજીટલ સભ્ય નોંધણી અભિયાન
મિશન-2022, ડિજીટલ સભ્ય નોંધણી અભિયાન

શહેર-જીલ્લા કોંગ્રેસ દ્વારા ડિજીટલ સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ
ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી તેમજ હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા

નાગર બોર્ડીંગ ખાતે ડિજીટલ સભ્ય નોંધણી અભિયાન અંતર્ગત મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષીનેતા પરેશ ધાનાણી તેમજ હીરાભાઈ જોટવા ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં ડિજીટલ સભ્ય નોંધણી અભિયાનમાં બુથ વાઈઝ અને પેઈજ વાઈઝ કોંગ્રેસ સમિતિના સભ્યોની નોંધણી કરવા માર્ગદર્શન આપ્યું હતું. લોકો મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ સહિતના વધતા ભાવ વધારો, ખાદ્યતેલના ભાવ વધારો, ખેડૂતોના પ્રશ્ર્નો, લોકોને પડતી હાલાકી સહિતના તમામ પ્રશ્ર્નોને બાબતે સામાન્ય પ્રજા ત્રાહિમામ પોકારી રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે કોંગ્રેસ દ્વારા સભ્ય નોંધણી કરી લોકોના લોક પ્રશ્ર્નોને વાચા આપવા માટે ઘર-ઘર સુધી જઈ સભ્ય નોંધણી અભિયાન કરવા સહિતના મુદે ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી તેમજ હીરાભાઈ જોટવા તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, જીલ્લા પ્રમુખ હિતેશભાઈ વોરા સહીતના આગેવાનોએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.

આ મિટિંગમાં પૂર્વ પ્રમુખ મહેશભાઈ રાજપૂત, મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, જીલ્લા પંચાયત વિરોધ પક્ષ નેતા અર્જુનભાઈ ખાટરિયા, ડો. હેમાંગભાઈ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, સુરેશભાઈ બથવાર, મિતુલભાઇ દોંગા, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, દિપ્તીબેન સોલંકી, ભાર્ગવભાઈ પઢીયાર, પૂર્વ ધારાસભ્ય, 2017 વિધાનસભાની ચૂંટણી લડેલા ઉમદેવારો, શહેર-પ્રદેશના હોદેદારો-આગેવાનો, શહેર-જીલ્લાના હોદેદારો-આગેવાનો, તમામ વોર્ડ પ્રમુખો, કોર્પોરેટરો, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો, પૂર્વ કોર્પોરેટરો, મહાનગરપાલિકાની ચૂંટણી લડેલા તમામ ઉમદેવારો,

Read About Weather here

તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખઓ, જીલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયત સદસ્યઓ, નગરપાલિકાના સદસ્યઓ, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો, પૂર્વ જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત સદસ્યઓ, જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતની ચૂંટણી લડેલા ઉમદેવારો, સેક્ટર સંયોજકો,બુથ પ્રભારીઓ, જન-મિત્રો અને તમામ શ્રેણીના હોદેદારો, કાર્યકરો ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવું શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાની સયુંકત યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here