મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવા ભાજપે મારા પર દબાણ કર્યુ હતું: સંજય રાઉત

મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવા ભાજપે મારા પર દબાણ કર્યુ હતું: સંજય રાઉત
મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવા ભાજપે મારા પર દબાણ કર્યુ હતું: સંજય રાઉત

જો હું અધાડી સરકાર છોડી ન દઉ તો રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ધમકી અપાઇ હતી; ભાજપના ટોચના નેતાઓ પર ચોેંકાવનારા આક્ષેપો કરતા શિવસેનાના સાંસદ રાઉત
બે દિવસમાં મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકર પગલા લઇને ધડાકો કરશે: સાંસદની ચિંમકી

શિવસેનાના સાંસદ અને બોલકા નેતા સંજય રાઉતે ગઇકાલે એવો ધડાકો કર્યો હતો કે, મહારાષ્ટ્ર સરકાર ઉથલાવી દેવા માટે ભાજપના ટોચના કેન્દ્રીય નેતાઓએ મારા પર દબાણ કર્યુ હતુ અને જો હું સહકાર ન આપું તથા રાજયના અધાડી સરકાર છોડી ન દઉ તો રાજયમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભાજપે મને ધમકી આપી હતી.
મુંબઇના શિવસેના ભવન ખાતે પક્ષના શાસદો અને મંત્રીઓની હાજરીમાં પત્રકારો સાથે વાતચીત કરતા રાઉતે ભાજપની નેતાગીરી પર ચોેંકાવનારા આક્ષેપો કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે દાવો કર્યો હતો કે, રાજયની મહાવીકાસ અધાડી સરકારમાંથી નિકળી જવા મારા પર અનેક વખત દબાણ કરવામાં આવ્યું છે. 20 દિવસ પહેલા પણ ભાજપના કેટલાક ટોચના નેતાઓ ત્રણ-ત્રણ વખત મને મળ્યા હતાં અને કહયું હતું કે, તમે સરકાર છોડી દો અમે પુરેપુરા તૈયાર છીએ. કાંતો થોડાક શાસક ધારાસભ્યોને ફોડી લેવાશે અથવા તો રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવશે. રાઉતે એવો ધડાકો પણ કર્યો હતો કે, જો સહકારનાં આપીએ તો અમને ઠેકાણે પાડી દઇ ફિટ કરી નાખવાની ધમકીઓ પણ અપાઇ હતી.

શિવસેનાના સાંસદ સહિતના અન્ય નેતાઓએ પણ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, ભાજપના ઇશારે કેન્દ્રીય એજન્સીઓ શિવસેના અને અન્ય વિરોધ પક્ષોના નેતાઓને નિશાન બનાવી રહી છે અને ધાકધમકીઓ આપી રહી છે. આખા દેશમાં વિપક્ષી નેતાઓની આ સ્થિતિ છે. મહારાષ્ટ્ર જેવી સ્થિતિ પશ્ર્ચિમ બંગાળમાં પણ છે. ભાજપ ચાહે છે કે, એજન્સીઓનો ઉપયોગ કરીને આ રાજયોમાં સત્તાની ગાદી પચાવી પાડી જો એવું ન બને તો તેઓ અમને હેરાન કર્યા કરશે. તેમણે વળતી ધમકી આપી હતી કે, મહારાષ્ટ્ર કાયર નથી. અમારા પર હુમલા થશે તો અમે ડરી જવાના કે નમી જવાના નથી.

શિવસેનાના સાંસદે જણાવ્યું હતું કે, ઇડીની કેટલાક અધિકારીઓ મારી બેંકમાં ગયા હતા અને મારા ખાતાના છેલ્લા 20 વર્ષના બેંક સ્ટેટમેન્ટ પણ કઢાવ્યા હતા. જે લોકોએ મને જમીન વહેંચી છે એમને પણ ડરાવવામાં આવી રહયા છે, ધમકાવવામાં આવી રહયા છે. કેટલાકની ધરપકડ પણ કરીને મારી વિરૂધ્ધ બોલવા માટે મજબુર કરવામાં આવી રહયા છે. એમને કહેવામાં આવે છે કે, રાઉતને તિહાર જેલમાં મોકલવામાં આવશે. સંજય રાઉતે જાહેર કર્યુ હતું કે, મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકુરે બે દિવસની અંદર પગલા લેવાનું નક્કી કર્યુ છે. મેં જે આક્ષેપો કર્યા છે એ અંગે જરૂર પગલા લઇશ એવી ઉધ્ધવ ઠાકરેએ મને ખાતરી આપી છે.

Read About Weather here

પત્રકાર પરિષદ બાદ તુરત જ મુખ્યમંત્રી ઠાકરે અને રાઉત વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી અને લગભગ બે કલાક સુધી બન્ને વચ્ચે સઘન ચર્ચા વિચારણા ચાલી હતી. રાઉતે બાદમાં જણાવ્યું હતું કે, ભાજપ નેતાઓ સામે નક્કર પુરાવા ભેગા કરવાના મારા પ્રયાસોથી મુખ્યમંત્રી ખુશ થયા છે અને યોગ્ય પગલા લેવાનું મને વચન આપ્યું છે. અમારુ આખુ ગઠબંધન આ મુદ્ા પર એક છે. ખોટા કેસોમાં ફસાવી દેવાના પ્રયાસો સામે અમે વળતી લડત આપશી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here