ભ્રષ્ટ અધિકારી…!

ભ્રષ્ટ અધિકારી…!
ભ્રષ્ટ અધિકારી…!
મળતી માહિતી મુજબ, સબ રજિસ્ટ્રારના પટના નિવાસસ્થાનેથી સર્ચ દરમિયાન 60 લાખ રોકડા, 32 લાખના ફ્લેટના દસ્તાવેજ અને ઘણી જમીનો અને અન્ય રીતે રોકાણના દસ્તાવેજો મળી આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

સમસ્તીપુર ઘરમાંથી 1.5 લાખની રોકડ ઉપરાંત સ્કોર્પિયો સહિત ચાર લક્ઝરી કાર પણ મળી આવ્યા છે. બિહારમાં ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ સ્પેશિયલ વિજિલન્સ યુનિટની કાર્યવાહી સતત ચાલી રહી છે.

આ મામલે જ શુક્રવારે આવકથી વધુ સંપત્તિ મામલે બિહારના સમસ્તીપુરના સબ-રજિસ્ટ્રાર મણિ રંજન વિરુદ્ધ દરોડાની કાર્યવાહી કરાઈ હતી. સબ-રજિસ્ટ્રારનાં 3 ઠેકાણે (સમસ્તીપુર, પટના અને મુઝફ્ફરપુર)માં દરોડા દરમિયાન મોટી માત્રામાં રોકડ જપ્ત કરાઈ હતી.

તેણે આશરે 1.62 કરોડ રૂપિયાની સંપત્તિ એકઠી કરી હતી, જેમાં 73 લાખ રોકડા, કરોડોની જમીન-મકાનના દસ્તાવેજ, 4 વૈભવી કારનો સમાવેશ થાય છે.જ્યારે મુઝફ્ફરપૂરના ઘરેથી 12 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

અહીં કરોડોના ખર્ચે બની રહેલી 21 રૂમની હોટલ વિનાયક હોટેલ, મોલમાં દુકાન અને પત્ની અને સંબંધીઓના નામે અનેક કિંમતી ફ્લેટ-જમીન ખરીદેલી હોવાનું સામે આવ્યું છે. તેમની સામે કાર્યવાહી અને તપાસ હજુ ચાલુ છે.

બિહાર સરકારના સ્પેશિયલ વિજિલન્સ યુનિટે મણિ રંજન વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ એક્ટ 1988ની કલમ 13(બી), આર/ડબ્લ્યુ 13(13)(ડી), આર/ડબ્લ્યુ કલમ 12 અને આઈપીસીની કલમ 120બી હેઠળ કેસ નોંધ્યો હતો.

એ પછી સ્પેશિયલ વિજિલન્સ યુનિટે વિશેષ કોર્ટ સમક્ષ સબ-રજિસ્ટ્રાર વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી માગી હતી. મંજૂરી મળ્યા બાદ શુક્રવારે સવારે એકસાથે ત્રણ જગ્યાએ દરોડા પડાયા હતા.

દરોડા દરમિયાન મોટી સંખ્યામાં પોલીસદળ તહેનાત કરાયું હતું. અધિકારીઓને 500 અને 2000 રૂપિયાની નોટોનાં અનેક બંડલ પણ મળ્યા હતા. આર્થિક ગુના એકમ તથા સ્પેશિયલ વિજિલન્સ યુનિટના એડીજી નૈયર હસનૈન ખાને કહ્યું

કે મુઝફ્ફરપુરમાં અહિયાપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કોલ્હુઆ વિસ્તારમાં મણિ રંજનના નિવાસે ટીમ તપાસ કરી રહી છે મુઝફ્ફરપુરમાં કોલ્હુઆ ખાતેના ઘરે 6 સભ્યોની ટીમ દરોડા પાડીને તપાસ કરી રહી છે. જો કે ઘરમાં કોણ-કોણ છે, તે બાબતની માહિતી મળી નથી. સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

બિહાર STFના જવાનોને ઘરની બહાર તૈનાત કરવામાં આવ્યા છે. ઘરની અંદર અને બહાર જવાની કોઈને પણ પરવાનગી નથી. જો કે હાલમાં દરોડા પાડનાર ટીમના સભ્યોએ કંઈપણ જણાવવાનો ઈન્કાર કર્યો હતો.

SVUના ADG નય્યર હસનૈન ખાનના જણાવ્યા અનુસાર, પટનાના બિસ્કોમન ગોલંબર પાસે બજરંગપુરી વિસ્તારમાં સ્થિત પાટલીગ્રામ એપાર્ટમેન્ટના બ્લોક-Jના સબ-રજિસ્ટ્રારનો ફ્લેટ નંબર 304માં એક ટીમ તપાસ કરી રહી છે.

Read About Weather here

બીજી ટીમ મુઝફ્ફરપુરમાં પૈગંબરપુરની પંચવટી લેન-5 સ્થિત સબ રજિસ્ટ્રારના ઉષા નિકેતન વાળા ઘરે પણ તપાસ ચાલી રહી છે. જ્યારે ત્રીજી ટીમ સમસ્તીપુરમાં છે. વોર્ડ નં 29માં કાલી મંદિર પાસે તુલસી કુંજ, શંકર સદનમાં તેમના ઘરે તપાસ ચાલી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here