માણસના શરીરમાં ડુક્કરનું હૃદય ધબક્યું…!

માણસના શરીરમાં ડુક્કરનું હૃદય ધબક્યું...!
માણસના શરીરમાં ડુક્કરનું હૃદય ધબક્યું...!
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડના રહેવાસી 57 વર્ષીય ડેવિડ બેનેટ નામના દર્દીને ઘણી ગંભીર બીમારીઓ હતી. હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તેમને યોગ્ય માનવામાં આવતા નહોતા, પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તેમનો જીવ બચાવવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો અને અંતે ડેવિડના શરીરમાં એક ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ ‘ઐતિહાસિક’ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ’ શુક્રવારે કરવામાં આવ્યું હતું. મેડિકલ સાયન્સની દુનિયામાં અમેરિકન ડોક્ટરોએ નવો રેકોર્ડ બનાવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

ડોકટરોએ ડુક્કરનું હૃદય માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યુ છે. ડોકટરોએ જીનેટિકલી મોડિફાઈડ પિગના હૃદયને 57 વર્ષના માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને મોટી સફળતા મેળવી છે. આ સફળતાથી હવે અંગદાનની અછતને દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ દર્દીના રોગની સારવાર હજુ નિશ્ચિત નથી. પરંતુ પ્રાણીના હૃદયનું માનવમાં ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.


એવું કહેવામાં આવી રહ્યું છે કે સફળ ટ્રાન્સપ્લાન્ટ પછી ડેવિડ બેનેટ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. તેમના શરીરમાં નવું અંગ કેવી રીતે કામ કરી રહ્યુ છે તેના પર અમેરિકાના ડોકટરો/સર્જન નજર રાખી રહ્યા છે. તેમની તપાસ અને દેખરેખ કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે.

માણસના શરીરમાં ડુક્કરનું હૃદય ધબક્યું...! માણસ

ખરેખર, ડેવિડ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હોવાથી પથારીમાં જ હતા. તે હાર્ટ-લંગ બાયપાસ મશીનના સપોર્ટ પર છે. અત્યારે હું સ્વસ્થ થયા પછી બીમારીમાંથી બહાર નીકળવા માટે ઉત્સુક છું.

ડોકટરોના જણાવ્યા અનુસાર, અમે આ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયામાં સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અમે આશાવાદી છીએ કે વિશ્વની પ્રથમ આવી સર્જરી ભવિષ્યમાં દર્દીઓ માટે એક મહત્વપૂર્ણ નવો વિકલ્પ પ્રદાન કરશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આશરે 110,000 અમેરિકનો હાલમાં અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે. અને દર વર્ષે 6,000 થી વધુ દર્દીઓ તેની ઉણપથી મૃત્યુ પામે છે.

Read About Weather here

ડેવિડ કહે છે- ‘મારી પાસે માત્ર બે જ વિકલ્પ બચ્યા હતા, કાં તો હું મરી જાઉં અથવા મારે આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. મેં જીવવાનું પસંદ કર્યું હતુ અને ટ્રાન્સપ્લાન્ટ અંધારામાં તીર મારવા જેવું હતું, પરંતુ તે મારો છેલ્લો વિકલ્પ હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here