સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી સી.આઈ.ડી ક્રાઈમની ટીમે રેડ કરતા સ્થાનિક પોલીસ શંકાનાં દાયરામાં
શહેરનાં કોઠારીયા રોડ પર આવેલા ગોવિંદનગર મેઈન રોડ પર ભોજલરામ સોસાયટીમાં સી.આઈ.ડી ક્રાઈમ બ્રાંચની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડી રૂ.6500 ની કિંમતનો 600 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને દબોચી લઇ કાર્યવાહી હાથ ધરી છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ ગોવિંદનગર મેઈન રોડ પર આવેલી ભોજલરામ સોસાયટી શેરી નં.4 માં ભાડાનાં મકાનમાં રહેતો શખ્સ પાસે 20 કિલો ગાંજા હોવાની હકીકત મળતા સી.આઈ.ડી ક્રાઈમનાં પી.આઈ જે.જે.ચૌહાણ સહિતનાં સ્ટાફે ઉપરોક્ત સ્થળે પોલીસને ઉંઘતી રાખી રેડ કરી હતી.
ભોજલરામ સોસાયટીમાં રહેતા કેતન હરસુખ દવે નામના વિપ્ર શખ્સનાં રહેણાંક મકાનમાં સી.આઈ.ડી ક્રાઈમની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધરતા 20 કિલોની બાતમીનાં બદલે માત્ર 600 ગ્રામ ગાંજો કિંમત રૂ. 6500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બનાવ બાદ પોલીસે કેતન દવે નામના શખ્સની ધરપકડ કરી રૂ. 6500 નો ગાંજો કબજે કરી ગુનો નોંધ્યો હતો.
Read About Weather here
સી.આઈ.ડી ક્રાઈમની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી રેડ કરી ગાંજાનો જથ્થો પકડી પડતા સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા ઉપસતા ઉચ્ચ અધિકારીઓએ તપાસનાં આદેશો કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here