માતાના જન્મદિવસે પુત્રને જામીન ન મળ્યા

માતાના જન્મદિવસે પુત્રને જામીન ન મળ્યા
માતાના જન્મદિવસે પુત્રને જામીન ન મળ્યા
નવા નિયમ મુજબ, આર્યન અને અન્ય 5 આરોપીને એકસાથે બેરેક નંબર-1માં બનેલા સ્પેશિયલ ક્વોરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બેરેક જેલના ફર્સ્ટ ફ્લોર પર છે. જોકે જેલમાં એવી જોગવાઈ છે કે જ્યાં સુધી સજા ન મળે ત્યાં સુધી આર્યન ઈચ્છે તો પોતાના પર્સનલ કપડાં પહેરી શકે છે.

આર્યનને ખાવી પડશે જેલની રોટી

બોલિવૂડના બાદશાહ, એટલે કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજીને ફગાવી દેવાઈ છે. એ બાદ તેને હવે આર્થર રોડ જેલના સળિયા પાછળ ત્યાં સુધી રહેવું પડશે, જ્યાં સુધી તેને જામીન નહીં મળે.

જેલનાં સૂત્રોના જણાવ્યા મુજબ, આર્યનને કોઈ સ્પેશિયલ ટ્રીટમેન્ટ નહીં આપવામાં આવે, તેને પણ અન્ય કેદીઓની જેમ જ સૂવા માટે પથારી, ચાદર અને તકિયો આપવામાં આવશે.

નિયમ મુજબ આર્યનને માત્ર જેલનું જ ખાવાનું મળશે. જોકે કોર્ટના આદેશ પછી તેને ઘરનું ખાવાનું પણ આપવામાં આવી શકે છે, પરંતુ આ મામલામાં આર્યનના વકીલે કોર્ટમાં કોઈ અપીલ કરી નથી.

જેલર પાસેથી ફરવાની મંજૂરી લેવી પડશે

લંચ પછી કેદીઓને જેલમાં ફરવાની મંજૂરી હોય છે, પરંતુ આર્યનના કેસમાં ક્વોરન્ટીન પિરિયડમાંથી બહાર આવ્યા બાદ તેમજ તેની સુરક્ષાને જોતાં જેલર જ તેને ફરવાની મંજૂરી આપશે.

જો આર્યન કેન્ટીનમાંથી ખરીદવા માગે છે તો તેને અલગથી પૈસા આપવા પડશે. ખાસ વાત એ છે કે આ પૈસા પરિવારના લોકો તેને મની ઓર્ડરથી મોકલી શકે છે.

કેદીઓને રાતનું ખાવાનું 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે આપવામાં આવે છે. આર્યનને પણ આ ટાઈમે જ ખાવાનું આપવામાં આવશે.

આર્યન માટે સવારે 6 વાગ્યે ઊઠવાનો સમય નક્કી કરાયો છે. 7 વાગ્યે સવારે તેને બ્રેકફાસ્ટ આપવામાં આવશે. શક્ય છે

કે તે શીરો કે પૌંઆ હોય શકે છે. સવારે 11 વાગ્યે તેને લંચ આપવામાં આવશે. જેલના નિયમ મુજબ ડિનરમાં રોટલી, શાક અને દાળ-ભાત આપવામાં આવશે.

5 દિવસ સુધી ક્વોરન્ટીન રહેવું પડશે
શરૂઆતના પાંચ દિવસ સુધી આર્યને ક્વોરન્ટીન રહેવું પડશે. આ દરમિયાન જો આર્યન કે અન્ય કોઈનામાં કોવિડનાં લક્ષણ જોવા મળે છે તો તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.

જોકે આર્યન સહિત ક્રૂઝથી પકડાયેલા અન્ય તમામ આરોપીઓના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. આર્યને વેક્સિનના બંને ડોઝ પણ લઈ લીધા છે, તેથી તેને માત્ર 5 દિવસ સુધી જેલમાં ક્વોરન્ટીન રહેવું પડશે.

અનેક હાઇ પ્રોફાઈલ લોકો આ જેલમાં હતા બંધ આ જેલમાં શરાબના વેપારી વિજય માલ્યાને રાખવાની વાત ચાલી રહી છે. 2008માં મુંબઈ હુમલાનો દોષી અજમલ કસાબને રાખવા માટે અહીં ખાસ બેરેક બનાવવામાં આવી હતી.

આ સેલમાં જબિઉદ્દીન અંસારીને પણ રાખવામાં આવ્યો હતો, તે પણ 2008ના મુંબઈ હુમલામાં સામેલ આતંકી હતો.

આર્થર રોડ જેલમાં દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર, મુસ્તફા દોસા, યાસિન ભટકલ, પીટર મુખર્જી અને બોલિવૂડ એક્ટર સંજય દત્ત પણ રહી ચુક્યો છે.એક બ્રિટિશ ઓફિસરના નામથી પડ્યું આ જેલનું નામ

વર્ષ 1926માં બનેલી આ જેલનું નામ બ્રિટિશકાળમાં મુંબઈના તત્કાલીન ગવર્નર સર જ્યોર્જ આર્થરના નામે રાખવામાં આવ્યું છે. વર્ષ 1994માં તેને અપગ્રેડ કરીને સેન્ટ્રલ જેલ બનાવવામાં આવી, પરંતુ ત્યારથી આ જેલ તેના જૂના નામથી જ ઓળખાય છે.

કાગળોમાં પણ આ નામ જ જોવા મળે છે.6 એકરમાં ફેલાયેલી આ જેલમાં છે 20 બેરેકપહેલાં આ જેલ લગભગ 2 એકરમાં ફેલાયેલી હતી, પરંતુ બાદમાં એનો વિસ્તાર થયો અને હવે આ જેલ 6 એકરમાં ફેલાયેલી છે.

Read About Weather here

અહીં 20 બેરેક છે અને એમાં અનેક સેલ્સ છે. આમ તો જેલમાં કેદીઓની ક્ષમતા 804ની છે, પરંતુ હંમેશાં આ ઓવર ક્રાઉડેડ જ રહે છે. અહીં ઘણી વખત લગભગ 3000 કેદી પણ થઈ જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here