માતાનો પ્રેમીજ હત્યારો નીકળ્યો…!

માતાનો પ્રેમીજ હત્યારો નીકળ્યો...!
માતાનો પ્રેમીજ હત્યારો નીકળ્યો...!
હત્યારો યુવતીને ફરવાના બહાને મહેસાણા લઈ આવ્યો હતો. ત્યાં ખારી બ્રિજ હેઠળ બાવળની ઝાડીમાં તેણે તેની નિર્મમ હત્યા કરી નાખી હોવાનું જાણવા મળ્યું હતું. મહેસાણાના નુગર સુવિધા સર્કલ બ્રિજ નીચે અજાણી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

જો કે પોલીસે પણ આરોપીઓને શોધવા એડી ચોંટીનું જોર લગાવ્યું હતું અને માત્ર 48 કલાકમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. એમાં હત્યારો મૃતક યુવતીની માતાનો પ્રેમી હોવાનું સામે આવતાં લોકોએ ધિક્કાર વરસાવ્યો છે.

સૂત્રો અનુસાર, મૃતક યુવતી અને તેનો પરિવાર અગાઉ ચાણસ્મા રહેતો હતો. ત્યારે યુવતીની માતાને પાડોશમાં રહેતા પરેશ સાથે સંબંધ બંધાયો હતો. એ દરમિયાન તારીખ 29મી ડિસેમ્બરે હત્યારો પરેશ યુવતીને ફરવાના બહાને મહેસાણા લઈ આવ્યો હતો.

ત્યાં ખારી બ્રિજ હેઠળ બાવળની ઝાડીમાં તેણે તેની નિર્મમ હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ યુવતીના પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો અને યુવતીને સિદ્ધપુર ચોકડી પાસે ઉતારી ગયાની સ્ટોરી બનાવી હતી.

સૂત્રો અનુસાર, નરાધમ હત્યારા પરેશે યુવતીને ફરવાના બહાને મહેસાણા લાવ્યો હતો. તે તેને ખારી બ્રિજ નીચે લઇ જઇ હથોડીના 16 જેટલા ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ તેની લાશને સળગાવી નાખી હતી.

નુગર બ્રિજ પાસે એક અજાણી યુવતીની સળગેલી લાશ મળી આવતાં તેની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી. જોકે યુવતીના હાથમાં એક વીંટી અને એક ઘડિયાળ જોવા મળી હતી, જેથી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો.

જોકે મળતી માહિતી પ્રમાણે, મૃતક યુવતીનો અત્યારથી ત્રણ દિવસ પહેલાં જન્મદિવસ હતો, ત્યારે તેની મિત્રએ આપેલી ઘડિયાળથી ભેદ ઉકેલ્યાનું જાણવા મળ્યું હતું તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું

કે આ જ આરોપી વિરુદ્ધ એક માસ અગાઉ ચોરી કરવાની ફરિયાદ ચાણસ્મા પોલીસ મથકમાં નોંધાઇ હતી, જેથી ચાણસ્મા પોલીસ પાસે આરોપી બાબતે પૂરી વિગતો ઉપલબ્ધ થઇ હતી, જેથી મહેસાણા તાલુકા પોલીસને તપાસ માટે વધુ સરળતા રહી હતી.

Read About Weather here

મહેસાણા તાલુકા પોલીસને આરોપી ચાણસ્માનો રહેવાસી હોવાની જાણકારી મળતાં પોલીસ ચાણસ્મા આવી પહોંચી હતી. ચાણસ્મા સ્થાનિક પોલીસની મદદથી આરોપી પરેશ જોષીને ઝડપી લીધો હોવાનું પીઆઇએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here