મર્ડર મિસ્ટ્રીમાં ઘટસ્ફોટ

મર્ડર મિસ્ટ્રીમાં ઘટસ્ફોટ
મર્ડર મિસ્ટ્રીમાં ઘટસ્ફોટ
જાન્યુઆરીમાં ઇટાલીની 26 વર્ષીય પોર્ન એક્ટ્રેસ ચાર્લોટ એન્જીની હત્યા થઈ હતી. મોતના બે મહિના બાદ હવે એક્ટ્રેસની હત્યાનો ઘટસ્ફોટ થયો છે. એન્જીની હત્યા 43 વર્ષીય બિઝનેસમેન તથા ફૂડ બ્લોગરે કરી હતી.’ધ વીક’ના અહેવાલ પ્રમાણે, પોલીસને રસ્તા પરથી કચરાની થેલીમાંથી એક્ટ્રેસની ક્ષતવિક્ષત લાશ મળી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્જીની હત્યા હથોડો મારીને કરવામાં આવી હતી. મંગળવાર, 29 માર્ચના રોજ પોલીસે ડેવિડની ધરપકડ કરી હતી. ડેવિડ એન્જીનો પડોશી છે.ડેવિડે પોલીસ પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. તેણે કહ્યું હતું કે જાન્યુઆરીમાં તેણે એન્જીની હત્યા કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

હત્યા બાદ તેણે લાશને ફ્રીઝરમાં મૂકી હતી. એક મહિના બાદ ડેવિડે ફ્રીઝરમાંથી લાશ કાઢી હતી અને ત્યાર બાદ એના ટુકડા કરીને સળગાવી દીધા હતા. ડેવિડે લાશના અંદાજે 15 ટુકડા કર્યા હતા. પછી કચરાની થેલીમાં પેક કરી દીધા હતા. આ કચરાની થેલી અંતરિયાળ વિસ્તારમાં રસ્તા પર ફેંકી દીધી હતી. એવું કહેવામાં આવે છે કે પોલીસ તપાસમાં ડેવિડે કહ્યું હતું કે રોમેન્ટિક ડેટ દરમિયાન તેણે અકસ્માતે એન્જીની હત્યા કરી નાખી હતી.એન્જી મિલાનના લોમ્બાર્ડીમાં રહેતી હતી. કોવિડ 19 પહેલાં એન્જી પર્ફ્યૂમની દુકાનમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી.

Read About Weather here

જોકે કોરોનાને કારણે તેણે પોતાનું પ્રોફેશન બદલવું પડ્યું હતું અને તે પોર્નોગ્રાફી ઇન્ડસ્ટ્રીમાં આવી હતી. તે પોર્ન ફિલ્મમાં કામ કરતી હતી.એન્જી 11-13 માર્ચની વચ્ચે યોજાનારા ઇરોટિક ફેસ્ટિવલમાં પર્ફોર્મ કરવાની હતી. જોકે તે ફેસ્ટિવલમાં આવી નહોતી. તેના એક ચાહકને શંકા ગઈ હતી અને તેણે પોલીસને માહિતી આપી હતી. પોલીસે ત્યાર બાદ એન્જીની તપાસ કરી હતી અને પછી તેની લાશ મળી આવી હતી. ફોરેન્સિકની તપાસમાં એ વાત સામે આવી હતી કે મહિલાના શરીર પર 11 ટેટૂ હતાં. પોલીસે લાશના વિવિધ ફોટોગ્રાફર્સ ન્યૂઝપેપરમાં પ્રકાશિત કર્યા હતા. હત્યા કર્યા બાદ ડેવિડ એન્જીનો ફોન વાપરતો હતો. તે બધાને એન્જી બનીને જ રિપ્લાય કરતો હતો અને તેથી જ બે મહિના સુધી કોઈને ખબર ના પડી કે એન્જી હવે આ દુનિયામાં નથી.ફોટોઝમાં રહેલા એક ટેટૂ પરથી ચાહકે એન્જીની લાશને ઓળખી બતાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here