મહારાષ્ટ્રને ઉગારવા લશ્કરની ત્રણેય પાંખની વ્યાપક બચાવ કામગીરી

મહારાષ્ટ્રને ઉગારવા લશ્કરની ત્રણેય પાંખની વ્યાપક બચાવ કામગીરી
મહારાષ્ટ્રને ઉગારવા લશ્કરની ત્રણેય પાંખની વ્યાપક બચાવ કામગીરી

રાજયમાં આકાશમાંથી મોત ટપકયું, 136થી વધુનાં મોત : હિલ સ્ટેશન મહાબલેશ્ર્વરમાં એક’દિમાં 23 ઇંચ વરસાદથી જળ તાંડવ : 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર, યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી : નૈાકાદળની મદદ લેવાઇ, એનડીઆરએફની અનેક ટુકડીઓ દ્વારા કામગીરી શરૂ

મહારાષ્ટ્ર ના 6 જિલ્લાઓમાં એકધારા ભારે મુશળધાર, ધોધમાર વરસાદને કારણે જળતાંડવ સર્જાયું છે.

Subscribe Saurashtra Kranti here

ઠેર-ઠેર ભયાનક પૂર, ભુ-સ્ખલન અને મેઘ તાંડવાની કુદરતી આફતોમાં છેલ્લા ત્રણ દિવસમાં જ 136થી વધુ લોકો માર્યા ગયા હોવાનું જાહેર થયું છે.

યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી માટે નૈકાદળની મદદ લેવામાં આવી રહી છે.

એનડીઆરએફની અનેક ટુકડીઓ દ્વારા મહારાષ્ટ્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

ચારે તરફ ભારે તારાજી અને વિનાસના દ્રશ્યોની વણજાર સર્જાઇ ગઇ છે. 6 મહારાષ્ટ્ર જિલ્લઓમાં હજુ વધુ ભારેતી અતિભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

આવનારા 24 કલાક દરમ્યાન રાયગઢ, રતનાગીરી અને કોણકણ કાંઠાના સિંધુદુર્ગ જિલ્લાઓમાં તેમજ પુણે, સતારા, કોલ્હાપુરમાં અતિભારે વરસાદ થવાની શકયતા છે.

છેલ્લા 24 કલાકમાં જ આ જિલ્લાઓમાં 9 ઇંચથી વધુ વરસાદ પડી ચુકયો છે. શુક્રવારે પણ કોણકણ વિસ્તારમાં એકધારો જોરદાર વરસાદ ચાલુ રહયો હતો.

કોણકણથી ગોવા પટ્ટી સીધી દરીયા કાંઠે મેઘતાંડવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.


રાયગઢ જિલ્લામાં આજે પણ ભૂ-સ્ખતન થવાથી એક ગામમાં અનેક લોકો દટાઇ ગયા હોવાનું મનાઇ છે.

15નું રેસ્કયુ કરવામાં આવ્યું છે. હજુ વધુ 30 લોકોને બચાવવાની કામગીરી વેગપુર્વક કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓને કુદરતી આફતે તારાજ કરી દીધા છે.પીવાના પાણી, શાકભાજી અને દુધની ભારે ખેંચ ઉભી થઇ ગઇ છે.

જેમ કે ચારે તરફ જળબંબાકાર હોવાથી પુરવઠો પહોંચાડી શકાય તેમ નથી.

શનિવારે મુંબઇ ગરાને પણ દુધ મળશે નહીં. કેમ કે, દુધનો પુરવઠો મહાનગરને પહોંચાડી શકાય તેમ નથી. મહારાષ્ટ્ર ભરમાં કુલ 84452 લોકોને સલામત સ્થળે ખસેડવા પડયા છે.

એકલા કોલ્હાપુર જિલ્લામાંથી 40 હજાર લોકોને સુરક્ષીત સ્થળે લઇ જવા પડયા છે.

લશ્કરની ટુકડીઓ અને નૈકાદળની ટીમ દ્વારા ઓપરેશન વર્ષા અંતર્ગત રાહત અને બચાવની કામગીરી ચલાવવામાં આવી રહી છે.

લશ્કરી દળોની 15 બચાવ ટુકડીઓ રાહત કામ ચલાવી રહી છે.

રતનાગીરી, કોલ્હાપુર અને સાંગડી જિલ્લાઓમાં લશ્કર દ્વારા બચાવ કાર્ય કરવામાં આવી રહયું છે. રાજય સરકારની વિનંતીથી લશ્કરની મદદ લેવામાં આવી રહી છે.

રાજયમાં ઉંડે સુધી રાહત અને બચાવ કાર્ય થઇ શકે એ માટે નૌકાદળ અને હવાઇદળને પોસ્ટ ગાર્ડનું હવાઇ મથક ઉપયોગ કરવા માટે આપવામાં આવ્યું છે.ઠેર-ઠેર ભૂ-સ્ખલનમાં માર્યા ગયેલા પરીવારો માટે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ રૂ.5-5 લાખની સહાય જાહેર કરી છે.

એકલા રાયગઢ જિલ્લામાં ભૂ-પ્રપાતને કારણે 49 લોકો માર્યા ગયા છે. સદનતર જળબંબાકાર થઇ ગયેલા ચિપલુન નગરમાં એનડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.

Read About Weather here

પ્રચંડ જળરાશી વચ્ચે ફસાયેલા લોકોને ભોજનના પેકેટ પહોંચાડવામાં આવી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here