ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં મહેશ બાબુએ કહ્યું હતું કે બોલિવૂડ તેને અફોર્ડ કરી શકે તેમ નથી. હિંદી તથા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચે ચાલતા ભાષા વિવાદમાં હવે મહેશ બાબુએ બોલિવૂડ અંગે મોટું નિવેદન આપ્યું છે.મહેશ બાબુ ફિલ્મ ‘મેજર’ના ટ્રેલર લૉન્ચિંગમાં આવ્યો હતો. અહીંયા મીડિયાએ એક્ટરને બોલિવૂડ ડેબ્યૂ અંગે સવાલ કર્યો હતો, જેના જવાબમાં મહેશ બાબુએ કહ્યું હતું, ‘એવું નથી કે મને બોલિવૂડમાંથી ઑફર્સ મળતી નથી, પરંતુ મને લાગે છે કે તે લોકો મને અફોર્ડ કરી શકશે નહીં.
Visit Saurashtra Kranti Homepage here
જે ઇન્ડસ્ટ્રી મને અફોર્ડ ના કરી શકે તે ઇન્ડસ્ટ્રીમાં કામ કરીને હું મારો સમય બરબાદ કરવા માગતો નથી.’વધુમાં મહેશ બાબુએ કહ્યું હતું, ‘મને સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જે માન સન્માન તથા સ્ટારડમ મળ્યું છે, તે ઘણું જ મોટું છે. આથી જ હું આ ઇન્ડસ્ટ્રી છોડીને બીજી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા અંગે વિચારી શકતો નથી. હું ફિલ્મ કરવામાં તથા મોટા બનવા અંગે વિચારતો હતો અને હવે મારું સપનું પૂરું થવા જઈ રહ્યું છે.’મહેશે આગળ કહ્યું હતું, ‘મારો હેતુ મારી જાતને પેન ઇન્ડિયા સ્ટાર તરીકે રજૂ કરવાની નથી, પરંતુ સાઉથની ફિલ્મને આખા ભારતમાં સફળ બનાવવાનો છે.
Read About Weather here
હું હંમેશાંથી તેલુગુ ફિલ્મ કરવા માગતો હતો અને એ પણ ઈચ્છતો હતો કે તેલુગુ ફિલ્મ આખો દેશ જુએ. હવે એવું થઈ રહ્યું છું અને હું ઘણો જ ખુશ છું. હું હંમેશાંથી એવું માનું છું કે મારી તાકત તેલુગુ ફિલ્મ્સ જ છે. આ ફિલ્મ્સે તમામ મર્યાદા પાર કરીને ટોલિવૂડને ભારતીય સિનેમા બનાવ્યું છે.’ મહેશ બાબુને ડિજિટલ ડેબ્યૂ અંગે પણ સવાલ કરવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે તે બિગ સ્ક્રીન માટે છે અને ડિજિટલ સ્પેસમાં આવવાનું વિચારી શકે તેમ નથી. આ ફિલ્મ બાદ હવે મહેશ ડિરેક્ટર એસ એસ રાજમૌલિની અપકમિંગ ફિલ્મમાં કામ કરશે.મહેશની અપકમિંગ ફિલ્મ ‘સરકારુ વારી પેટલા’ 12 મેના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને એસ પરુસુરામ પેટલાએ ડિરેક્ટ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here