મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર

મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
મવડીના ધરમનગરમાં જીવલેણ હુમલો કરવાના ગુન્હામાં આરોપીના જામીન મંજુર
મવડી વિસ્તારમાં આવેલા ધરમનગરમાં રહેતા યુવકનું અપહરણ, હુમલો અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના ગુનામાં જેલ હવાલે રહેલા મુખ્ય આરોપીને જામીન મુક્ત કરવા અદાલતે આદેશ કર્યો છે.આ કેસની હકીકત મુજબ મવડી વિસ્તારમાં આવેલા ધરમનગરમાં રહેતા રાહુલભાઈ નરસિંહભાઈ બોરીચા નામનો યુવાન રેલનગરમાં હતો

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે આરોપી પ્રિતેશ ઉર્ફે દીકુ અલ્પેશભાઈ ગોટેચા સહિતના શખ્સોએ રાહુલ બોરીચાનું કારમાં અપહરણ કરી લોધિકા પાસે આવેલી વાડીમાં લઈ જઇ છરી અને ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો અને આરોપી પ્રીતેશ ઉર્ફે દિકુ ગોટેચાએ રૂ.1.50 લાખની ખંડણી માંગી હતી યુવકનું અપહરણ કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર મારવાના ગુનામાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

Read About Weather here

જેલ હવાલે રહેલા મુખ્ય આરોપી પ્રીતેશ ઉર્ફે દિકુ ગોટેચાએ જામીન મુકત થવા પોતાના એડ્વોકેટ મારફતે જામીન અરજી કરી હતી જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષના વકીલોની રજૂઆત અને દલીલોના અંતે જીવલેણ હુમલો અને એટ્રોસિટીના ગુનામાં જેલ હવાલે રહેલા આરોપી પ્રીતેશ ઉર્ફે દીકુ ગોટેચાને અદાલતે આરોપીને રૂ.20 હજારના રેગ્યુલર જામીન પર મુકત કરવા આદેશ કર્યો છે.આ કેસમાં આરોપી વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી અને વૈભવ બી. કુંડલીયા રોકાયા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here