મહિલા સશક્તિકરણ દિનની ઉજવણીમાં અરજીઓનો નિકાલ કેટલા સમયમાં..?

મહિલા સશક્તિકરણ દિનની ઉજવણીમાં અરજીઓનો નિકાલ કેટલા સમયમાં..?

રાજકોટ એ.ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મહિલા સશક્તિકરણ દિનની ઉજવણી

દુર્ગા શક્તિ ટીમ દ્વારા મહિલાઓની ફરિયાદો સાંભળી અરજીઓનો નિકાલ

રાજકોટનાં એ.ડીવીઝન પોલીસ સ્ટેશનની દુર્ગા શક્તિ ટીમ દ્વારા મહિલા સશક્તિકરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદનાં તેમજ ઝોન-1 નાં નાયબ પોલીસ કમિશનર પ્રવિણકુમારનાં માર્ગદર્શન મુજબ મહિલાઓનાં પ્રશ્નો સંભાળવામાં આવ્યા હતા.

મહિલા સશક્તિકરણ દિનની ઉજવણીમાં અરજીઓનો નિકાલ કેટલા સમયમાં..? સશક્તિકરણ

એ.ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા મહિલા સિનીયર સિટીઝનની રૂબરૂ સ્થળ પર જઈ મુલાકાત કરવામાં આવી હતી અને કોઈ પ્રશ્નો હોય તો તુરંત જાણ કરવા વિનંતી કરવામાં આવી હતી. ત્યારબાદ મદદનિશ પોલીસ કમિશનર એસ.આર.ટંડેલની અધ્યક્ષતામાં અરજદાર મહિલાઓ સાથે બેઠક યોજાઈ હતી અને એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.

મહિલા પર અત્યાચારની ઘટના બંને તો તુરંત મહિલા હેલ્પલાઈન પર કઈ રીતે પોલીસનો સંપર્ક કરવોએ અંગે ઇન્સ્પેક્ટર સી.જી.જોષી અને દુર્ગા શક્તિ ટીમે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. મહિલાઓ સાથે કોઈ ગેરવર્તન થાય છે કે કેમ તેની ઓન ધ સ્પોટ જાણકારી માટે ટીમ દ્વારા ડીકોય ગોઠવીને અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.