મહારાષ્ટ્રની સહકારી ખાંડ મિલોમાં 25 હજાર કરોડનાં કૌભાંડનાં આક્ષેપ

મહારાષ્ટ્રની સહકારી ખાંડ મિલોમાં 25 હજાર કરોડનાં કૌભાંડનાં આક્ષેપ
મહારાષ્ટ્રની સહકારી ખાંડ મિલોમાં 25 હજાર કરોડનાં કૌભાંડનાં આક્ષેપ

સામાજીક ચળવળકાર અન્ના હજારેની ફરી ગર્જના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી તપાસની માંગણી, ખળભળાટ

જાણીતા સામાજીક ચળવળકાર અને વયવૃધ્ધ નેતા અન્ના હજારે ફરી મેદાનમાં આવ્યા છે અને મહારાષ્ટ્રની સહકારી ખાંડ મિલોમાં રૂ. 25 હજાર કરોડનું કૌભાંડ થયાનો આક્ષેપ કરતા મહારાષ્ટ્રમાં ખળભળાટ મચી ગયો છે. અન્નાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર પાઠવીને સુપ્રીમ કોર્ટનાં નિવૃત જજનાં વડપણ હેઠળ તપાસ પંચ નીમવા માંગણી કરી હતી. કૌભાંડની તપાસ માટે ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવી સત્ય બહાર લાવવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

એવું તેમણે માંગણી કરી છે.હજારે લખ્યું છે કે, રાજકારણીઓ સાથે સાંઠગાંઠ કરીને સહકારી મિલોનું મામુલી ભાવે વેચાણ કરવાના કારસા સામે અમે 2009 થી આંદોલન કરી રહ્યા છીએ. સહકારી નાણાં સંસ્થાઓમાં ચાલતી ગેરરીતિઓ અંગે પણ અમે 2017 માં મુંબઈમાં એક ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ડીઆઈજી કક્ષાનાં એક અધિકારીને સોંપવામાં આવી હતી.

Read About Weather here

પરંતુ 2 વર્ષ બાદ જ એવી નોંધ કરીને તપાસ આટોપી લેવાઈ હતી કે, કોઈ ગેરરીતિઓ માલુમ પડી નથી.અન્ના હજારે પૂછ્યું હતું કે, જો મહારાષ્ટ્ર સરકારને રૂ. 25 હજાર કરોડનાં કૌભાંડની તપાસ કરવી ન હોય તો બીજું કોણ કરશે? કેન્દ્ર સરકારે ખેડૂતોનાં કલ્યાણ માટે અને સહકારી ક્ષેત્રમાં સુધારણા માટે સહકાર મંત્રાલયની રચના કરી છે. જો કેન્દ્ર સરકાર ખાંડ મિલોનાં વેચાણનાં કૌભાંડની તપાસ કરાવશે તો એક સારુ ઉદાહરણ પ્રસ્થાપિત કરશે. અન્ના હજારે ભ્રષ્ટાચાર સામે અવારનવાર આંદોલનો કરતા રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here