મામલતદારને સળગાવવાનો પ્રયત્ન…!

મામલતદારને સળગાવવાનો પ્રયત્ન...!
મામલતદારને સળગાવવાનો પ્રયત્ન...!
અતિક્રમણ એટલે કે દબાણોને દૂર કરવા ગયેલા મામલતદાર સહિત નગરપાલિકાના અધિકારીઓ પર ભાજપના નેતાએ પેટ્રોલ છાંટીને જીવતા સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. મધ્યપ્રદેશમાં મામલતદારને પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયત્ન કરવાને લગતી એક ઘટના સામે આવી છે. આ ઘટના રાજગઢ જિલ્લાના પચોરની છે. નેતાએ પહેલા મામલતદાર પર પેટ્રોલ છાંટ્યું અને ત્યાર બાદ સમગ્ર ટીમ પર પેટ્રોલ છાંટ્યું. તક મળતાં જ અધિકારી અને સમગ્ર ટીમ બચીને ભાગી જવામાં સફળ રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપના નેતાએ પોતાના ઘરની આજુબાજુ વ્યાપક દબાણ કરેલું હતું.હકીકતમાં પચોર વિસ્તારમાં માર્ગ નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ માટે શિવલાય રોડ પર રહેલા દબાણને હટાવવાનું કામ ચાલી રહ્યું છે. ભાજપ નેતા ભગવાન સિંહ રાજપૂતનું ઘર આ માર્ગ આવેલું છે. રાજપૂતે પણ અહીં વ્યાપક પ્રમાણમાં દબાણ કરેલું હતું. તેને હટાવવા માટે મામલતદાર રાજેશ સોરતે અને CMO પવન મિશ્રા નગરપાલિકાની ટીમ સાથે પહોંચી હતી.

મામલતદારે જ્યારે ભાજપ નેતાના ઘર સાથે સંકળાયલું દબાણ દૂર કરવા કહ્યું તો તે ગુસ્સામાં આવી ગયા. તેમણે સમજાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. પણ ગુસ્સે ભરાયેલ નેતાએ પેટ્રોલથી ભરેલી બોટલ લઈ મામલતદાર પર છાટી. બાદમાં નેતાએ સમગ્ર કાફલા પર પણ પેટ્રોલ છાટ્યું.મામલતદાર રાજેશ સરોતે કહ્યું કે હું ટીમની સાથે દબાણો હટાવવા ગયો હતો.

તેને લીધે ભગવાન સિંહ પેટ્રોલની બોટલ લઈ આવ્યા અને મારી ઉપર તથા ટીમ ઉપર પેટ્રોલ છાટ્યું. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. ઝડપભેર ભાજપ નેતા સામે કાર્યવાહી થવી જોઈએ.સ્થાનિક ચોકીદાર પ્રેમ નારાયણ કહે છે કે માર્ગ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. અધિકારીઓએ ભાજપ નેતાને દબાણ હટાવવા માટે કહ્યું તો તે નારાજ થઈ ગયા અને બુમો પાડવા લાગ્યા કે પેટ્રોલ લાવો…પેટ્રોલ લાવો… ત્યારબાદ તે ઘરમાં આવી ગયા અને પેટ્રોલની બોટલ લઈ આવ્યા.

મામલતદાર પર પેટ્રોલ છાટવા લાગ્યા. ત્યારબાદ તેઓ ટીમ ઉપર પેટ્રોલ છાટવા લાગ્યા, જાનથી મારી નાંખવા ઈચ્છતા હતા. હું ત્યાં બાજુ પર ઉભો હતો. તે મારા ખિસ્સામાંથી માચિસ કાઢવા ઈચ્છતા હતા. પણ મારી પાસે માચિસ ન હતી. ત્યાં રહેલા લોકોએ તેને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે હું ત્યાથી ભાગી છૂટયા હતા.TI વી.પી.લોહિયાએ જણાવ્યું કે JCB મારફતે દબાણને હટાવવામાં આવી રહ્યું હતું.

Read About Weather here

ત્યારે ભગવાન સિંહ રાજપૂત, જગદીશ અને દશરથ તેના ભાઈઓ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ત્રણેય વ્યક્તિ ટીમ સાથે અસભ્ય વર્તણૂંક કરી રહ્યા હતા. ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.ભાજપ નેતા ભગવાન સિંહ યુવા મોરચાના ભૂતપુર્વ જિલ્લા મંત્રી છે. અત્યારે તેઓ ભાજપમાં એક સક્રિય સભ્ય છે. કેટલાક દિવસ અગાઉ સિંહે JCB મારફત એક વ્યક્તિનું ઘર પણ તોડી નાખ્યું હતું. ત્યારબાદ તેઓ પેટ્રોલની બોટલ લઈને આવ્યા અને અધિકારીઓ-કર્મચારીઓ પર છાટવાનો પ્રયત્ન કર્યો. અમે ત્રણેય આરોપી સામે કેસ દાખલ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here