માંડ માંડ જીવ બચ્યો

માંડ માંડ જીવ બચ્યો
માંડ માંડ જીવ બચ્યો
સ્થાનિક વ્યક્તિ જ્યારે મોટર ચાલુ કરવા ઓરડીમાં ગયો ત્યારે ખૂનખાર દીપડાને જોતા જ તેનો જીવ તાળવે ચોટી ગયો હતો. જૂનાગઢ જિલ્લાના માંગરોળના ઢેલાણા નગરપાલિકાની પાણીના ટાંકાની ઓરડીમાં દીપડો ઘૂસ્યાની ઘટના સામે આવી છે. જોકે, સદનસીબે દીપડાએ તેના પર હુમલો નહોતો કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટના અંગે સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતાં ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી અને દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું.માંગરોળના ઢેલાણા ગામમાં સ્થાનિક જ્યારે પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે ઓરડીમાં દીપડો બેઠો હતો. જોકે, દીપડો હુમલો કરે તે પહેલાં જ તે ઓરડી બંધ કરીને બહાર દોડી આવ્યો હતો અને આજુબાજુના લોકોને જાણ કરી હતી. દીપડાની વાત સાંભળીને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.

Read About Weather here

સ્થાનિકોએ વનવિભાગને જાણ કરતાં એક ટીમ તુરંત ઢેલાણા ગામ પહોંચી હતી અને ભારે જહેમત બાદ દીપડાનું રેસ્ક્યૂ કર્યું હતું. દીપડો પાંજરે પૂરાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. તો દીપડાની વાત પંથકમાં ફેલાતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. થોડા સમય અગાઉ જ માંગરોળમાં દીપડાએ એક બાળકી પર હુમલો કર્યો હતો. જ્યારે કુક્સવાડા ગામમાં બે ખેડૂતો પર હુમલાના બનાવો બન્યા હતા.માગરોળ પંથકમાં વારંવાર દીપડાઓ પશુઓના શિકાર માટે ગામડાઓમાં ઘૂસવાના બનાવો સામે આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here