મહારાષ્ટ્રમાં શિવસેનાના પોણા ભાગના ધારાસભ્યો શિંદે સાથે

મહારાષ્ટ્રમાં શિવસેનાના પોણા ભાગના ધારાસભ્યો શિંદે સાથે
મહારાષ્ટ્રમાં શિવસેનાના પોણા ભાગના ધારાસભ્યો શિંદે સાથે
મહારાષ્ટ્રમાં સર્જાયેલું રાજકીય સંકટ આજે વધુ ઘેરું અને ગંભીર બન્યું છે અને ઉધ્ધવ ઠાકરે સરકારનાં પતનની ઘડીઓ ગણાઇ રહી છે. દરમ્યાન ઉધ્ધવ ઠાકરેની જગ્યાએ નવી સરકાર બનાવવા માટે ભાજપે ગતિવિધિઓ એકદમ વેગીલી બનાવી દીધી છે. તો બીજીતરફ મહાઅઘાડી સરકારનાં કિંગ મેકર શરદ પવારે કોઈપણ ભોગે સરકાર બચાવવાના જોરદાર પ્રયાસો શરૂ કરી દીધા છે. બળવાખોર જૂથનાં સંખ્યાબળમાં રોજેરોજ વધારો થઇ રહ્યો છે અને એવું દેખાઈ છે કે, મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે પોતાના જ પક્ષ પરથી પક્કડ ઝડપથી ગુમાવી રહ્યા છે. આજે બળવાખોર નેતા એકનાથ શિંદેએ મુખ્યમંત્રીને ઉલ્લેખીને એક ખુલ્લો પત્ર પાઠવ્યો છે જેમાં શિવસેનાનાં ધારાસભ્યોની લાગણી વ્યક્ત કરી છે. શિંદેએ ફરિયાદ કરી છે કે અઢી વર્ષ સુધી અમારૂ કોઈએ સાંભળ્યું નથી. તેમણે સવાલ કર્યો હતો કે, રાજ્યસભાની ચૂંટણી વખતે અમારા પર અવિશ્ર્વાસ શું કામ મુકવામાં આવ્યો હતો?

Visit Saurashtra Kranti Homepage here

મહારાષ્ટ્રનું રાજકીય ઘમ્મર વલોણું યથાવત રહ્યું છે. બળવાખોર શિંદે જૂથ સાથે આવી ગયેલા શિવસેનાનાં સભ્યોની સંખ્યા વધીને 46 થઇ ગયાનો શિંદેએ દાવો કર્યો છે. આ રીતે શિવસેનાનાં કુલ 56 ધારાસભ્યોમાંથી મુખ્યમંત્રી ઠાકરેને માત્ર 19 સભ્યોનો ટેકો રહ્યો છે. શિવસેનાનાં 10 સાંસદો પણ બળવાખોર જૂથમાં જોડાઈ જાય એવા ભણકારા વાગી રહ્યા છે. આજે વધુ 4 ધારાસભ્યો શિવસેના છોડીને ગુવાહાટી પહોંચી ગયા છે. હજુ ગુવાહાટીની ફાઈવ સ્ટાર હોટેલમાં જ બળવાખોર જૂથ રોકાયેલું છે. આજે શિવસેનાનાં ધારાસભ્યો દીપક કેસરકર, સદા સરવણકર અને આશિષ જૈશ્વાલ ગુવાહાટીની રેડીસન બ્લુ હોટેલ પહોંચી ગયા હતા. આ રીતે બળવાખોર શિંદેને શિવસેનાનાં પોણા ભાગનાં ધારાસભ્યોનો ટેકો મળી ગયો છે અને ઉધ્ધવ ઠાકરે દિવસે- દિવસે નબળા પડી રહ્યા છે.

મુખ્યમંત્રી પરનાં ખુલ્લા પત્રમાં શિંદેએ ધારાસભ્યોની લાગણી વ્યક્ત કરતા દર્શાવ્યું હતું કે, કોઈ સરકારી અધિકારીઓ ધારાસભ્યોનું સાંભળતા ન હતા. અઢી વર્ષથી અમારી સમસ્યાઓ કોઈ સાંભળતું ન હતું. મંત્રાલયમાં પણ મુખ્યમંત્રીને મળી શકાતું ન હતું.દરમ્યાન શિવસેનાનાં સાંસદ સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે, શિવસેના મજબુત છે અને વિધાનસભામાં શક્તિ પ્રદર્શન થશે ત્યારે સત્ય બહાર આવી જશે. 20 બળવાખોર ધારાસભ્યો અમારા સંપર્કમાં છે. તેઓ મુંબઈ આવે એટલે ક્યાં સંજોગોમાં પક્ષ છોડી ગયા હતા તેનો ખુલાસો થઇ જશે. હું જીવનનાં આખરી શ્ર્વાસ સુધી ઉધ્ધવ ઠાકરે સાથે રહીશ. આ મારી અગ્નિ પરીક્ષા છે.

Read About Weather here

એનસીપી સાથે પણ શિવસેનાનાં મતભેદો સર્જાયા છે. મુખ્યમંત્રી ઠાકરેએ સતાવાર નિવાસી સ્થાન વર્ષા છોડીને ગઈરાત્રે પરિવાર સાથે એમના માતોશ્રી નિવાસી સ્થાને આવી ગયા હતા. મુખ્યમંત્રીએ સરકારી આવાસ છોડી તેથી એનસીપી નારાજ થયું છે. પવારે આખો મામલો હાથમાં લઇ લીધો છે અને બેઠકોનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. સાંજે તેઓ મહાઅઘાડી ગઠબંધનમાં તમામ ધારાસભ્યોની બેઠક બોલાવનાર છે. આજે બપોર બાદ ગુવાહાટીમાં શિંદે જૂથની પણ મહત્વની બેઠક મળી રહી છે. આગામી દિવસોમાં મોટી નવા-જૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. અત્યારે મહારાષ્ટ્રના ગવર્નર કોરોનાને કારણે હોમ આઈસોલેટ છે. એટલે કોઈ મહત્વનો નિર્ણય લેવાઈ તેવી શક્યતા દેખાતી નથી. શિંદે જૂથ આજે શું કરે છે અને પવાર સાથેની બેઠકમાં મહાઅઘાડી ગઠબંધન શું નિર્ણય લ્યે છે તેના પર મહારાષ્ટ્રના રાજકીય ભાવિની દિશા નક્કી થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here