માની ન શકાય… અમુલ ઘી માં પણ ભેળસેળ…!

માની ન શકાય... અમુલ ઘી માં પણ ભેળસેળ...!
માની ન શકાય... અમુલ ઘી માં પણ ભેળસેળ...!

યાર્ડમાં સોનિયા ટ્રેડર્સમાં અમુલનાં નામે ભેળસેળવાળું ઘી વેચાતું હતું

રાજકોટ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં સોનિયા ટ્રેડર્સ નામની પેઢી ડબ્બામાં પામોલિન તેલ ભરી ઉપર સનફ્લાવર ઓઈલનું લેબલ તથા અમુલ ઘી લખેલા ટીનનાં ડબ્બામાં ભેળસેળવાળું ઘી અમૂલનાં નામે ગ્રાહકો સાથે છેતરપીંડી કરી વેચાણ કરતુ હતું.

Subscribe Saurashtra Kranti here

છેતરપીંડી આચરતી હોવાની ફરિયાદ મળતા ગાંધીનગરથી ફૂડ સેફટી કમિશનર કચેરીમાંથી ખાસ ટીમની રેઇડ કરવામાં આવી હતી.

યાર્ડમાં પેઢી ધરાવતા પીયુષ સુમનાણી અને તેના પિતા ગોરધન સુમનાણી અગાઉ 2 વખત ભેળસેળ અને નકલી ઘી વેચવા મામલે ઝડપાયેલા છે.

ગત તા. 5 જુલાઈએ ગાંધીનગરની ટીમે દરોડા પાડી નકલી તેલ અને ઘી નાં ડબ્બા ઝડપી સેમ્પલ લઇ તપાસ માટે મોકલ્યા હતા.

રીપોર્ટ આપતા જાણવા મળ્યું કે અમૂલ ઘી માં વેજીટેબલ તેલ મેળવી તથા પામોલિન તેલ સનફ્લાવર તેલનાં નામે વેચાતું હતું.

અમૂલ ઘી નાં મળેલા તીન પરના લેબલ પર શંકા જતા રાજકોટ ડેરીને જાણ કરતા પુષ્ટિ દરમ્યાન અમૂલનાં લેખક નકલી હોવાનું જાણવા મળ્યું.

Read About Weather here

આ બધી ગેરરીતિ બહાર આવતા ગાંધીનગરથી આ મામલે પોલીસ ફરિયાદ કરવાનો આદેશ થતા પોલીસ કમિશનરને પત્ર લખી પોલીસ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયાનાં ચક્રો ગતિમાન કરાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here