મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા 21.32 લાખી રિકવરી

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા 21.32 લાખી રિકવરી
મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા 21.32 લાખી રિકવરી

12 મિલકતો સીલ તથા કુલ 8 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ તથા 3-સમ્પ કનેક્શન કટ કરાયા

મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજરોજ વોર્ડ નં-1માં ગાંધીગ્રામમાં પૂજા એપાર્ટમેન્ટમાં પાણી વેરાના બાકી માંગણા સામે સમ્પ કનેક્શન કપાત કરેલ છે, હરીકૃષ્ણ એપાર્ટમેન્ટના પાણી વેરાના બાકી માંગણા સામે રૂ. 1.01 લાખ રીકવરી, ઓમ એપાર્ટમેન્ટમાં પાણી વેરાના બાકી માંગણા સામે સમ્પ કનેક્શન કપાત કરેલ છે, દ્વારકેશપાર્કમાં પાણી વેરાના બાકી માંગણા સામે સમ્પ કનેક્શન કપાત કરેલ છે. વોર્ડ નં-7માં પ્રમુખ સ્વામી આર્કેડમાં શોપ નંબર-અ-203 બાકી માંગણા સામે સીલ કરેલ છે, રાજ વિરાજ કોમ્પલેક્ષમાં 5-ઓફીસને બાકી માંગણા સામે સીલ કરેલ છે,

Visit Saurashtra Kranti Homepage here

ગુંદાવાડી મેઇન રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 90 હજાર રીકવરી., વોર્ડ નં-13માં ગોંડલ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 97 હજાર રીકવરી. વોર્ડ નં-15માં કોઠારિયા રીંગ રોડ પર આવેલ 3-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 1.81 લાખ રિકવરી. વોર્ડ નં-17માં 3-ઇન્ડસ્ટ્રીયલ યુનિટને બાકી માંગણા સામે જપ્તી ટાંચની નોટીસ આપેલ છે. વોર્ડ નં-18માં નેહરૂનગરમાં આવેલ 2-ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. 3.5 લાખ રિકવરી કરવામાં આવી હતી.

Read About Weather here

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ, વિવેક મહેતા તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા સાહેબ, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.(11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here