મચ્છર કેમ મરતા નથી?: 21 લાખ સ્થળે દવા છંટકાવના દાવા સામે વેધક સવાલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
‘મીઠા ફળ આપતા ઝાડના મૂળ ખાઈ ન જવાય.’ એ કહેવત રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ‘વહીવટદારો’ એ આત્મસાત કરી લીધી હોય એવું લાગે છે. ચોમાસાનું આગમન થવા સાથે જ શહેરમાં મચ્છર-માખીનો પણ ઉપદ્રવ વધવા લાગ્યો છે. જેના કાયમી કે લાંબા ગાળાના નિરાકરણના નિષ્ઠાપૂર્વક આજ સુધી પ્રયાસ કરાયા નથી.હાલમાં જ મહાપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં આરોગ્ય શાખા, મેલેરિયા વિભાગે 21 લાખ સ્થળે દવા છંટકાવનો દાવો કર્યો, પણ મચ્છર કેમ મરતા નથી? એવો જાગૃત નગરજનોએ સવાલ ઉઠાવ્યો છે. ખુદ મનપા તંત્રએ જાહેર કર્યું કે, શહેરમાં 4,337 ખાડા-ખાબોચીયામાં દર મહિને બે-ચાર વખત દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

જેથી સવાલ ઉઠે છે કે, આવા જીવજંતુનો ઉપદ્રવ વધારતા ખાડા-ખાબોચીયાનો કાયમી નિવેડો લાવવો જોઈએ કે માત્ર તેમાં જંતુનાશક દવાનો લખલૂંટ ખર્ચ કર્યે રાખવો જોઈએ? પરંતુ આવા કામ થકી તો વહીવટ ચાલે છે. સોનાના ઈંડા આપતી મરઘીને કોણ મારે? એવો પણ નગરજનોમાં વેધક સૂર ઉઠ્યો છે. હમણાં મે મહિનામાં જ મ્યુનિ. કોર્પોરેશનની સાધારણ સભામાં વોર્ડ નં.9 ના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ સવાલ પૂછયો હતો કે, આરોગ્ય શાખા હસ્તકના મેલેરિયા વિભાગ દ્વારા છેલ્લા છ મહિનામાં કેટલી જગ્યાએ દવા છંટકાવ અને ફોગીંગ કરવામાં આવ્યું છે?

Read About Weather here

જેનો આરોગ્ય અધિકારીએ લેખિત જવાબ આપ્યો કે, નવેમ્બર-2021 થી એપ્રિલ-2022 દરમિયાન મચ્છરોના નાશ માટે 47,572 વિસ્તારોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. જેમાં મેલેરિયા કે ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય પોઝિટિવ કેસ આવ્યા હતા એવા વિસ્તારોમાં ઘરની અંદર જઈને હેન્ડ ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી. આ સાથે વધુમાં વધુ વિસ્તારોને આવરી શકાય એ માટે 800 જેટલા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેશન ફોગીંગ મશીન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. જો કે, એ ફોગીંગ બાદ પણ જે-તે વિસ્તારોમાં સ્થિતિ ‘જૈશે થે’ રહી હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું હતું. પરિણામે ફોગીંગ માટે વાપરવામાં આવેલી જંતુનાશક દવાની ગુણવત્તા સામે સવાલ ઉભા થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here