મને કોઈ દિવસ ફિલ્ડીંગ કરવાનો મોકો જ મળ્યો નથી: મુખ્યમંત્રી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા આઈપીએલ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના સુકાની, કોચ અને ટીમને મુખ્યમંત્રી નિવાસે આમંત્રિત કરી ગુજરાતની જનતા વતી ભાવપૂર્ણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી અને ખેલાડીઓ વચ્ચે ખૂબ રસપ્રદ વાર્તાલાપ થયો હતો. તમામ ખેલાડીઓનાં હસ્તાક્ષરવાળું બેટ ગુજરાતની ટીમે મુખ્યમંત્રીને ભેટ આપ્યું. ત્યારે હળવીશૈલીમાં ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આપણને તો ફિલ્ડીંગ કરવાનો કોઈ દિવસ મોકો મળ્યો નથી. તેમણે ફાઈનલ મેચની રોમાંચક પળો વિશે ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી અને બાળપણમાં ક્રિકેટ રમવાના પોતાના સંસ્મરણ તાજા કર્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્યમંત્રીએ પાટણના પરંપરાગત પટોળાની ભેટ આપી ખેલાડીઓનું સ્વાગત કર્યું હતું. ટીમનું અભિવાદન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત ટાઈટન્સ ટીમે ડેબ્યુ ટુર્નામેન્ટમાં વિજેતા બની સહુ ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતની ટીમને વિજેતા બનતા જોઇને દરેક ગુજરાતીની છાતી ગર્વથી ફૂલી જાય એવો માહોલ ફાઈનલમાં સર્જાયો હતો. મુખ્યમંત્રીને ભેટ અપાયેલા બેટની હરરાજીમાંથી થનારી આવક રાજ્યમાં ક્ધયા કેળવણી માટે વાપરવામાં આવશે.

Read About Weather here

સુકાની હાર્દિક પંડ્યાએ જીત પાછળનો સફળતા મંત્રી વર્ણવતા કહ્યું હતું કે, વિશ્વનાં સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં 1 લાખથી વધુ ગુજરાતી પ્રેક્ષકોએ ઉત્સાહ વધાર્યો. તેનાથી ખેલાડીઓને એક અલગ ઉર્જા મળી હતી. ટીમનાં કોચ આશિષ નહેરા, વાઈસ કેપ્ટન રાશીદ ખાન, શુબમાન ગીલ અને શાહા વગેરે ખેલાડીઓએ ગુજરાતી ખાન-પાન, મહેમાનગતિ અને ગુજરાતી પ્રેક્ષકોનાં ઉત્સાહની ભારે પ્રશંસા કરી હતી. ગીલે મુખ્યમંત્રીને કહ્યું હતું કે, મને થેપલા અને ખીચડી બહુ ભાવ્યા છે. આ રસપ્રદ મુલાકાતમાં રાજ્યનાં યુવા અને રમત- ગમત મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય અગ્ર સચિવ કૈલાશ નાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આર.જે.ધ્વનિતે મોડરેટરની ભૂમિકા ભજવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here