મહારાષ્ટ્રમાં કાલે શક્તિ પરીક્ષણ: શિવસેના સુપ્રીમના શરણે

મહારાષ્ટ્રમાં કાલે શક્તિ પરીક્ષણ: શિવસેના સુપ્રીમના શરણે
મહારાષ્ટ્રમાં કાલે શક્તિ પરીક્ષણ: શિવસેના સુપ્રીમના શરણે
મહારાષ્ટ્ર સરકાર બળવાખોરીને કારણે સંકટમાં મુકાઇ ગયા બાદ લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય સંકટનો આવતીકાલે આખરી તબક્કો શરૂ થઇ રહ્યો છે. ગવર્નર ભગતસિંહ કોશિયારીએ આવતીકાલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા અને ઉધ્ધવ ઠાકરેનાં નેતૃત્વ હેઠળની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકારને બહુમત પુરવાર કરવાનો આદેશ આપ્યો છે. બાગી ધારાસભ્યો પણ આવતીકાલે મુંબઈ પહોંચી રહ્યા છે અને વિધાનસભાના ખાસ સત્રમાં હાજરી આપશે. આ રીતે મહારાષ્ટ્રનો રાજકીય ડખ્ખો હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. ઉધ્ધવ ઠાકરે આવતીકાલની કઠોર અગ્નિ પરીક્ષામાંથી પસાર થઇ શકશે કે કેમ એ અંગે રાજકીય નિષ્ણાંતો અલગ- અલગ મત વ્યક્ત કરી રહ્યા છે. શિવસેનાએ ગવર્નરનાં આદેશને આજે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. શિવસેનાનાં ધારાશાસ્ત્રીઓની વિનંતીને માન્ય રાખી સુપ્રીમે તાત્કાલિક સુનવણી હાથ ધરવા તૈયારી બતાવી છે. આજે બુધવારે સાંજે પાંચ વાગ્યે શિવસેનાની ખાસ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનવણી થશે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા લાંબા સમયથી શિવસેનામાં સર્જાયેલા બળવાને લીધે રાજ્યની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર સૌથી મોટી રાજકીય કટોકટીની આંધી વચ્ચે ઘેરાયેલી છે. એકનાથ શિંદેની આગેવાનીમાં લગભગ 40 જેટલા ધારાસભ્યોએ શિવસેનાનાં નેતૃત્વ સામે બળવો પોકારતા મહારાષ્ટ્રમાં લાંબા સમયથી રાજકીય અફરાતફરી સર્જાઈ છે. પણ ગવર્નરના આદેશને પગલે એકાએક રાજકીય સંકટમાં નવી વળાંક આવ્યો છે. આવતીકાલે ગવર્નર કોશિયારીએ ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભાનું ખાસ એક દિવસીય સત્ર બોલવવાનો આદેશ આપતા શિવસેનાનો બાગીજૂથ હરખમાં આવી ગયું છે. જયારે ઉધ્ધવ ઠાકરે માટે સરકાર બચાવવાનો પડકાર ઉભો થયો છે. એનસીપી અને કોંગ્રેસના ટેકાથી ચાલતી શિવસેનાની ગઠબંધન સરકાર માટે ફ્લોર ટેસ્ટની અગ્નિ પરીક્ષા ખૂબ કઠીન બની રહેશે. તેમ માનવામાં આવે છે.

જો કે આજે શિવસેનાએ વળતું પગલું લઈને ગવર્નર કોશિયારીનાં ખાસ સત્ર બોલાવવાના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટમાં શિવસેના તરફથી ખાસ અરજી કરવામાં આવી છે. શિવસેના તરફથી કેસ રજુ કરવા માટે જાણીતા ધારાશાસ્ત્રી અને કોંગ્રેસનાં નેતા અભિષેક મનુશિંઘવી તથા શિવસેનાનાં સુનીલ પ્રભુ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે. આ કેસની સુનવણી તાત્કાલિક રાખવા શિવસેના તરફથી થયેલી અપીલ સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. આજે સાંજે પાંચ વાગ્યે જ સુપ્રીમમાં આ મુદ્દા પર સુનવણી થનાર છે. એટલે સુપ્રીમના આદેશ પર મુંબઈથી દિલ્હી સુધી તમામની મીટ મંડાઈ છે. આજે સવારે ભાજપનાં નેતા દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ કોશિયારીને મળ્યા હતા અને મહાવિકાસ અઘાડી સરકારને બહુમત સાબિત કરવાનો આદેશ આપવા રાજ્યપાલ સમક્ષ જોરદાર માંગણી કરી હતી.

એ પછી બપોરે ગવર્નરે વિધાનસભાના સેક્રેટરી જનરલને પત્ર લખી આવતીકાલે ગુરૂવારે ફ્લોર ટેસ્ટ માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવવા આદેશ આપ્યો હતો. ફડણવીસે ગવર્નરને એક ખાસ પત્ર પણ આપ્યો હતો. ગઈકાલે ફડણવીસ દિલ્હીમાં ભાજપના ટોચના નેતાઓને પણ મળ્યા હતા અને મહારાષ્ટ્રના મામલા અંગે ચર્ચા કરી હતી. ફડણવીસે ગવર્નરને એવી સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, ઉધ્ધવ ઠાકરેની સરકાર લઘુમતીમાં મુકાઇ ગઈ છે. એટલે અમે ગવર્નરને પત્ર પાઠવી ફ્લોર ટેસ્ટનો આદેશ આપવા વિનંતી કરી છે. ગવર્નરે ગુરૂવારે ખાસ સત્ર યોજવાનો આદેશ આપ્યો છે.

આવતીકાલે સવારે 11 વાગ્યાથી વિધાનસભાની એક દિવસીય ખાસ બેઠક શરૂ થશે. સાંજે પાંચ વાગ્યે મતદાન હાથ ધરવામાં આવશે. ભાજપે તેના તમામ ધારાસભ્યોને મુંબઈ પહોંચી જવા આદેશ આપ્યો છે. આ રીતે હવે શિવસેનાના બે જૂથો વચ્ચેની લડાઈએ નિર્ણાયક વળાંક લઇ લીધો છે. બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદેએ જાહેર કર્યું હતું કે, અમારા જૂથઅ તમામ 39 ધારાસભ્યો આવતીકાલે ફ્લોર ટેસ્ટમાં હાજરી આપશે.

Read About Weather here

આજે બાગીજૂથ ગુવાહાટીથી રવાના થઈને ગોવા પહોંચી રહ્યું છે. ગોવાની હોટેલ તાજમાં 71 રૂમ બુક કરવામાં આવ્યા છે. આજે સાંજે બાગી ધારાસભ્યોનું જૂથ ગોવા પહોંચી જશે તેમ જાણવા મળ્યું છે. આવતીકાલે શિવસેનાના બાગી ધારાસભ્યો શિંદેની આગેવાનીમાં ફ્લોર ટેસ્ટમાં હાજરી આપશે તેવું એકનાથ શિંદેએ જાહેર કર્યું હતું. દરમ્યાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે ગવર્નરના આદેશને પડકાર્યો છે અને એવો આક્ષેપ કર્યો છે કે, ગવર્નરે કાયદા મુજબ સત્રનું આયોજન કર્યું નથી. એટલે જ અમે ગવર્નરનાં આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here