મહાનગરની ભાગોળે આવેલું એરપોર્ટ પોલીસ સ્ટેશન એટલે હપ્તાખોરીનું ઘર!

મહાનગરની ભાગોળે આવેલું એરપોર્ટ પોલીસ સ્ટેશન એટલે હપ્તાખોરીનું ઘર!
મહાનગરની ભાગોળે આવેલું એરપોર્ટ પોલીસ સ્ટેશન એટલે હપ્તાખોરીનું ઘર!

રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનીને પુરૂં થાય એ પહેલા તો ચારેતરફ દેશીદારૂનો ઘૂઘવતો દરિયો

બુટલેગરોના નામ સહિતની કર્મકુંડળી ખુલી ગયા છતાં પગલા લેવામાં એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફને કેમ રેલો આવે છે? ઉચ્ચ પોલીસ અધિકારીઓ હવે લાલઆંખ કરશે કે રાબેતા મુજબ ચોક્કસ ઢાંકપીછોડાના ખેલ થઇ જશે? ધમધમતા દેશીદારૂના દેશીદારૂના હાટડાઓથી પોલીસ બેખબર કે બેપરવાહ?

નવા એરપોર્ટના રન-વે આસપાસ આરામથી દેશીનો હાટડો માંડીને બેઠેલો બેફામ બુટલેગર!: શું હાટડાઓ બંધ કરાવવામાં પોલીસને બુટલેગરો દ્વારા અપાતા હપ્તાની શરમ નડે છે? પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ઝોન-1 ના નાક નીચે ચાલતા ગોરખધંધાની માહિતી શું ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચતી નથી કે પછી?!!

એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તાર ઈંગ્લીશ દારૂના કટિંગનું ‘સ્વર્ગ’ બની ગયો હોવાની ચારેતરફ ચર્ચા: બુટલેગરો પાસેથી જંગી પ્રમાણમાં મળતા બેરોકટોક બેફામ હપ્તાના પડદાથી ઢંકાઈ ગઈ છે એરપોર્ટ પોલીસ મથકની આંખ!!

વિના રોકટોક રાત-દિવસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જેવા અતિસંવેદનશીલ વિસ્તારને દારૂનું હબ બનાવી દેવાયું હોવા છતાં પોલીસ મથકની અતિશય ઘોર ગંભીર બેદરકારી, કોની કૃપાથી ક્યાં કારણે શા માટે ચાલવા દેવાઈ છે આવા ગોરખધંધા, એરપોર્ટ પોલીસ સ્ટેશન ક્યારે હપ્તાની ખાઈમાંથી બહાર નીકળશે?

કલ્પેશ, રણજીત, દિનેશ એ બધા નામો એટલે એરપોર્ટ પોલીસ મથક વિસ્તારોના કુખ્યાત બુટલેગરોના નામો છે છતાં પોલીસને જાણકારી ન હોવાનું અશક્ય: ગામડાઓમાં દેશીદારૂના બુટલેગરો, તમામ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ કરનારાઓને લીલાલહેર??!


રાજકોટ મહાનગર જેટલી ઝડપથી આર્થિક, વ્યાપારી અને વસ્તીની દ્રષ્ટિએ ચારેય દિશાઓમાં વિકસિત થઇ રહ્યું છે અને વિસ્તરી રહ્યું છે તેના કરતા પણ અનેક ગણું વધુ ઝડપથી મહાનગરમાં ગુનાખોર અને અનૈતિક પ્રવૃતિઓ પણ પાંગરી રહી છે, ફૂલીફાલી રહી છે અને વિસ્તરતી જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

ખુબ જ ડરામણી ઢબે ગુનાખોર તત્વોનો શિકંજો મહાનગરના જનજીવનને ચારેતરફથી ઘેરી રહ્યો હોય એવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું લોકોને દેખાઈ રહ્યું છે. ત્યારે આ શહેરની કમનશીબીએ છે કે, આવી તમામ ગેરકાનૂની અને અનૈતિક પ્રવૃતિઓ ડામી દેવાની અને અટકાવવાની જેમની જવાબદારી છે એ જવાબદાર તંત્રને એવો બેદરકારીનો લુણો લાગી ગયો છે જેના કારણે ગુનાખોર તત્વો દિવસે દિવસે બેફામ બની રહ્યા છે અને બેલગામ થઇ ગયેલા દેખાઈ છે. આજે વાત આપણે રાજકોટ શહેરની ભાગોળે આવેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનની કરીએ તો જાણકારો પાસેથી મળતી માહિતી જોઇને અને વાંચીને લોકો રીતસર છળી પડે એવી ગંભીર સ્થિતિ એ વિસ્તારોમાં આકાર પામી રહી છે. જાણકારો પાસેથી એવી હકીકતો મળી છે કે, જ્યાં રાજકોટ શહેરનું આંતરરાષ્ટ્રીય અતિઆધુનિક એરપોર્ટ નિર્માણ પામી રહ્યું છે એવા અતિસંવેદનશીલ વિસ્તારમાં દેશીદારૂના હાટડાઓ 24 કલાક માટે ધમધમી રહ્યા છે અને અતિશય ચોંકાવી દેનારી હકીકત એવી પ્રકાશમાં આવી છે કે, એરપોર્ટ વિસ્તારની આસપાસ અને બહાર તો ઠીક અંદર પ્રતિબંધિત વિસ્તાર એવા રન-વેની આસપાસમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ચાલુ કરવાની હદ સુધી બુટલેગરો પહોંચી ગયા છે.?! કહેવાય છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનના ગજવા છલોછલ કરી દેતા બુટલેગરો સમજે છે કે એમને ઉની આંચ આપવાની નથી કેમકે એરપોર્ટ પોલીસ સ્ટેશન બે વાતની કુખ્યાતિ ધરાવતું થઇ ગયું છે. એરપોર્ટ પોલીસ સ્ટેશન એટલે બેફામ હપ્તાખોરીનું ઘર બની ગયું છે. એટલું જ નહીં બુટલેગરોના ઈંગ્લીશ દારૂના કટિંગનું પણ ‘સ્વર્ગ’ બનીને રહી ગયું છે. !?

આ વિસ્તારની આસપાસની 18 થી વધુ ગામડા અને હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની આસપાસના રહેવાસીઓ માટે ન કહેવાય કે ન સહેવાઈ એવી પરિસ્થિતિ ઉભી થઇ ગઈ છે. અહીંની ત્રાહિત અને ત્રસ્ત જનતા કટાક્ષમાં એવું કહી રહ્યા છે કે, કદાચ આ બધી અનૈતિક પ્રવૃતિઓ શહેરથી દુર શહેરની ભાગોળે ચાલતી હોવાથી રાજકોટના પોલીસ કમિશનર, ડીસીપી ક્રાઈમ અને ડીસીપી ઝોન-1 ની નજર પડી નથી કે પહોંચી શકી નથી. અથવા તો એમના સુધી શિફ્ત પૂર્વક માહિતી પહોંચાડવામાં આવી નથી. જે હોય તે લોકો આક્રોશભેર કહી રહ્યા છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશન તો ઊંઘી રહ્યું છે પણ ઉચ્ચ અધિકારીઓએ તેમની આંખ ખોલવી જોઈએ. આવા હાટડાઓ ખુલ્લેઆમ, દિવસ-રાત ધમધમતા હોય, બુટલેગરોના નામ સહિતની કર્મકુંડળી હાથમાં આવી ગઈ હોય છતાં આવી પ્રવૃતિઓ પર લગામ મુકવાનું પગલું લેવાનું એરપોર્ટ પોલીસ સ્ટેશનને સુજે નહીં તો આમ જનતા બિચારી માથાના વાળ ખેંચવા સિવાય શું કરી શકે?

જાણકારોએ એવો રહસ્ય સ્પોટ પણ કર્યો છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનની આસપાસ અને તેની હદમાં કુલ 18 જેટલા ગામો આવેલા છે. અહીં દેશીદારૂના હાટડા સહિતની તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ વિના રોકટોક ચાલી રહી છે. એટલે સ્વાભાવિક છે કે, લાખોની મલાઈ આવા ગેરકાનૂની તત્વો પાસેથી મળતી હોવાથી એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા આવી પ્રવૃતિઓ તરફ આંખ મીચામણા કરી લેવામાં આવ્યા છે. જેના કારણે બુટલેગરો ફાટીને ધુમાડે ગયા છે.નવાઈ તો એ છે કે, રાજકોટ શહેરની પાદરમાં આટલા મોટાપાયે અનેક પ્રકારના ગેરકાયદેસર ધંધાઓના રીતસર હાટડા મંડાયા છે. જે બધાને નરી આંખે દેખાઈ છે. પણ ક્રાઈમ બ્રાન્ચ અને એલસીબીની આંખને આ ધંધા દેખાતા નથી જેનો સીધો અર્થ એ થયો કે, પોલીસની નાક નીચે ચાલતા આ ધંધાઓ બંધ કરાવવામાં પોલીસને શરમ નડી રહી છે અને હપ્તાની સાંકળોથી કહેવાતા લાંબા હાથ બંધાઈ ગયા છે. ગજવા ગરમ કરતા રહેતા આવા તત્વો તરફથી ધ્યાન હટાવીને અનૈતિક તત્વોને મોકળું મેદાન આપી દેવામાં આવ્યું છે.

એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશીદારૂના બુટલેગરો ખુલ્લેઆમ હાટડા ચલાવે છે. પણ પોલીસને ગંધસુધા આવતી નથી. આવા તત્વોના નામ પણ આખી કર્મકુંડળી પોલીસ પાસે છે. કલ્પેશ નામનો એક બુટલેગર તો અનેક જગ્યાએ આવા હાટડા ખોલીને બેઠો છે જ્યાંથી દિવસ-રાત દેશીદારૂનો બેફામ વેપલો થઇ રહ્યો છે. બામણબોરનું નવુંપરૂ નાથાભાઈની વાડી પાસે, જુના હીરાસર ગામ પાસે, કલ્પેશના દેશીદારૂના હાટડા ધમધમી રહ્યા છે. જયારે રણજીત નામનો બુટલેગર બામણબોર જીઆઈડીસી ઉત્કર્ષ કારખાના પાસે દેશીદારૂનું પીઠું માંડીને બેઠકો છે. કલ્પેશ નામના બુટલેગરે તો હદ વટાવીને એરપોર્ટની આસપાસ જ દેશીદારૂનો વેપલો ચાલુ કરી દીધો છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એ ખુબ સંવેદનશીલ વિસ્તાર ગણાય છે. એમાંય રન-વે પાસે તો એરપોર્ટના માન્ય સ્ટાફ સિવાય અન્ય તમામ માટે પ્રવેશબંધી હોય છે. અહીં બહારની કોઈ વ્યક્તિ હેરફેર કરી શકતી નથી. છતાં આવા વિસ્તારમાં એટલે કે, પ્રતિબંધિત વિસ્તારની પાસે પણ દારૂના હાટડા ચાલતા હોય ત્યારે એ કહેવું પડે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનની માયા અને મમતા વિના કોઈ બુટલેગર રન-વે પાસએ દારૂ વેચવાની કે બનાવવાની હિંમત કરી શકે નહીં.

પરંતુ એરપોર્ટ પોલીસ સ્ટેશનના તમામ જવાબદારો અને સ્ટાફની માયા અને મમતાની તો કોઈ હદ છે જ નહીં અને બુટલેગરો સાથે તો એમને ખાસ પ્રિત અને ઘરોબો બંધાઈ ગયા હોય તેમ આવા એક નહીં અનેક દેશીદારૂના બુટલેગરો અહીં ફૂલીફાલી રહ્યા છે અને ફાટીને ધુમાડે ગયા છે. બામણબોર નવાગામ ખાતે દિનેશ નામના બુટલેગરની બોલબાલા છે. અહીં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી કેમકે હપ્તાખોરીએ એમની આંખો બંધ કરી દીધી છે જેના કારણે કાયદાના લાંબા હાથ ટૂંકા થઇ ગયા છે. આવી રીતે એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઉદારીકરણ અને મમતાળુ સ્વભાવને કારણે પોલીસ સ્ટેશન હેઠળનો સમગ્ર વિસ્તાર ગેરકાયદે પ્રવૃતિઓનો હબ બની ગયો છે.

આ વિસ્તારમાં ખુલ્લેઆમ તમામ પ્રકારના ગેરકાયદેસરના ધંધાઓ ચાલી રહ્યા હોવાની માહિતી રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી નથી કે માહિતી પહોંચાડાતી હોવા છતાં ઉચ્ચ અધિકારીઓ કેમ એરપોર્ટ પોલીસ મથકનો કાન આમળતા નથી એ મુદ્દો અને સવાલ શહેરની જનતામાં ચર્ચાનો વિષય બન્યા છે.ઉચ્ચ અધિકારીઓની હાજરી, પુરતો સ્ટાફ અને સાધન સરંજામ, આધુનિક ટેકનોલોજીની મદદ છતાં રાજકોટની ભાગોળે ગુનાખોર તત્વો બેલગામ બની ગયા છે. તેનું રહસ્ય શું? લોકોમાં હવે જોરશોરથી બોલાઈ રહ્યું છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશનનો એક મંત્ર છે કે, વર મરો, ક્ધયા મરો પણ ગોરનું તરભાણું ભરો અને પછી જે મનમાં આવે તે કરો. આ ઉક્તિ પુરેપુરી સાર્થક કરી રહેલા અને બેફામ હપ્તાખોરીના હબ તથા ઈંગ્લીશ દારૂના કટિંગના સ્વર્ગ તરીકે વગોવાઈ ગયેલા એરપોર્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફને સીધો દૌર કરવા સીપી કે ડીસીપી ક્યારેક ત્રીજી આંખ ખોલે એવી અપેક્ષામાં આ વિસ્તારના સભ્ય નાગરિકો દિવસો પસાર કરી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓની આંખ લાલ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Read About Weather here

હવે જોવાનું રહે છે કે, એરપોર્ટ પોલીસ સ્ટેશન અને અપરાધ જગત વચ્ચે મમતા અને સ્નેહની જે ગાંઠ બંધાઈ ગઈ છે તે ગાંઠ ખોલવાનો રાજકોટના સક્ષમ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સફળતા મળે છે કે કેમ એ આવનારા દિવસોમાં સ્પષ્ટ થઇ જવાની આશા રાખવામાં આવે છે. અત્યારે તો જે વાતાવરણ છે તે દર્શાવે છે કે, તમામ પ્રકારના ગેરકાનૂની ધંધાર્થીઓ માટે અત્યારે તો એરપોર્ટ પોલીસ સ્ટેશન મમતાના આવાસ જેવું બન્યું છે. માં કદી દીકરાને વઢે નહીં એ રીતે હપ્તાખોરીની ઊંડી ખાઈમાં ગરક થઇ ગયેલું આ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર પોલીસની તમામ બ્રાન્ચને શરમજનક સ્થિતિમાં મૂકી ચુક્યું છે એ હકીકત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here