મનપાના બજેટમાં યોજનાઓની ખોટી વાતો કરી,લોકોને સપનાઓ દેખાડવામાં આવ્યા: કોંગ્રેસ

મનપાના બજેટમાં યોજનાઓની ખોટી વાતો કરી,લોકોને સપનાઓ દેખાડવામાં આવ્યા: કોંગ્રેસ
મનપાના બજેટમાં યોજનાઓની ખોટી વાતો કરી,લોકોને સપનાઓ દેખાડવામાં આવ્યા: કોંગ્રેસ

બજેટ આંકડાની માયાજાળ વાળું, આવક-જાવકની કોઈજ ગણતરી કર્યા વગરનું અને ભ્રામક છે, બજેટમાં આવક જમીનો વહેંચીને પેદા કરવાની છે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર જ આખું બજેટ નિર્ભર છે : સોરાણી, સાગઠીયા, ભારાઈ
ચાલુ વર્ષના બજેટમાં અગાઉના વર્ષમાં જાહેર કરેલ પ્રોજેક્ટો ક્યાંય દેખાતા નથી એટલે કે દર વર્ષે જાહેરાત થાય બજેટનું કદ મોટું દેખાડી લોકોને ઉંધા ચશ્માં ભાજપ પહેરાવે છે: કોંગ્રેસ

આજે મ.ન.પા.ની. જનરલ બોર્ડમાં આગામી નાણાકીય વર્ષ 2022-23નું 2355.78 કરોડનું બજેટ પણ મંજૂર થયુ હતું.ત્યારે મનપા પર કોંગ્રેસે આક્ષેપોનો વરસાદ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષ બજેટ બોર્ડમાં જાહેર કરેલ કે ભાજપના મિત્રો 80% પ્રોજેક્ટ પુરા કરશે તો અમો તેમનું સન્માન કરીશું પરંતુ અહીંયા તા.30/11/2021 સુધીમાં માત્ર 25% થી 35% સુધીના જ કામો થયા છે તેથી તે સન્માનને લાયક નથી. અને હજુ પણ અમારી ખુલ્લી ચેલેન્જ છે કે આવનારા બજેટ 2022-23માં જો આ 80% કામો પુરા કરશો તો અમો સન્માન કરીશું.

Visit Saurashtra Kranti Homepage here

અમોએ નિયમિત વેરા ભરપાઈ કરદાતાઓને નવા બજેટમાં વધુ 10% અને 15% વેરામાં રીબેટ આપવા રજૂઆત કરેલ હતી તે બદલે સ્ટેન્ડિંગ કમિટીએ 01% અથવા રૂ.250 સુધીની જોગવાઈ કરેલ હતી પરંતુ નિયમિત કરદાતાઓને 5% રીબેટ આપવા માંગણી.જે પ્રોજેક્ટ રાજકોટમાં જાહેર કરેલ જેવા કે સોરઠીયા વાળી બ્રીજ – આજી રીવરફ્રન્ટ – મોરબી ચોકડી – ઉમિયા ચોક – ગ્રીનલેન્ડ ચોકડી બ્રીજ આ બ્રીજો તો ક્યાય ખોવાઈ ગયા છે બાકી પાંચ બ્રીજ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યા છે વિજયભાઈ મુખ્યમંત્રી નથી એટલે અંદરની લડાઈમાં આ બ્રીજો ક્યારે પુરા થશે તેની ખબર જ નથી .

2014માં રાજકોટને સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાત કરનાર પી.એમ. નરેન્દ્રભાઈ એ જાહેરાત કરી પણ તે ક્યાય સ્માર્ટ સિટી બની ? તેની જ ખબર નથી. હાલ પણ લોકો મોટા ભાગના વિકાસથી વંચિત રહી ગયા છે.ચાલુ વર્ષના બજેટમાં અગાઉના વર્ષમાં જાહેર કરેલ પ્રોજેક્ટો ક્યાય દેખાતા નથી એટલે કે દર વર્ષે જાહેરાત થાય બજેટનું કદ મોટું દેખાડી લોકોને ઉંધા ચશ્માં ભાજપ પહેરાવે છેઆ બજેટમાં આવક જમીનો વહેંચીને પેદા કરવાની છે તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ ઉપર જ આખું બજેટ નિર્ભર છે

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના 2021-22ની જનભાગીદારીની ગ્રાન્ટ 40 કરોડની આવવાની હતી. તેમાંથી આજ સુધી 00 શૂન્ય આવક થઇ છે અને તે નવા વર્ષના બજેટમાં પણ 35 કરોડ નો અંદાજ મુકેલ છે જો ગ્રાન્ટ આવવાની જ ન હોય તો શા માટે બજેટ માં લેવાય છે? તે જ ખબર નથી. રાજકોટ સિવાયના બધા શહેરમાં જનભાગીદારીની ગ્રાન્ટ મળી ગઈ છે તો રાજકોટનો શું વાંક ? ભાજપના અંદરોઅંદરના ઝઘડાના લીધે રાજકોટની પ્રજાને નુકશાન થઇ રહ્યું છે અને રાજકોટના લોકો વિકાસથી વંચિત રહી ગયા છે તેમાં પણ ભાજપનું પાપ છે.

ભાજપના શાસકોએ વર્ષ 2022-23ના બજેટમાં વાહન વેરો રૂ.850 લાખનો વધારો કરી વધારે રાજકોટની પ્રજા ઉપર વધુ એક બોજો નાખ્યો છે જે દરખાસ્તનો કોંગ્રેસ પક્ષ સખ્ત વિરોધ કરે છે. વર્ષ 2021-22 ના બજેટમાં 380 લાખ હપ્તાની આવક વસુલવા અંદાજ કરેલ છે જેની સામે તા.30/11/2021 સુધી ફક્ત 84.49 લાખ જ વસુલેલ છે.

આજ સુધી ડ્રેનેજ કનેક્શન ચાર્જ શૂન્ય 00 ની છેલ્લા ઘણા વર્ષોથી જોગવાઈ રાખવામાં આવેલ છે તે શું નવા વર્ષના બજેટમાં 220 લાખ ચાર્જ લોકોના ખિસ્સા માંથી કાઢી લેવાનો પ્લાન ઘડ્યો હોય તેવું લાગે છે છેલ્લા પાંચ વર્ષમાં આવક 00 શૂન્ય બતાવી છે તો આ 2022-23 બજેટવર્ષમાં કેમ ચાર્જ ના 220 લાખની આવકનો અંદાજો મુક્યો છે?

આ બજેટમાં આંકડાઓ અવાસ્તવિક જણાઈ રહ્યા છે મૂડી ખર્ચનો અંદાજ જ અવાસ્તવિક જણાય છે 2021-22ના ખરેખર બજેટ (તા.30/11/2021) કરતા આશરે ચાર ગણો વધારો દર્શાવે છે, જે 414.63% જેવો છે જે સૂચવે છે કે એક વર્ષમાં ચાર ગણું ડેવલોપમેન્ટ., જે અવાસ્તવિક જણાય છે. કોઈપણ મહાનગરપાલિકા અને સંસ્થાની આર્થિક પરિસ્થિતિઓ તેના અનામત ભંડોળ ઉપરથી નક્કી થતી હોય છે. ત્યારે આપણે અનામત ભંડોળ કેમ ઓછું છે અને તિજોરીની પરિસ્થિતિ કેવી છે ? તેનો સીધો જ મતલબ કે રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક છે.

Read About Weather here

વધુમાં જણાવ્યું હતું કે 2021-22 નું બજેટ ફેઈલ ગયેલ છે અને 25 થી 35% જ કામો થવાના છે તેવું બજેટ હતું અને નવું બજેટ પણ 2022-23માં એકદમ નીરસ કોઈપણ પ્રકારના નવા પ્રોજેક્ટ વગરનું અને બજેટમાં જૂની યોજનાઓનો સમાવેશ ન કરી જનરલ બોર્ડમાં અમોને આપેલ જવાબ જોતા બજેટમાં જાહેર કરેલા નવા કામો માંથી 31 કામો હજુ શરૂ કરવામાં નથી આવ્યા નથી એના વર્ક ઓર્ડર કરવામાં આવ્યા તો અમારી માંગણી છે કે આવા વાહિયાત અને મોટા બજેટ બતાવ્યા કરતા હકીકત અને વાસ્તવિક હોય તેવું બજેટ રજુ કરવું જોઈએ નહીં કે આંકડાની માયાજાળ વાળું તેવું ભાનુબેન સોરાણી, વશરામભાઈ સાગઠીયા અને કોમલબેન ભારાઈએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here