મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે અદ્ભુત ધર્મયાત્રા- ધર્મસભા યોજાશે

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે અદ્ભુત ધર્મયાત્રા- ધર્મસભા યોજાશે
મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિતે અદ્ભુત ધર્મયાત્રા- ધર્મસભા યોજાશે
જૈનમ્ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના 2620 માં જન્મ કલ્યાણક દિને તા.14 ને ગુરૂવારનાં રોજ ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી’ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. સવારે 8 કલાકે મણીઆર દેરાસર (ચૌધરી હાઈસ્કુલ) થી પ્રારંભ થઈ સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ- શ્રોફ રોડ, શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર રોડ, જીલ્લા પંચાયત (અકિલા) ચોક, ડો.યાજ્ઞિક રોડ, સરદારનગર મેઈન રોડ, મહાવીર સ્વામી ચોક, હેમુ ગઢવી હોલ ખાતે સવારે 9.30 કલાકે પહોંચી ધર્મયાત્રા મહાવીરનગરી ખાતે વિશાળ ધર્મસભામાં પરિવર્તિત થશે.

Visit Saurashtra Kranti Homepage here

ધર્મયાત્રાના રૂટમાં શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ દ્વારા, ડો. યાજ્ઞિક રોડ ખાતે પંચનાથ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા તેમજ ભગવાન મહાવિર સ્વામી ચોક ખાતે જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ એલીટ દ્વારા શરબત- પાણીનું વિતરણ કરવામાં આવશે. ધર્મયાત્રામાં ગોંડલ સંપ્રદાયનાં પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, પૂ.ધીરજમુનિ મહારાજ સાહેબ, શ્રી નેમીસુરી સંપ્રદાયનાં ક્રાંતિકારી વિચારક મુનિરાજ શ્રી જે.પી. ગુરુજી, અજરામર સંપ્રદાયનાં ડો.નિરંજનમુનિ મહારાજ સાહેબ, પૂ.સુશાંતમુનિ મહારાજ સાહેબ સહિત રાજકોટમાં બિરાજમાન પૂજ્કીય સાધુ- સાધ્વીજી ભગવંતોની પાવન નિશ્રામાં 24 આકર્ષક ફલોટ્સ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકાઓ જોડાશે. તદ્ઉપરાંત કર્ણાટક રાજ્યનાં પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા અને ગુજરાત રાજ્યનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીતનાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફ્લોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક- સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર- બાઈક- સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, બોટાદનું પ્રખ્યાત નેમી નય જૈન બેન્ડ સુરાવલી રેલાવતા સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે અને સાથે-સાથે ધર્મયાત્રા અધ્યક્ષ તરીકે અજયભાઈ શેઠ (સાયન- મુંબઈ) અને સંઘ પતિ તરીકે રાજકોટનાં જાણીતા બિલ્ડર જીતુભાઈ બેનાણી રહેશે.

Read About Weather here

ધર્મયાત્રામાં અનુકંપા રથ માતુશ્રી ઈન્દીરાબેન અનંતરાય કામદાર હસ્તે રાજેશભાઈ અને નિતિનભાઈ કામદાર, ધર્મસભા બાદ પ્રભાવના શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ હસ્તે ચંદ્રકાંતભાઈ શેઠ દ્વારા લાભ લીધેલ છે. ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂ. 5000, બીજા નંબરને રૂ. 4000, ત્રિજા નંબરને રૂ. 3000, ચોથા નંબરને રૂ. 2000, પાંચમા નંબરને રૂ. 1000 નો રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે.જેમાં 11 વિજેતાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here