મનપાની સ્ટેન્ડિંગમાં 10.31 કરોડના વિકાસના કામો મંજૂર

મનપાની સ્ટેન્ડિંગમાં 10.31 કરોડના વિકાસના કામો મંજૂર
મનપાની સ્ટેન્ડિંગમાં 10.31 કરોડના વિકાસના કામો મંજૂર

શહેરને હરિયાળું બનાવા ગો ગ્રીન યોજનાનો અમલ

આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા તેમજ સ્ટેન્ડિંગ સમિતીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મહાનગર પાલિકાના કચેરીમાં પ્રથમ માળે આવેલ સ્ટેન્ડિંગ કમિટીની રૂમમાં સ્ટેન્ડિંગ ચેરમેન તથા સભ્યોની એમ મીટીંગમાં 10.31 કરોડનાં વિકાસના કામોને મંજુરી આપવામાં આવી છે. કુલ 21 દરખાસ્તો સર્વાનું મતે મંજુર કરવામાં આવી છે.

વોર્ડ નં.7માં આવેલ વિજય પ્લોટ શેરી નં.12માં આવેલુ જુનુ આરોગ્ય કેન્દ્રને તોડી પાડવામાં આવશે અને નવું 1 કરોડથી વધારાના ખર્ચે નવું બનાવવામાં આવશે. ગાંડીવેલ દુર કરવા માટે મશીન ભાડેથી લઇ દરરોજ 8 કલાકનાં રૂ.16 હાજર લેખે આપવામાં આવશે.

વોર્ડ નં.2માં નવી વોર્ડ ઓફીસ બનાવવા માટે 43 લાખથી વધુનો ખર્ચ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જન ભાગીદારી યોજના માટે વર્ગ ફેર કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરના તમામ વોર્ડનાં 30 ફૂટ ઉપરના રોડ પર પ્લાન્ટેશન સજેશન કરવા. જેમાં ખાડો ખોદી ટ્રી ગાર્ડ રોપ ફીટ કરી વાવેતર કરી આપવામાં આવશે. વોર્ડમાં આવતા સોસાયટીના કોમન પ્લોટ, મંદિર, ખુલ્લા મેદાન, સ્કૂલ, વોર્ડ ઓફિસએ વાવેતર કરી શકાય તેવી જગ્યાઓની વિગત આપવી પડશે.

Read About Weather here

દરેક વોર્ડમાં કોર્પોરેટર અથવા વિસ્તારના કોઇપણ નાગરીકોને શહેરી, રોડ, રસ્તા પરના વોર્ડ ઓફિસરોને લખાણ કરી આપવાનું રહેશે. ત્યારબાદ વોર્ડ ઓફિસર એન્જીનીયર સાથે રાખી જે જગ્યાએ વૃક્ષોનું વાવેતરનું સુચન મળતું તે જગ્યાનું મોનીટરીંગ કરી જગ્યા સુચવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here