મનપાના સાઇકલ શેરીંગ પ્રોજેકટનું ખાનગીકરણ….?

CYCLE-મનપા
CYCLE-મનપા

Subscribe Saurashtra Kranti here

મનપા એક કલાક મફતમાં સાઈકલ આપતી તેના લોકોમાં હાલમાં 40 રૂ. ચુકવે છે..!

હાલ મનપાની સાઈકલો ધૂળખાય છે અને એજન્સી પ્રજા પાસેથી પૈસા વસુલે છે

મનપાની પોતાની પાસે બધી વ્યવસ્થા હોવા છતા ખાનગી એજન્સીની એન્ટ્રી કેમ..?

રાજકોટ મનપા શહેરીજનો માટે અનેક યોજનાઓ લાવે છે. પણ કહેવત છે ને કે, આશા અરમ જ હોય છે. એટલે શહેરીજનોની બધી આશા અમર જ રહી જાય છે. નવો પ્રોજેક્ટ મોટા ઉપાડે શરૂ કરવામાં આવે છે. અને પછી પૂર્ણતાના આરે પહોચાડી શકતો નથી. તેજ રીતે મનપા એક સાઈકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. મનપાએ લાખો રૂપિયાની સાઈકલ પણ તેના માટે ખરીદી કરી હતી. કિશાનપરા ચોકમાં તેનો ડેપો પણ બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત 150 ફૂટરીંગ રોડ ઉપર સાઈકલ ટ્રેક બનાવાયો હોવાથી દરેક બી.આર.ટી.એસ સ્ટેશન ઉપર પાંચ જેટલી સાઈકલો રાખવામાં આવી હતી.

જેના લીધે શહેરીજનો તેનો લાભ લઇ શકે. પરંતુ થોડા દિવસો પછી આ પ્રોજેક્ટ ક્યાય ગુમ થઇ ગયો હતો. અમે કંઇક અલગ શરૂ થયું હતું. એટલે કે મનપાએ સાઈકલ શેરીંગનો પ્રોજેક્ટ ખાનગીકરણ કરી નાખ્યું છે. કારણકે સૌ પ્રથમ મ.ન.પા પાસેથી સાઈકલ લઇ જનાર પાસે માત્ર તેવું ઓરીજનલ ઓળખકાર્ડ મંગાય છે. અને એક રૂપિયા ભાડું નહિ લઇ સાયકલ એક કલાક માટે તદ્દન ફ્રી અપાય છે અને પછીના કલાક માટે રૂ. 5 વસુલાય છે.

આ સામે એજન્સીએ રૂ. 500ની ડીપોઝીટ રાખી દીધી છે અને અડધી કલાકનું ભાડું રૂ. 20 વસુલાય છે. આ માટે દલીલો એવી રાખવામાં આવે છે કે એ સાઈકલ આધુનિક છે. પણ કસરત માટે અને પર્યાવરણના હેતુ માટે વપરાતી સાઈકલમાં પંચર ન હોય અને ચેન ન ઉતરે તે મહત્વનું હોય છે. પણ ખાનગી એજેન્સી આધુનિક સાઈકલો આપવાને બહાને શહેરીજનો પાસેથી રૂપિયા વસુલે છે. જયારે તેનાથી થોડા જ અંતરે મફતમાં અપાતી સાઈકલો ધૂળખાય છે.

જે શહેરીજનો મૂકપ્રેક્ષક બની જોયા કરે છે. તે સાઈકલોની કોઈ હાલત પણ જણાતું નથી. સાવ ભંગાર જેવી હાલતમાં રાખવામાં આવી છે. હવે મ.ન.પાને એ બોધ પાઠ કોણ આપે કે. સાઇકલ શેરીંગ ખાનગીકરણમાં સોંપવા બદલ તેને શું મળ્યું..? આ પ્રજાના પૈસા પાણીમાં નાખી સાઇકલની ખરી કરી હતી. તે વ્યર્થ ગઈ ગણાય. તો ફરી તંત્રદ્વારા મનપા સંચાલિત સાઇકલ શેરીંગ પ્રોજેક્ટ શરૂ થાય અને આ ભંગાર જેવી હાલતમાં પડેલી સાઈકલોની હાલત સુધારવા લોકોએ માંગ કરી છે. અને આવી નાની બાબતોમાં ખાનગીકરણ યોગ્ય ન કહેવાય તેવી પણ લોક્મૂળે ચર્ચા થાય છે.

Read About Weather here

આ પહેલા મ.ન.પાએ ઇન્ડોર સ્ટેડીયમ, ફન વલ્ડ, સહીત અનેક મિલકતોની લાણી કરી છે. એટલું જ નહી લોકોમાં જ્યાં પ્રાઈમ લોકોશનને કારણે જામ માંગણી કરી હતી. તે કાલાવડ રોડ ઉપરના જામને પણ ખાનગી એજન્સીને સોપીને મનપા કરતા છ ગણો વધુ આજે ચાર્જ વસુલવાનો પીળો પરવાનો આપી દેવામાં આવ્યો છે. આ પરવાનો અપાય ત્યારે આટલી વધુ સુવિધા હશે. તેવી વાતો થાય છે.પણ આવા સ્થળનું ચેકિંગ કરીને કાર્યવાહી થતી નથી તેવી લોકમૂખે ચર્ચા થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here