ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે!, થશે ત્યારે જ જોઇશું, વિચારે શું થવાનું છે!
વોર્ડમાં એક ચર્ચા: કોર્પોરેટર પાસેથી સારા કામની આશા હતી, પણ તે સારા નેતા પણ ન બની શક્યા તેનું દુ:ખ, સમયે આવ્યે તેના કામનું ફળ આપી દેશું
આગામી દિવસોમાં કોર્પોરેટર વિરૂધ્ધ રજુઆતનો ધોધ વહે તો નવાઇ નહીં: ચારેકોર ચર્ચા
લોકોની સમસ્યા સાંભળવાને બદલે ન કરવાના કામ કોર્પોરેટરે કરતા આગામી દિવસોમાં છબી ખરડાઇ તો નવાઇ નહીં
શહેરમાં અત્યારે આક્ષેપો પ્રતિઆક્ષેપોની મોસમ ચાલી રહી છે. ત્યારે દિવસેને દિવસે નવી વાતો બહાર આવીને ખળભળાટ મચાવે છે. ત્યારે હવે પોલીસ સામે ફુટેલી તોપ કોર્પોરેશન બાજુ ફુંટવાની તૈયારીમાં દેખાઇ રહી છે. શહેરભરમાં એક ચર્ચાએ વેગ પકડ્યો છે કે, શહેરના નામી નેતાના નજીકના ગણાતા કોર્પોરેટરના પણ અવાર નવાર ખાસ બ્રાન્ચના તેમજ શહેરના વિવિધ સ્ટેશનોમાં અવાર-નવાર ચક્કરો કંઇ નવું સુચવે છે અને કંઇક દાળમાં કાળુ છે તેવું સ્પષ્ટ દર્શાવી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
પણ હવે ટૂંક સમયમાં આ વાત બહાર આવી જશે તેવી પુરી શક્યતાઓ છે. કારણ કે, કોર્પોરેટરના પણ ખાસ બ્રાન્ચ સાથેના અજબ-ગજબ કનેકશનને લઇને ચારેતરફ લોકચર્ચા ચાલી રહી છે.મહાન કોર્પોરેટરની વાત બજારમાં ફરતાની સાથે જ બજારમાં અવનવી વાતો થવા લાગી છે. મહાન કોર્પોરેટરનું નામ ચર્ચાતા ચારે બાજુ એક જ ચર્ચા ચાલી રહી છે કે, આગામી દિવસોમાં છબી ખરડાઇ તો નવાઇ નહીં.
આ કોર્પોરેટર ખાસ બ્રાન્ચ સહિતની કેટલીક સુચક જગ્યાઓ પર સતત આટાફેરા કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અનેકો વખત ખાસ બ્રાન્ચની ઓફીસે બેસી રહેવું તેમજ શહરેના વિવિધ સ્ટેશનો પર પણ આંટા ફેરા કરીને મિટિંગો કરવી તે કંઇક નવુ સુચવે છે. લોકોમાં વાતો વહેતી થઇ છે કે, આ પ્રજા સેવક કોર્પોરેટરના જો છેલ્લા લાંબા સમયના ફોન ડિટેલની તપાસ કરવામાં આવે તો હજુ પણ કોઇએ ન ધાર્યુ હોય તેવુ બહાર આવી શકે તેમ છે.
Read About Weather here
આ કોર્પોરેટરને ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ થવા લાગ્યો હોય તેવી વાત ચર્ચાના ચકડોળે ચડી છે. પ્રદેશમાંથી તપાસના આદેશો છુટતા ટુક સમયમાં કોર્પોરેટરની કુંડળી બહાર આવશે અને પોતે કરેલા કાળા કામોની યાદી પણ બહાર આવે તેવી પુરી શક્યતાઓ છે. વર્ષો જુના ઘણા પ્રકરણો હવે ખૂલે તો વહીવટ કરતા અને કરાવતા મુખ્ય લોકો પર હવે કોઇ તોપ નહીં ફૂટે ને તેવી મહાન કોર્પોરેટરના જુથમાં ચર્ચા થઇ રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here