મનપાની તિજોરી છલકાઇ: આવાસ યોજના વિભાગને છેલ્લા એક વર્ષમાં 154 કરોડની આવક

મનપાની તિજોરી છલકાઇ: આવાસ યોજના વિભાગને છેલ્લા એક વર્ષમાં 154 કરોડની આવક
મનપાની તિજોરી છલકાઇ: આવાસ યોજના વિભાગને છેલ્લા એક વર્ષમાં 154 કરોડની આવક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત અત્યાર સુધીમાં 31,000થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટ ઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, ઇજઞઙ – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, 3012, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા તા.01/03/2022 થી તા.31/03/2022

Visit Saurashtra Kranti Homepage here

સુધીમાં રૂ.13,82,39,702(તેર કરોડ બ્યાસી લાખ ઓગણ ચાલીસ હજાર સાતસો બે પુરા)ની આવક કરેલી છે. તા.23/06/2021 થી તા.31/03/2022 સુધીમાં રૂ.123,63,24,950 (એકસો ત્રેવીસ કરોડ ત્રેસઠ લાખ ચોવીસ હજાર નવસો પચાસ પુરા) ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. આજ રીતે તા.01/04/2021 થી તા.31/03/2022 સુધીમાં આવાસ યોજના વિભાગ દ્વારા રૂ.154,14,47,674 (એકસો ચોપન કરોડ

Read About Weather here

ચૌદ લાખ સુડતાલીસ હજાર છસો ચીમોતેર પુરા)ની વસુલાત આવાસના હપ્તા પેટે કરવામાં આવેલ છે. હાલમાં વિવિધ યોજનાઓના એલોટમેન્ટ લેટર વિતરણ શરુ છે જે અન્વયે જે લાભાર્થીઓ દ્વારા એલોટમેન્ટ લેટર લેવામાં આવેલ નથી કે આવાસ પેટેના હપ્તા ભરપાઈ કરેલ નથી તેઓને તેમજ કેટેગરીમાં આવાસની કિંમતમાં ઘટાડો થયેલ હોય આગળની જરૂરી કાર્યવાહી માટે તાત્કાલિક આવાસ યોજના વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, રાજકોટનો સંપર્ક કરવા, પોતાના આવાસનું એલોટમેન્ટ મેળવી લેવા અને હપ્તા ભરવાની અપીલ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here