મસાલા માર્કેટમાં 17 કિલો ફૂગવાળા મરચાનો નાશ કરાયો

મસાલા માર્કેટમાં 17 કિલો ફૂગવાળા મરચાનો નાશ કરાયો
મસાલા માર્કેટમાં 17 કિલો ફૂગવાળા મરચાનો નાશ કરાયો
મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગ્રીનલેન્ડ ચોકડી તથા પેડક રોડ વિસ્તારમાં આવેલ મોગલ મસાલા માર્કેટ, મેલડી મસાલા માર્કેટ, માં શક્તિ મસાલા માર્કેટમાં મસાલાનું વેચાણ કરતાં વિક્રેતાઓની સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ કરતાં મરચાં પાવડર, હળદર ધાણા, ધાણી, જીરું, ધોલર મરચું, કાશ્મીરી મરચું, રેશમપટ્ટો મરચાના કુલ 12 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. જે પૈકી કુવાડવા રોડ, ડી માર્ટ પાસે આવેલ મોગલ મસાલા માર્કેટમાં ચકાસણી કરતાં 17 કિલો જેટલો સડેલા,ફૂગવાળા મરચાં જોવા મળેલ જેનો સ્થળ પર નાશ કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે બોલબાલા માર્ગ પર 16 ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ કરતાં ઠંડાપીણાં, શેરડીનો રસ, દૂધ, ઘી, મીઠાઇ તથા વપરાશમાં લેવાતા ખાધ્ય તેલ ના કુલ 23 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ચકાસણી કરેલ. શ્રી રામ સ્વીટ ફરસાણ, ક્રિષ્ના જાંબુ, રંગીલા રસ ડેપો, બાલાજી રસ સેન્ટર, રજવાડી કોલ્ડ્રિંક્સ, શ્રી નાથજી ડેરી આઈસ્ક્રીમ, શીવ શેરડીનો રસ, શિવમ ડેરી ફાર્મ, તિરૂપતી ડેરી ફાર્મ, બાલાજી ફરસાણ, વિવેક કોલ્ડ્રિંક્સ મોમઇ રસ, સોનલ શેરડી રસ, બાલાજી રસ સેન્ટર, ખોડિયાર કોલ્ડ્રિંક્સ અને સંતોષ સિઝન સ્ટોર દ્વારા વેંચાણ કરાતી ખાદ્ય ચીજોની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ
ધાણા જીરું પાવડર (લુઝ), હળદર (આખી – લુઝ), કેશર શિખંડ (લૂઝ) લાલ મરચાંની ચટણી (લૂઝ) ના નમુના લેવામાં આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને પેડક રોડ, પર આવેલ આઈ શ્રી ખોડિયાર એન્ટરપ્રાઇઝ (સન્ની પાજી દા ધાબા) માં સ્થળ તપાસ કરેલ તેમજ ફ્રિજમાં સંગ્રહ કરેલ વાસી દાલ મખની, રાંધેલા ભાત, કાપેલ ડુંગળી સબ્જી, મંચુરિયન, બાફેલા નૂડલ્સ મળી ને કુલ 12કિલો અખાધ્ય ચીજોનો સ્થળ પર નાશ કરી, ખાધ્ય ચીજોના સંગ્રહ, જાળવણી તેમજ હાઇજિનિક કંડીશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવેલ

Read About Weather here

મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને રેલ્વે સ્ટેશન સામે, જંકશન મેઇન રોડ પર આવેલ અમૃત રેસ્ટોરન્ટમાં સ્થળ તપાસ કરેલ તેમજ તૈયાર રાંધેલા ખોરાકના સંગ્રહ, જાળવણી બાબતે તેમજ હાઇજિનિક કંડીશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવેલરાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને 9-ભક્તિનગર સ્ટેશન પ્લોટ પર આવેલ મનોહર સમોસામાં સ્થળ તપાસ કરેલ તેમજ પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા, ઉપયોગમાં લેવાતા ખાદ્યતેલનો પ્રકાર દર્શાવતુ બોર્ડ લગાવવા તેમજ ફૂડનો પરવાનો મેળવવા બાબતની નોટીસ આપવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here