મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઉધ્ધવ ઠાકરે સરકાર સંકટમાં

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઉધ્ધવ ઠાકરે સરકાર સંકટમાં
મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ: ઉધ્ધવ ઠાકરે સરકાર સંકટમાં
રાજ્યસભાની ચૂંટણીઓમાં પરાજય મેળવ્યા બાદ મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીઓમાં ભાજપનાં પાંચેપાંચ ઉમેદવારો વિજયી બનતા મહારાષ્ટ્રનાં રાજકારણમાં હલચલ મચી ગઈ છે. શિવસેનાનાં વડપણ હેઠળની મહાવિકાસ અઘાડી સંયુક્ત સરકાર સંકટમાં મુકાઇ ગઈ છે અને મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેનું આસન ડોલવા લાગ્યું છે. કેમકે શિવસેનામાં મોટું ભંગાણ પડવાના સંજોગો સર્જાયા છે. એક સમયનાં મંત્રી અને શિવસેનાનાં વરિષ્ઠ નેતા એકનાથ શિંદે કેટલાક ધારાસભ્યો સાથે સુરત પહોંચી ગયા છે.
આજે બપોરે શિવસેનાનાં નેતા શિંદે સુરતમાં પત્રકાર પરિષદ યોજે તેવી શક્યતા છે. એમની સાથે શિવસેનાનાં ઓછામાં ઓછા 25 ધારાસભ્યો હોવાનું કહેવાય છે. એક અહેવાલ મુજબ 11 ધારાસભ્યો એમની સાથે સુરતની ગ્રાન્ડ ભગવતી ફાઈવ સ્ટાર હોટેલમાં ભરાયા હોવાનું કહેવાય છે. શિંદે ગમે ત્યારે બળવો કરે તેવી શક્યતા છે કેમકે એમએલસીની ચૂંટણીઓમાં શિવસેના પ્રેરિત સરકારને જબરો ફટકો પડ્યો હોવાથી શિંદે ઉધ્ધવ સરકારથી સખત નારાજ થઇ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

મહારાષ્ટ્ર વિધાન પરિષદની પાંચ ખાલી બેઠકોની ચૂંટણીઓમાં કોંગ્રેસનાં સભ્યોએ દગાબાજી કરી ક્રોસ વોટીંગ કર્યું હોવાથી સંયુક્ત સરકારને જબરો ફટકો પડ્યો છે અને તમામ પાંચ બેઠકો ભાજપે જીતી લીધી છે. શિવસેનાનાં નેતા ભાઈ જગતાપે એવો આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસનાં સભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું છે. જેના કારણે શિવસેનાને પરાજય મળ્યો છે. આ ચૂંટણીનું મહત્વ એટલા માટે છે કે, ભાજપને પાંચ બેઠકો મળવાથી 20 વધારાનાં મત ભેગા થયા છે. હવે ઉધ્ધવ સરકારને ઉથલાવવી હોય તો માત્ર 11 વધુ મતની જરૂર છે. એટલે જ શિંદે અને 11 ધારાસભ્યો સુરત પહોંચી ગયા હોવાથી શિવસેના, એનસીપી અને કોંગ્રેસનાં નેતાઓનાં પેટમાં ફાળ પડી છે. સોમવારથી શિંદે અને શિવસેનાનાં અન્ય ધારાસભ્યોનો કોઈ સંપર્ક થઇ રહ્યો નથી. શિંદે વિમાન ચાર્ટર કરીને ધારાસભ્યો સાથે ગઈકાલે રાત્રે જ સુરત પહોંચી ગયા હતા. ભાજપનાં પાંચ ઉમેદવારો પ્રવિણ ધારેકર, રામ શિંદે, શ્રીકાંત ભારતીય, ઉમા ખાપરે અને પ્રસાદ લાડ પાસે પૂરતા સભ્યોનો ટેકો ન હોવા છતાં એમએલસીમાં જીતી ગયા છે. આ રીતે રાજ્યસભાની ચૂંટણી બાદ અઘાડી સરકારને આ બીજો મોટો ફટકો પડ્યો છે.

Read About Weather here

શરદ પવારનાં પક્ષ એનસીપીમાં પણ ભંગાણ પડ્યું હોવાનું કહેવાય છે. વરિષ્ઠ નેતા અને સભ્ય માણેક રાવ સંપર્ક વિહોણા બન્યા છે. મુખ્યમંત્રી આજે શિવસેના અને સહયોગી પક્ષોનાં ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક બોલાવી છે. બપોરે કોઈ નવાજુની થવાના એંધાણો નજરે ચડી રહ્યા છે. સુરતમાં એકનાથ શિંદેએ પણ બપોરે પત્રકાર પરિષદ બોલાવી છે અને તેઓ પણ કોઈ મોટી જાહેરાત કરી શકે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here