મલયાલમ એક્ટર એનડી પ્રસાદની આત્મહત્યા

મલયાલમ એક્ટર એનડી પ્રસાદની આત્મહત્યા
મલયાલમ એક્ટર એનડી પ્રસાદની આત્મહત્યા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પ્રસાદનાં બાળકોએ પિતાની લાશ જોઈ હતી અને આસપાસના લોકોને કહ્યું હતું. લોકપ્રિય મલયાલમ એક્ટર એનડી પ્રસાદે 43 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી. તેની લાશ કોચીની નજીક કલામસ્સેરી સ્થિત ઘરની બહાર ઝાડ પર લટકતી મળી આવી હતી. પરિવારમાં પત્ની ને બે બાળક છે. પોલીસે કહ્યું હતું કે પ્રસાદે માનસિક તણાવ તથા પારિવારિક મુદ્દાને કારણે આત્મહત્યા કરી છે. પ્રસાદની પત્ની છેલ્લા કેટલાક મહિનાથી અલગ રહેતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ જ કારણે તે માનસિક સ્ટ્રેસમાં હતો. પોલીસે કહ્યું હતું કે આત્મહત્યા કરી એ પહેલાં તે ઘણો જ ઉદાસ હતો.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પ્રસાદ પર અનેક કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેની પર ડ્રગ્સ રાખવાનો પણ આરોપ હતો. ગયા વર્ષે એર્નાકુલમ આબકારી સર્કલે દરોડા પાડ્યા ત્યારે પ્રસાદની ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી હતી.

Read About Weather here

પ્રસાદને મલયાલમ ઇન્ડસ્ટ્રીમાં ‘એક્શન હીરો બીજુ’ ફિલ્મમાં વિલનના રોલથી ઓળખ મળી હતી. આ ફિલ્મને એબ્રિડ શાઇને ડિરેક્ટ કરી હતી. હાલમાં જ આ ફિલ્મની સિક્વલની જાહેરાત કરવામાં આવી હતી. પ્રસાદે આ ઉપરાંત ‘ઈબા’ તથા ‘કરમાની’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે. દરોડા દરમિયાન પ્રસાદ પાસેથી 2.5 ગ્રામ હશીશ ઓઇલ, 0.1 ગ્રામ બ્યૂપ્રેનોર્ફિન, 15 ગ્રામ ગાંજો તથા ચાકુ હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here