મહામારીની બેવડી આફત વચ્ચે તબીબી સેવાનું ફંડ ખર્ચવામાં રાજ્યોની કંજુસી

મહામારીની બેવડી આફત વચ્ચે તબીબી સેવાનું ફંડ ખર્ચવામાં રાજ્યોની કંજુસી
મહામારીની બેવડી આફત વચ્ચે તબીબી સેવાનું ફંડ ખર્ચવામાં રાજ્યોની કંજુસી

ખૂદ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાનો ચોંકાવી દેનારો એકરાર
નવા બેડ, આઈસીયુ વગેરે પાછળ ફાળવેલી રકમનો માત્ર 20 ટકા ખર્ચ

કોરોનાની સાથે-સાથે ઓમિક્રોનની મહામારી જેવી બેવડી આફત દેશભરમાં પંજો ફેલાવી રહી છે. ત્યારે મેડિકલ સાધન સરંજામ અને સવલતો ઉભા કરવાના ફંડમાંથી ખર્ચ કરવાનો રાજ્યોએ કંજુસીનું પ્રદર્શન કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રનાં આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ જાતે એકરાર કર્યો હતો કે, કોવિડ મહામારીને પહોંચી વળવા માટે આઈસીયુ, નવા બેડ સહિતની મેડિકલ સુવિધાઓ ઉભી કરવા ફાળવવામાં આવેલા રૂ.23123 કરોડનાં ફંડમાંથી રાજ્યોએ સાથે મળીને માત્ર 20 ટકાનો ખર્ચ કર્યો છે.

તમામ રાજ્યોનાં આરોગ્યમંત્રીઓ અને સિનિયર અધિકારીઓ સાથે મહામારીની સમીક્ષા માટે યોજાયેલી બેઠકમાં માંડવિયાએ રાજ્યોની ઉદાસીનતાનો ખ્યાલ આપતા આંકડા જાહેર કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે,

અન્ય દેશોનાં પ્રમાણમાં ભારતમાં કેસો ઓછા નોંધાઈ રહ્યા છે. છતાં રાજ્યોએ કોવિડનાં અનુભવને ધ્યાનમાં રાખી મેડિકલ સાધન સુવિધા વધારવામાં કોઈ કચાસ રાખવી જોઈએ નહીં. જેથી કરીને દેશને ઉગારી શકાય.

તેમણે તમામ રાજ્યોને કેન્દ્રશાસિત પ્રદેશોને આઈસીયુ તથા ઓક્સિજન બેડ, બાળકો માટેનાં વોર્ડ વધારી દેવા અનુરોધ કર્યો હતો. કોરોના મહામારી સામે લડવા માનવ સંપદા વિકાસ તથા તાલીમ માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરવા, પુરતી એમ્બ્યુલન્સોની ઉપલબ્ધી રાખવા,

હોમ આઈસોલેટ દર્દીઓનું સતત અસરકારક મોનીટરીંગ કરવા અને જરૂર પડે ત્યારે તુરંત જ તૈયાર થઇ શકે એવી રીતે મેડિકલ સાધન સુવિધાઓ સજ્જ રાખવા આરોગ્યમંત્રીએ તાકીદ કરી હતી.

ગયા વર્ષે ઓગસ્ટ માસમાં કોરોના મહામારીનાં સામના માટે ઈમરજન્સી આરોગ્ય પેકેજ તરીકે કેન્દ્ર સરકારે રૂ.23123 કરોડ મંજુર કર્યા હતા. જેના થકી 23056 આઈસીયુ બેડ ઉભા કરવા માટે સરકારે મંજૂરી આપી હતી. અત્યાર સુધીમાં 7 રાજ્યોએ એક હજારથી વધુ આઈસીયુ બેડ ઉભા કર્યા છે.

અન્ય રાજ્યો એટલા પણ કરી શક્યા નથી. સૌથી વધુ આઈસીયુ બેડ ઉભા કરવાના રાજ્યોમાં યુ.પી.(4007), કર્ણાટક (3021), મહારાષ્ટ્ર (2970), પશ્ર્ચિમ બંગાળ (1874), તમિલનાડુ (1583), મધ્યપ્રદેશ (1138) અને આંધ્રપ્રદેશ (1120) નો સમાવેશ થાય છે.

ગ્રામ્ય વિસ્તારોમાં 6 રાજ્યો 5 હજારથી વધુ બેડ ઉભા કરનાર છે. એ 6 રાજ્યો યુ.પી, બિહાર, આંધ્ર, ઓરિસ્સા, આસામ અને ઝારખંડ છે. વેક્સિનેશન ઝુંબેશ માટે આરોગ્ય ટીમોને સજ્જ રાખવા

Read About Weather here

અને બાળકો માટેની રસી કો-વેક્સિનનાં પૂરતા જથ્થાની અગાઉથી વ્યવસ્થા કરી રાખવા અને કમસેકમ 15 દિવસનાં વેક્સિન સેશનનો કાર્યક્રમ ઘડી કાઢવા આરોગ્યમંત્રીએ તાકીદ કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here