મનપાની ‘મોબાઈલ એપ’ માં બધુ ’OK’!

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર


મ્યુ.કમિશનરે તટસ્થ અધિકારીઓને તપાસ સોપવી જોઈએ
‘મોબાઈલ એપ’ માં ફરિયાદ નિકાલનો મેસેજ આવી ગયો પણ કચરાના ઢગલા એમનેએમ નરેશ પરમાર

મનપા દ્વારા લોકોને સવલતોની સુવિધાઓ માટે ‘મોબાઈલ એપ’ લોન્ચ કરવામાં આવી છે. આ ‘એપ’ માં અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાફ-સફાઈ, ડ્રેનેજ, આરોગ્ય, એસ્ટેટ, ટી.પી. બગીચા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સિવિલ વર્ક, મેલેરીયા, ડ્રેનેજ સહિતના પ્રશ્ર્નો માટે લોકોને ફરિયાદ નોંધાવવા મનપા દ્વારા ‘મોબાઈલ એપ’ શરૂ કરાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ ‘મોબાઈલ એપ’ માં ફરિયાદ તાત્કાલીક નોંધાય છે પણ ફરિયાદ નિકાલ કરનાર અધિકારીઓ પોતાની મનમાની ચલાવી સમયસર ફરિયાદનો નિકાલ નહીં કરાતો હોવાનું કોંગ્રેસના નરેશભાઈ પરમારે જણાવ્યું છે.

વધુમાં જણાવ્યું છે કે, ગત તા.26-6 ના રોજ ફરિયાદ નં.21106518 છે. ક્રિષ્ના પાર્ક, નવા થોરાળા રોડ પર જૂની માટી (ગારો) કચરો ઉપાડવાની ફરિયાદ નોંધાવી હતી. મનપાની મોબાઈલ એપમાં ગત તા.6-7 ના રોજ ફરિયાદ નિકાલ થઈ ગયા હોવાનું દર્શાવાયું છે પણ ખરેખર ફરિયાદમાં જણાવેલ મુજબ સાફ-સફાઈ કરવામાં આવી નથી!

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની તાત્કાલીક ફરિયાદ નિકાલના હેતુથી સુવિધાઓ ઉપલબ્ધ માટે ‘આરએમસી મોબાઈલ એપ’ શરૂ કરવામાં આવી છે પણ અધિકારીઓ દ્વારા ‘મોબાઈલ એપ’ ને પ્રાધાન્ય આપતા નથી તેવો આક્ષેપ કર્યો છે.

મનપાની ‘મોબાઈલ એપ’ માં શહેરીજનો દ્વારા ફરિયાદ નોંધાવાય છે. ફરિયાદને નિકાલ વિના ફરિયાદ હલ કરવામાં આવી છે તેવું જણાવાયું છે. મ્યુ.કમિશનરે બેજવાબદાર અધિકારીઓ વિરૂધ્ધ પગલા લેવા જોઈએ.

Read About Weather here

‘મોબાઈલ એપ’ માં શહેરીજનો દ્વારા નોંધાવેલી ફરિયાદનો નિકાલ થયાનું જણાવ્યાના કલાકો બાદ તટસ્થ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here