મનપાના શાસકોએ બાળકો-વૃધ્ધોને સિટી બસમાં નિ:શુલ્ક મુસાફરીનો નિર્ણય લેવો જોઇએ

બુધવારે મનપાનું બજેટ : શહેરીજનોને કોઇ લાભ કે પછી હથેળીમાં ચાંદ બતાવાશે??
બુધવારે મનપાનું બજેટ : શહેરીજનોને કોઇ લાભ કે પછી હથેળીમાં ચાંદ બતાવાશે??

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પ્રેરક પગલાને રાજકોટ મનપાએ અનુસરવા જનમાંગ
આગામી બજેટમાં મ્યુનિ. કમિશનર ફ્રી-મુસાફીનો મુદ્દો સમાવે, નહીંતર સ્ટેન્ડિંગ કમિટીએ તો જનહિતાર્થે ફ્રી-બસ સેવાનો નિર્ણય કરવો જ જોઈએ: જાગૃત રાજકોટવાસીઓ

અમદાવાદ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 નું રૂ.7 કરોડના સુધારા સાથે બજેટ રજુ કરાયું હતું. આ બજેટમાં શહેરમાં 65 વર્ષથી ઉપરના તમામ સિનિયર સીટીઝન તેમજ કોરોના મહામારીમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવનારા વિદ્યાર્થીઓ પણ એ.એમ.ટી.એસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.નગરપ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓન સ્કુલમાં આવવા-જવા માટે બસના ફ્રીમાં પાસ આપવામાં આવશે

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ મહાનગરપાલિકાએ લીધેલા નિર્ણયને શહેરીજનોએ વધાવ્યો છે.રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23 નું બજેટ આગામી દિવસોમાં રજુ થનાર છે. આં બજેટમાં સિનિયર સીટીઝનો અને બાળકો સિટીબસમાં ફ્રી માં મુસાફરી કરી શકે તેવો સમાવેશ બજેટમાં કરવામાં આવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે.વર્ષ 2021-22 માટે મ્યુનિસિપલ કમિશનરે રાજકોટ મહાનગરપાલિકાનું રૂ. 2275 કરોડનું બજેટ સૂચવ્યું હતું.

મ્યુ.કમિશનરએ સુચવેલા વિવિધ વિકાસકાર્યોના પ્રસ્તાવો પર સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.2291.24 કરોડનું પ્રજાલક્ષી બજેટ મંજુર કરેલ તેમજ કમિશનરએ સુચવેલા બજેટના કદમાં રૂ.16.24 કરોડના વધારા સાથે નવી યોજનાઓ ઉમેરવામાં આવી હતી. આ બજેટ જનરલ બોર્ડમાં મંજુર થયેલ જનરલ બોર્ડ દ્વારા મંજુર થયેલા વર્ષે 2021-22ના અંદાજપત્રમાં સ્ટેન્ડિંગ કમિટીએ ગહન અભ્યાસ કરી રૂ.56.70 કરોડના વિવિધ કામો અને પ્રોજેકટ્સ બજેટમાં સામેલ કર્યા હતા.

Read About Weather here

અમદાવાદ મહાનગરપાલિકાએ શહેરના સિનિયર સિટીજનો અને વિદ્યાર્થીઓને સિટી બસ સેવા ફ્રી મળશે તેવી બજેટમાં જોગવાઇ કરી છે. ત્યારે આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2022-23માં રાજકોટના સિનિયર સીટીઝનો અને વિદ્યાર્થીઓને રાહત મળે તેવી જોગવાઇ કરાય તેવી શહેરીજનો આશા રાખી રહ્યા છે.(1.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here