માધાપર ગામે દારૂની 252 બોટલ ભરેલી કાર સાથે શખ્સની ધરપકડ

માધાપર ગામે દારૂની 252 બોટલ ભરેલી કાર સાથે શખ્સની ધરપકડ
માધાપર ગામે દારૂની 252 બોટલ ભરેલી કાર સાથે શખ્સની ધરપકડ

ક્રાઈમ બ્રાંચની ટીમે કાર સહિત રૂ. ૪.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

જામનગર રોડ પર માધાપર ગામ પાસે ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે કારમાં ૨૫૨ બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂ. ૪.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પી.એસ.આઈ એસ.વી.સાખડાની સુચનાથી કોન્સ્ટેબલ ઉમેશભાઈ, દિપકભાઇ, કિરીટસિંહ, હિરેનભાઇ સહિતના સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ટીમને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે જામનગર રોડ પર માધાપર ગામ પાસે વોચ ગોઠવી હતી

Read About Weather here

ત્યારે આઈ-૨૦ કાર શંકાસ્પદ હાલતમાં નિકળતા પોલીસે કારને અટકાવી તલાસી લેતા તેમાંથી દારૂની ૨૫૨ બોટલ કિંમત રૂ. ૭૫,૬૦૦ નો મળી આવતા પોલીસે કાર ચાલક ધરમપાલ સગતારામ જાટ (રહે. સોભાલા જેતમલાન, રાજસ્થાન) નામના શખ્સની ધરપકડ કરી રૂ. ૪૭૫૬૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here