મહિલા પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને 16 કરોડનું ડ્રગ્સ લાવી…!

મહિલા પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને 16 કરોડનું ડ્રગ્સ લાવી...!
મહિલા પ્રાઈવેટ પાર્ટમાં છુપાવીને 16 કરોડનું ડ્રગ્સ લાવી...!
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ કેપ્સ્યુલમાંથી જે ડ્રગ્સ મળ્યું છે તેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જયપુર ઈન્ટરનેશન એરપોર્ટ પરથી આફ્રિકી મૂળની એક મહિલાને ડ્રગ્સના કેસમાં પકડવામાં આવી છે. મહિલાએ પોતાના પ્રાઈવેટ પાર્ટ (રેક્ટમ)માં હેરોઈનથી ભરેલી 60 કેપ્સ્યુલ છુપાવી હી, જેને કાઢવામાં ડોકટર્સની ટીમને બે દિવસ લાગ્યાં હતા. મહિલા શનિવારે મોડી રાત્રે લગભગ 3 વાગ્યે શારજાહથી આવતી ફ્લાઈટમાં જયપુર આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મહિલાને ડાયરેક્ટ્રેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે પકડી અને એસએમએસ હોસ્પિટલ મોકલી દીધી હતી. જ્યાં ડોકટર્સની ટીમે સર્જરી કરીને તેના પ્રાઈવેટ પાર્ટમાંથી ડ્રગ્સની કેપ્સ્યુલ કાઢી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કેપ્સ્યુલ પ્રાઈવેટ પાર્ટમાં એટલી જટિલતાથી છુપાવી હતી કે તેને કાઢવા માટે ડોકટર્સની ટીમને બે દિવસ લાગ્યાં હતા. મહિલાના રેક્ટમમાંથી કુલ 60 કેપ્સ્યુલ કાઢવામાં આવી હતી.સૂત્રોએ જણાવ્યું કે 31 વર્ષની આરોપી મહિલાનું નામ અમાન હેવેન્સ લોપેઝ છે અને તે આફ્રિકન દેશ યુગાન્ડાની રહેવાસી છે.

જનરલ સર્જરી વોર્ડમાં દાખલ આ મહિલા હાલ ડોકટર્સના ઓબ્ઝર્વેશન હેઠળ છે. તપાસમાં સામે આવ્યું કે મહિલા શારજાહથી જ 60 કેપ્સ્યુલ લઈને આવી હતી. આ વાતની કબૂલાત તેને ડોકટર્સની સામે કરી હતી.જયપુર એરપોર્ટ પર કસ્ટમની ટીમે ગત વર્ષે ડિસેમ્બરમાં મોટી કાર્યવાહી કરતા 90 કરોડ રૂપિયાનું હેરોઈન પકડ્યું હતું. કેન્યા નિવાસી એક મહિલા પેસેન્જરના બેગમાંથી કસ્ટમની ટીમે 12.9 કિલોગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતું.

Read About Weather here

આ મહિલાના કેસમાં કસ્ટમને લુકઆઉટ નોટિસ મળી હતી.જયપુરના સાંગાનેર એરપોર્ટ પર જ ગત મહિને દુબઈથી એક યુવક અડધો કિલો સોનું પ્રાઈવેટ પાર્ટમાં જ છુપાવીને સાથે લાવ્યો હતો. આ યુવકની તલાશી લેવા સમયે કંઈ જ મળ્યું ન હતું, પરંતુ પૂછપરછ દરમિયાન બેસી રહેવાને કારણે તેને દુખાવો ઉપડ્યો હતો. ઈન્દ્રજીત સિંહ નામનો આ યુવક દિલ્હીનો એક બિઝનેસમેન હતો, જેને 20 હજાર રૂપિયા કેશની લાલચ આપીને આ સોનું લાવવા માટે તૈયાર કરવામાં આવ્યો હતો. જે બાદ એક્સ-રે મશીનથી તપાસ કરવામાં આવતા તે પકડાય ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here