મિલમાં ભયાનક આગ…!

મિલમાં ભયાનક આગ...!
મિલમાં ભયાનક આગ...!
કાપડ પ્રોસેસિંગની મિલમાં આગ લાગતાની સાથે જ આખે આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, આસપાસની મિલો પણ બંધ કરી દેવામાં આવી હતી. આગની જ્વાળાઓના કારણે આસપાસના યુનિટોને પણ નુકસાન થાય તેવી ભીતિ સેવાઇ રહી હતી. સુરતના પલસાણામાં આવેલી મિલમાં રાત્રિના સમયે ભીષણ આગ લાગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સોમીયા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ ફેકટરીમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે લાગેલી આગને કારણે ફાયર વિભાગ દોડતું થયું હતું. આગ એટલી ભીષણ હતી કે, મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આગ ભીષણ હોવાને કારણે પલસાણા તાલુકા બારડોલી,સચિન,સુરત,બારડોલી, વ્યારા સહિતની ફાયર સ્ટેશનની ગાડીઓ આગ ઉપર કાબૂ મેળવવા પહોંચી હતી. સાથે ખાનગી મોટી કંપનીઓની ઘટનાસ્થળ પર પહોંચી હતી.હાલ આગ પર કાબૂ મેળવી લઈને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 તમામ ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી ગયા બાદ અંદાજે ચારથી પાંચ કલાકના સમય સુધી સતત આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો.પરંતુ આગ એટલી ભીષણ હતી કે, હજી પણ કુલિંગની કામગીરી ચાલુ છે. વહેલી સવારે લાગેલી આગમાં સદનસીબે અત્યાર સુધી કોઇપણ જાનહાનિ થયા હોવાના સમાચાર મળી રહ્યા નથી. અમને કોલ મળતાની સાથે જ ટીમ અહીં આવીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.

Read About Weather here

સુરત સહિત તાપી જિલ્લામાંથી નવસારી જિલ્લામાંથી તેમજ સુરત ગ્રામ્ય અને બારડોલીને પણ ફાયર ફાઈટરની ટીમો અહીં પહોંચીને કુલિંગની કામગીરીમાં જોડાઈ હતી.અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર નથી.ફાયર ઓફિસર વિજયકાંત ત્રિવેદીએ જણાવ્યું કે, સોમીયા પ્રોસેસિંગ મિલમાં કલર બનવવાનું કામ ખૂબ મોટા પાયે થાય છે. બોઈલરની આસપાસ આગ લાગ્યા બાદ પસરી હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here