‘મારો મત એ મારૂં ભવિષ્ય છે-એક મતની તાકાત’

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી

ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ સ્પર્ધા

કિવઝ, સ્લોગન, ગીત, પોસ્ટર ડિઝાઈન અને વીડિયો બનાવી 15 માર્ચ સુધી મોકલી શકાશે

ભારતના ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ-2022ના અવસરે સર્જનાત્મક અભિવ્યક્તિ દ્વારા દરેક મતના મહત્વને ભારપૂર્વક સમજાવવા માટે રાષ્ટ્રીય મતદાતા જાગૃતિ સ્પર્ધા માટે મારો મત મારૂં ભવિષ્ય-એક મતની તાકાત શરૂ કરેલ છે.

મારો મત એ મારું ભવિષ્ય છે એક મતની તાકાત થીમ પર રાષ્ટ્રીય કક્ષાની આ સ્પર્ધામાં પાંચ શ્રેણીઓ છે. જેમાં ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાનો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ગીત સ્પર્ધા, વિડિયો બનાવવાની સ્પર્ધા અને પોસ્ટર ડિઝાઇન સ્પર્ધાને ત્રણ શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે. સંસ્થાકીય, વ્યવસાયિક અને કલાપ્રેમી. દરેક શ્રેણીમાં ટોચના ત્રણ વિજેતાઓને આકર્ષક રોકડ ઈનામો તેમજ દરેક કેટેગરીમાં વિશેષ ઉલ્લેખ શ્રેણી હેઠળ રોકડ ઈનામો આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિસ્પર્ધીએ સ્પર્ધાની વેબસાઈટ http://ecisveep. nic.in/contest/ પર ઉપલબ્ધ વિગતવાર માર્ગદર્શિકા અને શરતોનું પાલન કરવાનું રહેશે.
ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ સ્પર્ધાની વેબસાઈટ પર નોંધણી કરાવવાની રહેશે.

Read About Weather here

તમામ એન્ટ્રીઓ 15 માર્ચ, 2022 સુધીમાં વિગતો સાથે ઈમેલ ID voter-contestseci.gov.in પર સબમિટ કરવાની રહેશે. અલગ-અલગ કેટેગરીની એન્ટ્રીઓનો નિર્ણય ભારતના ચૂંટણી પંચ દ્વારા રચવામાં આવેલી જ્યુરી દ્વારા કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટની યાદીમાં જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here