મનપાના કોમ્યુનીટી હોલનાં સારા, માઠા પ્રસંગોના ભાડાનો બોજો અતિરેકભર્યો

મનપાના કોમ્યુનીટી હોલનાં સારા, માઠા પ્રસંગોના ભાડાનો બોજો અતિરેકભર્યો
મનપાના કોમ્યુનીટી હોલનાં સારા, માઠા પ્રસંગોના ભાડાનો બોજો અતિરેકભર્યો

શહેરીજનોને આશા છે કે, સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ ભાડામાં વધારો નહીં કરે


ભાંગ્યા તુટયા અર્થતંત્ર અને નુકશાનીમાંથી મહામહેનતે બેઠા થતા શહેરીજનો પર પહાડી બોજો અર્થહિન: સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુરી માટે મુકાનારી દરખાસ્તોમાં હોલના લકઝરી ભાડા સામે લોકોમાં દેકારો થવો નિશ્ર્ચિત: એક હોલમાં બેસણું અને ઉઠમણું યોજવા માત્ર 4 કલાકનું ભાડુ પુરેપુરા રૂ.15 હજાર!: એજ હોલમાં કોમર્શિયલ હેતુ અને લગ્ન, જનોઇ, સગાઇ માટેનું ભાડુ અધધધ રૂ.75 હજાર: અન્ય કોમ્યુનિટી હોલના ભાડાના આંકડા વાંચીને શહેરીજની આંખો થઇ જશે ચાર: સ્ટેન્ડીંગ કમીટીમાં આકરા ભાડા વધારાની દરખાસ્તો પર ચોક્કસ ફેર વિચારણા જરૂરી

કોરોના મહામારીના બબ્બે ઘાતક તબક્કા તથા લોકડાઉન અને વેપારી, આર્થીક પ્રવૃતિઓ પર સમયના નિયંત્રણો જેવી પરિસ્થિતિને કારણે લોકોનું આર્થીક માળખુ બિલકુલ ડામાડોળ થઇ ચુકયું છે અને કોરોનાએ મારેલા મહાઆર્થીક ફટકામાંથી બહાર નિકળવાનો રાજકોટીયન પ્રયત્ન કરી રહયા છે

એવા કપરા સમયમાં કશું જોયા જાણ્યા વિના અને વિચાર્યા વિના રાજકોટ મનપાના સામાજીક કાર્યો માટે લોકોને અપાતા કોમ્યુનિટી હોલના ભાડામાં જે પ્રકારનો વધારો સુચવવામાં આવ્યો છે એ બિલકુલ શહેરીજનો માટે પહાડી બોજા રૂપ બની રહેશે. સ્ટેન્ડીંગ કમીટીમાં મુકાનારી દરખાસ્તોની યાદીમાં મનપાના કોમ્યુનિટી હોલના ભાડા અને ડિપોઝીટના જે આંકડા ટપકાવવામાં આવ્યા છે અને સ્ટેન્ડીંગની મંજુરી માટે મુકવામાં આવી રહયા છે એ આંકડા શહેરીજનોના નેત્ર વિસ્ફારીત કરી મુકે તેવા છે. જો આ પ્રકારના દર લાગુ થશે તો લોકો પર અકારણ વધારાનો આર્થીક બોજો આવી પડશે અને આ દરખાસ્તો સામે ચોક્કસ પણે લોકોમાં વિરોધનો ગણગણાટ શરૂ થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

મ્યુ.કમિશનરની સત્તાવાર યાદીમાં દર્શાવવામાં આવેલા આંકડા આશ્ર્ચર્ય જનક જ નહીં બલકે શહેરીજનોને હતપ્રભ કરી મુકે તેવા પણ છે. પ્રથમ આપણે યુનિવર્સિટી રોડ પરના હોલની વાત રીએ અહીં આવેલા કવિશ્રી અમૃતધાયલ કોમ્યુનીટી હોલ (એસી માટે) ભાડા અને ડિપોઝીટના દર આ મુજબ નિયત કરવામાં આવ્યા છે.

લગ્ન, સગાઇ, જનોઇ અને ધાર્મીક પ્રસંગો માટે ભાડુ પુરા રૂ.35 હજાર નિશ્ર્ચિત કરવામાં આવ્યું છે. જયારે ડિપોઝીટનો દર પ્રતિ યુનિટ રૂ50 હજાર નક્કી કરવામાં આવ્યો છે એટલે જેને લગ્ન અથવા તો જનોઇ જેવા પ્રસંગો કરવા હોય એમણે બુકીંગ કરાવતા સમયે જ રૂ.50 હજાર કાઢીને આપી દેવા પડે. ભાડુ તો અલગ એટલે કે એક યા અડધા દિવસના પ્રસંગ માટે નાગરીકે રૂ.85 હજારની રોકડ પોતાના ખીસ્સામાં રાખવી પડે તો જ પ્રસંગ પતાવી શકાય આ હોલમાં બેસણું અને ઉઠમણુંના જે ભાડા નક્કી થયા છે એ વાંચીને ચક્કર આવી જશે.

બેસણું અને ઉઠમણું માટે ચાર કલાકનું ભાડું રૂ.15 હજાર સુચવાયું છે એ પહેલા રૂ.15 હજાર ડિપોઝીટ પેટે આપવા પડે. એટલે માઠા પ્રસંગ માટે 4 કલાકની પ્રાર્થના કરવી હોય તો 30 હજાર રોકડ ખીસ્સામાં હોવી જોઇએ તો જ પ્રસંગ કરી શકાય અને મરહુમને શ્રધ્ધાંજલી આપી શકાય. આ હોલમાં કોમર્શિયલ હેતુ માટેનું ભાડુ તો રૂ.75 હજાર એક દિવસ માટેનું નિયત કરવામાં આવ્યું છે.

એ પહેલા બુકીંગ કરાવતી વખતે રૂ.50 હજાર ડિપોઝીટ પેટે આપવા પડશે. વોર્ડ નં.9માં બાપાસીતારામ મેઇન રોડ પર વોર્ડ ઓફિસની સામે બનાવવામાં આવેલા અધ્યતન કોમ્યુનિટી હોલ માટેના એસી અને નોનએસી યુનીટના જે ભાડા દર અને ડિપોઝીટ દર સુચવવામાં આવ્યા છે એ જોતા એવું લાગે કે, આ હોલ રાજકોટમાં નહીં પણ કોઇ મહાનગર મુંબઇ કે ચૈન્નાઇમાં આવેલો છે એવા આકરા ભાડા દર નક્કી કરવામાં આવ્યા છે.

આ હોલમાં પહેલો માળ એટલે કે યુનિટ-1 નોન એસી છે અહીં લગ્ન, સગાઇ, જનોઇ વગેરે ધાર્મીક પ્રસંગો માટે પ્રતિ યુનિટ ભાડાનો દર રૂ.20 હજાર સુચવવામાં આવ્યો છે અને એટલી જ રકમની ડિપોઝીટ આપવાની રહેશે. જયારે બેસણું અને ઉઠમણું રાખવું હોય તો 4 કલાક માટે પ્રતિ યુનિટ ભાડુ રૂ.10 હજાર નિર્ધારવામાં આવ્યું છે. સામે એટલી જ રકમની ડિપોઝીટ પહેલેથી જમા કરાવી એ જરૂરી છે. કોમર્શિયલ હેતુ માટેનું ભાડુ પ્રતિ યુનિટ પુરેપુરા રૂ.40 હજાર ઠરાવવામાં આવ્યું છે.

એ માટે સૌથી પહેલા 40 હજારની ડિપોઝીટ મુકી દેવાની રહેશે. આ હોલનો બીજો માળ એટલે કે યુનિટ-2 એ એસી હોલ છે તેના ભાડાના દરનાં આંકડા વ્યકિતના ખીસ્સા ખાલી કરી નાખે એવા છે. એસી યુનિટમાં લગ્ન, સગાઇ, જનોઇ, ધાર્મીક પ્રસંગો માટેનું ભાડુ પ્રતિ યુનિટ પુરેપુરા રૂ.30 હજાર રહેશે. એટલી જ રકમની પહેલા ડિપોઝીટ આપવાની રહેશે.

બેસણું અને ઉઠમણું રાખનારા પરીવારે 4 કલાક માટે પુરા રૂ.15 હજારનું ભાડુ આપવાનું રહેશે અને એ પહેલા રૂ.15 હજારની ડિપોઝીટ જમા કરાવી પડશે. કોમર્શિયલ હેતુ માટે ભાડાનો દર પ્રતિ યુનિટ રૂ.50 હજાર સુચવાયો છે અને રાબેતા મુજબ એડવાન્સ ડિપોઝીટ પણ રૂ.50 હજારની ઓકવી પડશે. મ્યુ. કમિશનરની યાદી અનુસાર આ તમામ હોલમાં વિજ વપરાશ અને પીએનજી વપરાશનો ચાર્જ મનપા દ્વારા નિયત થયો હોય તે મુજબ ચુકવવાનો રહેશે.

જો ભાડે રાખનાર દ્વારા હોલમાં કોઇ નુકશાની કરાઇ હોય તો નુકશાનીની રકમ પેટે જે તે સમયે પ્રવર્તમાન મનપાની બાંધકામ શાખાના એસઓઆર+ 12.5 સુપરવિજન ચાર્જ મુજબની રકમ વસુલ કરવામાં આવશે. આ દરખાસ્ત તો સ્ટેન્ડિંગ કમીટીમાં મંજુરી માટે આવતીકાલે મંગળવારે મુકવામાં આવનાર છે. હોલના ભાડા ખાનગી હોલ સંચાલકો દ્વારા લેવાતા દરોને પણ આંટી દે તેવા છે.

Read About Weather here

શહેરીજનોની પરિસ્થિતિ અને આર્થીક સંકડામણને ધ્યાનમાં રાખીને સ્ટેન્ડિંગ કમીટી નિર્ણય લે તેવી શહેરીજનો આશા રાખી રહયા છે. કોઇપણ શહેરમાં મનપા દ્વારા કે પાલિકા પંચાયત દ્વારા ઉભી કરવામાં આવતી સવલતો અને જાહેર સુખાકારીની સુવિધાઓ એટલા માટે ઉભી કરવામાં આવે છે કે, લોકોને પરવળે તેવી ભાડા અને ડિપોઝીટની રકમ હોવાથી આશાનીથી સામાન્ય પરીવાર પણ પોતાનો પ્રસંગ નીપટાવી શકે

પરંતુ મનપાના રાજકોટના હોલ માટેના ભાડાની દરખાસ્તો જોતા એવું લાગે છે કે, સામાન્ય માણસને કોઇ નાનો પ્રસંગ કરવો પણ પરવળે નહીં એવા તોતીંગ અને પહાડી દર સુચવવામાં આવી રહયા છે. કોરોના કાળમાં પહેલેથી આર્થીક ભીસમાં મુકાયેલા શહેરીજનો પર આવો અર્થહિન પહાડી બોજો નાખવાનું કોઇ કાળે વ્યાજબી ગણાવી શકાય નહીં. મેયર અને સ્ટેન્ડીંગના ચેરમેનશ્રી આ દિશામાં લોકોને રાહત આપતા સુધારા કરાવે એવી શહેરના એક મોટા વર્ગને અપેક્ષા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here