મનપાનું જનરલ બોર્ડ 15 મિનિટમાં પૂરૂ!

મનપાનું જનરલ બોર્ડ 15 મિનિટમાં પૂરૂ!
મનપાનું જનરલ બોર્ડ 15 મિનિટમાં પૂરૂ!

પહેલી જ વખત પ્રશ્ર્નોતરી કલાક વગર મનપાની બેઠક યોજાઈ
15 લાખથી વધુ વસ્તીવાળા શહેરની
રૈયામાં હોસ્પિટલનાં હેતુ માટેનાં પ્લોટ નં.407 નો હેતુફેર કરવાની દરખાસ્ત નામંજુર: પ્લોટ અંગેની માંગણી પૂરી થતા વિપક્ષી કોંગ્રેસનાં સભ્યોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો
હાજરી પૂરવા ટોળે વળ્યા કોર્પોરેટરો !
મનપાની સાધારણ સભાની બેઠકમાં મ્યુ.કમિશનર અમિત અરોરા હાજર ન હતા: સ્ટેન્ડિંગનાં ચેરમેન પુષ્કર પટેલ સહિત ભાજપનાં પાંચ સભ્યો ગેરહાજર: કોંગ્રેસનાં તમામ 4 સભ્યોએ હાજરી આપી

રાજકોટ મહાનગરપાલિકાની સાધારણ સભાની આજે યોજાયેલી દ્વિ-માસિક મિટિંગ મનપાનાં ઈતિહાસમાં પહેલીવાર પ્રશ્ર્નોતરી કલાક વગર જ યોજવામાં આવી હતી. જેના કારણે પાંચ દરખાસ્તો અંગે ફટાફટ નિર્ણય લઈને 15 મિનિટમાં સાધારણ સભાની કાર્યવાહી આટોપી લેવામાં આવી હતી. આજે લેવાયેલા મહત્વનાં નિર્ણય રૂપે મનપાની આખરી નગર રચના યોજના નં.4 રૈયાનાં હોસ્પિટલનાં હેતુ માટે અનામત પ્લોટ નં. 407 નો હેતુફેર કરવાની દરખાસ્ત નામંજુર કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્લોટનાં વાણિજ્ય વેચાણ માટે હેતુફેર સામે કોંગ્રેસ એ ચલાવેલ લડત સફળ થઇ હતી અને આ રીતે આ વિવાદાસ્પદ હેતુફેર નિર્ણય રદ કરાવીને કોંગ્રેસે નૈતિક વિજય મેળવ્યો છે.
આજની સામાન્ય સભા માત્ર 15 મિનિટમાં પૂરી થઇ ગઈ હતી. મ્યુ.કમિશનર અમિત અરોરા કોઈ કારણસર હાજર રહી શક્યા ન હતા. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કર પટેલ અને જયમીન ઠાકર કોરોના ગ્રસ્ત હોય એમણે હાજર રહેવામાંથી મુકતી માંગી હતી અને સભામાં હાજર રહ્યા ન હતા. ભાજપનાં અન્ય ત્રણ સભ્યો જયાબેન ડાંગર, શ્રીમતિ ભારતીબેન પાડલીયા અને શ્રીમતી આશાબેન ઉપાધ્યાય પણ હાજર રહ્યા ન હતા. કોંગ્રેસનાં તમામ 4 સભ્યો હાજર હતા. આ રીતે 72 સભ્યોનાં બોર્ડમાં 67 સભ્યોએ હાજરી આપી હતી.

અરજન્ડ બિઝનેસ દરખાસ્તમાં મેડીકલ ઓફિસર ઓફ હેલ્થની ખાલી જગ્યા અને સીટી એન્જીનિયરની જગ્યા પર નિમણુંક કરવા અંગે સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. ઓફિસર્સ સિલેકશન કમિટીનાં ઠરાવો મુજબ નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું. એ જ રીતે કુલ પાંચ દરખાસ્તો પૈકી ચાર મંજુર કરવામાં આવી હતી. એફોરડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષની કામગીરી કરવા અંગેની દરખાસ્ત 63 વિરુધ્ધ 4 મતે બહુમતીથી પસાર કરવામાં આવી હતી.

છેલ્લા થોડા સમયથી વિવાદમાં આવેલા સાધુવાસવાણી રોડ પરનાં ટીપી નં.4 રૈયાનાં કિંમતી પ્લોટ નં.407 ને હેતુફેર કરીને વાણિજ્ય વેચાણ માટે મુકવાની દરખાસ્ત મૌખિક મતદાનથી એકી અવાજે નામંજુર કરવામાં આવી હતી. હાલ તુરંત અહીં કોઈ હોસ્પિટલ બનાવવાની નથી પણ હોસ્પિટલ હેતુ માટે જ આ પ્લોટ અનામત રાખવામાં આવશે. હેતુફેર કરવા માટેની મ્યુ.કમિશનરે રજૂ કરેલી દરખાસ્ત આ રીતે સામાન્ય સભામાં નામંજુર કરવામાં આવી હતી.

અન્ય મહત્વની દરખાસ્ત પૈકી ગુજરાત સરકારે સૂચવેલ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિની રચના કરવા અંગેની દરખાસ્ત અને વોર્ડ નં. 6 માં શીતળા માતાનાં મંદિર પાંજરાપોળ પાસે આવેલ સુલભ શૌચાલય દૂર કરવા અંગેની દરખાસ્ત પણ સામાન્ય સભામાં સર્વાનુમતે મંજુર કરવામાં આવી હતી. રૈયા પ્લોટ નં. 407 નાં હેતુફેરની દરખાસ્ત નામંજુર થયા બાદ મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, અત્યારે હોસ્પિટલ બનાવવાની કોઈ યોજના નથી પણ ભવિષ્યમાં એ અંગે વિચાર કરવામાં આવશે.

રાજકોટ મનપા આ પ્લોટ પર મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવે એ માટે વિપક્ષનાં નેતા શ્રીમતી ભાનુબેન સોરાણીએ જે અરજન્ટ બિઝનેસ દરખાસ્ત મૂકી હતી. તે અંગે મેયરે ઉપર મુજબ ટૂંકો જવાબ આપ્યો હતો. કોંગ્રેસનાં સભ્યો, કોર્પોરેટરો અને આગેવાનોએ રૈયાનાં પ્લોટ અંગેની પક્ષની માંગણીનો સ્વીકાર થતા ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પહેલા મનપાનાં પરિસરની અંદર ફટાકડા ફોડવાની કોશિશ કરી હતી.

Read About Weather here

પરંતુ હાજર સિક્યુરીટી સ્ટાફે મનાઈ કરતા થોડીવાર ધક્કા મુક્કી પણ થઇ હતી. છેવટે મનપા બિલ્ડીગની બહાર જઈને ફટાકડા ફોડવામાં આવ્યા હતા. પ્રશ્ર્નોતરી કલાક રદ થયો હોવાથી જે કોઈ સભ્યોએ પ્રશ્નો રજુ કર્યા છે. એમને લેખિત જવાબ મોકલી આપવામાં આવશે. એવું દર્શાવતા મેયરે જણાવ્યું હતું કે, શાસક પક્ષનાં સભ્યો અને વિપક્ષી સભ્યોને વિશ્વાસમાં લઈને કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી આ વખતે પ્રશ્ર્નોતરી કલાક આજની સભા પુરતો રદ કરવાનો સર્વ સંમતિથી નિર્ણય લેવાયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here