મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…

મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…
મનપા કે હસીન સપને: 3 સ્માર્ટ ટોઇલેટ સાચવી નથી શકાતાને નવા 10ની બજેટમાં જોગવાઇ…

પદાધીકારીઓ દ્વારા મોટી મોટી જાહેરાતો કરાયા બાદ ધુળ ખાતી અનેક યોજનાઓ!: ટોઇલેટ પાછળ લાખો ખર્ચ કરીને કોઇ મેન્ટેનેસ જ નહીં

લોકોની સુવિધા માટે મુકવામાં આવેલ ટોઇલેટ બંધ અવસ્થામાં: અધીકારીઓ અજાણ??

હજુ તો શહેરમાં રૂ. 200 લાખનાં ખર્ચે શહેરમાં જુદા- જુદા સ્થળોએ મોડર્નાઈઝડ ટોઇલેટ બનાવવામાં આવનાર છે તો શું તેની પણ આ જ સ્થિતી થશે??: લોકોમાં અવનવી ચર્ચાઓ

રાજકોટ મનપાની વિકાસની ગતી ખુબ જ ઝડપી રહી છે માટે જ અવનવી યોજનાઓ અને વિકાસ કર્યો શહેરમાં થતા રહે છે. અને દર વર્ષ બજેટમાં પણ કંઇ નવી યોજના ઉમેરીને શહેરીજનોને હંમેશા ખુશ રાખવાનો પ્રયત્ન કરતી હોય છે.

તે રીતે શહેરીજનોની સુવિધા માટે શહેરમાં રેસકોર્સ સંકુલમાં 2 તથા ત્રિકોણબાગ સિટી બસસ્ટોપ પાસે 1 એમ કુલ 3 ઈ-ટોઇલેટ કાર્યરત કરાયા હતા. પણ સમય જેમ જેમ વીતતો ગયો તેમ થોડા જ સમયમાં આ ત્રણેય ટોઇલેટ બંધ થઇ ગયા અને મનપા તેના વિશે અજાણ હતી. ત્યા સુધી તો ઠીક પરંતુ આ ત્રણેય જેવા બીજા 10 ઈ-ટોઇલેટ મુકવામા આવશે તેવી પણ બજેટમાં જાહેરાત કરી દેવામાં આવી પણ પહેલા આ ત્રણ છે તેનો તો સાચવો આવી સલાહ શહેરીજનો દ્વારા મનપાને મનોમન અપાઇ રહી છે.

મનપાના હંમેશા હસિન સપનાઓ જ રહ્યા છે. જુનુ કામ પુરૂ થયુ નથી હોતુ ને નવી મોટી મોટી જાહેરાતો કરીને હંમેશા શહેરીજનોને રાજી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

તે જ રીતે હયાત ત્રણ ઇ ટોઇલેટની સાર સંભાળ લઇ શકાતી નથી તો આમાં નવા 10 બનાવવામાં આવશે તેની સાર સંભાળ કોણ લેશે કે તે પણ આની જેમજ પછી ધુળખાતા થઇ જશે તેવુ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને આગામી દિવસોમાં ઇ-ટોઇલેટની સારસંભાળ લેવામાં આવે અને ફરીથી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.(4)


-:બજેટની જોગવાઇ પર એક નજર:-

શહેરીજનોની સુવિધા માટે શહેરમાં રેસકોર્સ સંકુલમાં 02 તથા ત્રિકોણબાગ સિટી બસસ્ટોપ પાસે 01 એમ કુલ 03 ઈ-ટોઇલેટ કાર્યરત છે. શહેરનાં ગીચ વિસ્તારોમાં પબ્લિક ટોઇલેટની સુવિધા નહીવત છે અને સામાન્ય રીતે આ વિસ્તારો વ્યાપારિક હોય ત્યાં આવતા લોકોની સુવિધા માટે જુદા-જુદા સ્થળોએ 10 ઈ-ટોઇલેટ મુકવામાં આવશે. આ માટે આગામી વર્ષ રૂ.100 લાખની બજેટ જોગવાઈ કરવામાં આવેલ છે.

હાલ રાજકોટમાં વિવિધ સ્થળે પે એન્ડ યુઝ ટોઇલેટ સેવા ઉપલબ્ધ છે. રાજકોટમાં ભળેલા નવા વિસ્તારોમાં તેમજ જુના એરિયામાં આવશ્યકતા અનુસાર નવા પે એન્ડ યુઝ ટોઇલેટ બનાવવા વિચારણા કરાશે. હાલ શહેરમાં 137 પે એન્ડ યુઝ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ છે અને આગામી 10 સ્થળે બનાવવાનું આયોજન છે. આ ઉપરાંત રૂ. 200 લાખનાં ખર્ચે શહેરમાં જુદા- જુદા સ્થળોએ મોડર્નાઈઝડ ટોઇલેટ બનાવવામાં આવનાર છે.


જૂઓ મનપાના જન સુવિધાની હાલત…

રાજકોટ: રાજકોટ મનપા દ્વારા શહેરીજનોને સુવીધા મળી રહે તે હેતુસર હાલ શહેરમાં 137 પે એન્ડ યુઝ ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ છે. આ તમામ ટોઇલેટમાંથી હાલમાં કેટલા સારી સ્થિતીમાં છે તેનાથી મનપા અજાણ છે.

Read About Weather here

મનપા દ્વારા એક વખત ટોઇલેટ ચાલુ કરી દેવામાં આવે છે બાદમાં તેની સાર સંભાળ લેવામાં ન આવતી હોવાની ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે. તેનુ તાજુ ઉદાહરણ પણ સામે આવી જ ગયું છે.

શહેરના હોસ્પિટલથી મોચી બજાર જવાવાળા વિસ્તારમાં જન સુવિધા પે એન્ડ યુઝ ટોઇલેટ આવેલુ છે તેની હાલત હાલમાં અંત્યત દયનીય બની ગઇ છે. આ તમામ અંગે મનપાને જાણે કોઇ માહિતી છે જ નહીં અને મનપા જાણે તેની સાર સંભાળ રાખવામાં ઉણી ઉતરી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here