મસાલા માર્કેટમાં ચેકિંગ: 31 વેપારીનાં મસાલાની ચકાસણી

મસાલા માર્કેટમાં ચેકિંગ: 31 વેપારીનાં મસાલાની ચકાસણી
મસાલા માર્કેટમાં ચેકિંગ: 31 વેપારીનાં મસાલાની ચકાસણી

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગની ટીમ નાના મૌવા રોડ પર ત્રાટકી
રામનાથપરા અને સંતકબીર રોડ પર ઠંડાપીણાનાં 19 ધંધાર્થી પાસેથી 25 નમુના લઈને સ્થળ પર જ ચકાસણી કરાઈ
સોરઠીયાવાડી સર્કલ પાસે વિલિયમ જોન્સ પીઝામાં દરોડો પાડીને 6 કિલો વાસી ખાદ્યચીજોનો નાસ કરી નોટીસ ફટકારાઈ

રાજકોટમાં ઉનાળાનાં આરંભ સાથે જ મરચા, હળદળ, ધાણા-જીરું જેવા મસાલાની વિશાળ માર્કેટો નાના મૌવા સર્કલ સહિતનાં સ્થળોએ ધમધમવા લાગી છે. ત્યારે તેમાં ભેળસેળ કરીને જનઆરોગ્ય સાથે ચેડાં થવાની શક્યતાનાં પગલે મહાપાલિકાનાં ફૂડ વિભાગની ટીમ એક્શન- મોડમાં આવી ગઈ છે.રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે નાના મૌવા મેઇન રોડ વિસ્તારમાં આવેલ શ્રીરામ મસાલા માર્કેટ તથા ઉમિયાજી મસાલા માર્કેટમાં મસાલાનું વેંચાણ કરતાં ધંધાથીર્ર્ઓની સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કુલ 31 ફુડ ધંધાર્થીઓ દ્વારા વેંચાણ કરાતાં મસાલાના 55 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત રામનાથપરા તથા સંતકબીર રોડ પર ઠંડાપીણાંનું વેંચાણ કરતાં કુલ 19 વેપારીઓની સ્થળ તપાસ કરી 25 નમૂનાની સ્થળ પર પીએચ વેલ્યુની ચકાસણી કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે મસાલાની ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં (1) રાધે ક્રિષ્ના મસાલા ભંડાર (2) જલિયાણ મસાલા ભંડાર (3) વ્રજ મસાલા (4) ઓમ નારાયણ મસાલા ભંડાર (5) જય અંબે મસાલા (6) ગીરીરાજ સીઝન સ્ટોર (7) ઉમિયા મસાલા ભંડાર (8) બાપા સીતારામ મસાલા ભંડાર (9) ઓમ માં મસાલા ભંડાર (10) જલિયાણ મસાલા ભંડાર (11) સત દેવીદાસ અમર દેવીદાસ મસાલા ભંડાર (12)જલારામ મસાલા (13)ગીરીરાજ મસાલા (14)રામ મસાલા માર્કેટ (15) જય ઠાકર મરચા ભંડાર (16) બાપાસીતારામ મરચા ભંડાર (17) રાધે ક્રિષ્ના મરચા ભંડાર (18) શ્રી રામ મરચા ભંડાર (19) શિવ મરચા ભંડાર (20) બિલેશ્ર્વર મહાદેવ મરચા ભંડાર (21) જય રખાદાદા મરચા ભંડાર (22) ગણેશ મરચા ભંડાર (23) ડાયરેક્ટ ખેડૂત મરચા ભંડાર (24) શક્તિ મરચા ભંડાર (25) ભગવતી મરચા ભંડાર (26) શ્રી રામ મસાલા ભંડાર (27) રામેશ્વર મસાલા (28) ભારત મસાલા (29) શ્રી નાથજી મસાલા (30) શ્રી રામ મરચા ભંડાર (31) કેશુભાઈ મરચાવાળાની સ્થળ પર તપાસ કરાઈ હતી.

Read About Weather here

જયારે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ઠંડાપીણાંની ચકાસણી કરેલ ધંધાથીર્ર્ઓમાં (1) મોમાઈ પાન કોલ્ડ્રીંકસ (2) ચામુંડા પાન કોલ્ડ્રીંકસ (3) સદગુરૂ કોલ્ડ્રીંકસ (4) બજરંગ પાન કોલ્ડ્રીંકસ (5) આશાપુરા પાન કોલ્ડ્રીંકસ (6) શ્રીધર ડ્રિંક્સ (7) સદગુરૂ ડ્રિંક્સ (8) સાધના ડ્રિંક્સ (9) આપા ડિલક્ષ પાન કોલ્ડ્રીંકસ (10) નીર કોલ્ડ્રીંકસ (11) મનમીત કોલ્ડ્રીંકસ (12) જયમંદિર કોલ્ડ્રીંકસ (13) બ્રહ્માણી કોલ્ડ્રીંકસ (14) અંકુર કોલ્ડ્રીંકસ (15) ન્યુ ચામુંડા પાન કોલ્ડ્રીંકસ (16) રામેશ્વર પાન કોલ્ડ્રીંકસ (17) જય દ્વારિકાધીશ કોલ્ડ્રીંકસ (18) મોમાઈ પાન કોલ્ડ્રીંકસ (19) સંગમ કોલ્ડ્રીંકસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ઓનલાઈન ફરિયાદના અનુસંધાને સોરઠિયાવાડી સર્કલ પાસે, 80 ફૂટ રોડ પર આવેલ વિલિયમ જોન્સ પિઝા માં સ્થળ તપાસ કરી હતી. જેમાં સંગ્રહ કરેલ 6 કિલો વાસી ખાધ્ય ચીજો મળી આવતા સ્થળ પર નાશ કરી, ખાધ્ય ચીજોના સંગ્રહ, જાળવણી તેમજ હાઇજિનિક કંડીશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here