માણાવદરના નાંદરખા ગામમાં ગંદકી ફેલાવતા લોકો સામે સરપંચની રજૂઆત

માણાવદરના નાંદરખા ગામમાં ગંદકી ફેલાવતા લોકો સામે સરપંચની રજૂઆત
માણાવદરના નાંદરખા ગામમાં ગંદકી ફેલાવતા લોકો સામે સરપંચની રજૂઆત

માણાવદર પોલીસ, મામલતદાર, જિલ્લા કલેકટર, આરોગ્ય શાખા, ધારાસભ્ય ચાવડાને લેખિત ફરિયાદ

માણાવદર તાલુકાના નાંદરખા ગામમાં અમુક શખ્સો દ્વારા માનવસર્જિત ગંદકી ફેલાવતા ગામના સરપંચ કે.ડી.લાડાણી દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન, મામલતદાર, જિલ્લા કલેકટર, આરોગ્ય શાખા તથા ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા વગેરે સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સરપંચ લાડાણીએ જણાવેલ છે કે નાંદરખા ગામમાં રહેતા મનસુખભાઇ વડુકીયા, તથા પોપટભાઈ વડુકીયાએ રેહણાક વિસ્તાર પાસેના મુખ્ય રસ્તા તથા ઘરની આસપાસ મોટા મોટા ઢોર- પશુઓના છાણના ઢગલા કર્યા છે.

તેમજ જાહેર માર્ગ વચ્ચે મોટો પાળો કરી પાણીને રોકાયેલ છે આ પાળાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ધુસી રહ્યું છે તથા પાણીનો પણ બેફામ બગાડ- દુરુપયોગ કરી રહ્યા છે. ઉકરડાઓ તથા પાળાને કારણે ગામમાં ગંદકી ફેલાઈ ગઈ છે.

સરપંચ વિશેષમાં જણાવેલ કે આ ઇસમોને વારંવાર રૂબરૂ તથા લેખિતમાં ગ્રામ પંચાયતે આ ગંદકી દૂર કરવા જાણ કરી હોવા છતાં તેઓએ અમલવારી કરેલ નથી. ગંદકીના કારણે ગામમાં મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ વધ્યો છે અને લોકો બીમાર પડવા લાગ્યા છે ચિકનગુનિયા કોરોના જેવા રોગનો ભોગ લોકો બની રહ્યા છે.

Read About Weather here

જો આ ઉકરડાઓ તાત્કાલિક ધોરણે ઉપાડવામાં નહીં આવે તો ચોમાસાનો વરસાદ થતાં ભયંકર રોગચાળો ફાટી નીકળશે માટે નાંદરખા ગામના આરોગ્યની જાળવણી માટે પોલીસ તંત્ર તથા આરોગ્ય શાખાએ ભૂમિકા ભજવવી પડશે આ શખ્સો ગ્રામ પંચાયતને દાદ દેતા નથી એમ સરપંચે લેખિત આવેદન પત્રમાં જણાવેલ છે.(7.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here