માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી હાજર

માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી હાજર
માનહાનિ કેસમાં સુરત કોર્ટમાં રાહુલ ગાંધી હાજર

આગામી સુનાવણી 12 જૂલાઇએ હાથ ધરાશે


સુરત પહોંચેલા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમિત ચાવડા, હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું, સાથે જ એરપોર્ટ પર પહોંચેલા રાહુલ ગાંધીને વકીલોએ પણ કેસની વિગતો આપીને બ્રિફ કર્યા હતા.

Subscribe Saurashtra Kranti here


સૂરત કોર્ટમાં હાજરી આપવા માટે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે સુરત આવ્યાં હતા. રાહુલ ગાંધીએ નિવેદન કર્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. આ સંદર્ભે સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.
આ કેસની તારીખ હોવાથી કોર્ટમાં હાજર થવા માટે રાહુલ સુરત આવ્યા હતા, કોર્ટમાં અંદાજે એક કલાક હાજરી આપ્યા બાદ સીધા જ એરપોર્ટ જવા રવાના થયા છે.

રાહુલ ગાંધી માટે પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત એરપોર્ટ પર ગુજરાત કોંગ્રેસના અગ્રણીઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. બાદમાં રાહુલ ગાંધી કોર્ટ પહોંચ્યા હતાં. કોર્ટમાં રાહુલ ગાંધીનું વધારાનું સ્ટેટમેન્ટ લેવાયુ હતુંકર્ણાટકની સભામાં રાહુલ ગાંધી દ્વારા મોદી સમાજને લઈને કરેલી ટિપ્પણીને કારણે તેમની સામે મોદી સમાજ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

Read About Weather here

રાહુલ ગાંધીએ જાહેર સભામાં તમામ મોદી ચોર હોવાની ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે નીરવ મોદી, લલિત મોદી સહિતનાં નામો લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કૌભાંડી અને ભ્રષ્ટાચારી ગણાવ્યા હતા, જેને લઇને શહેર ના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. પૂર્ણેશ મોદીના કહેવા પ્રમાણે, મગ્ર મોદી સમાજને ચોર કહેતાં સમાજની લાગણી દુભાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here