ભૂ-માફિયાઓને રોક શકો તો રોક લો..!?

ભૂ-માફિયાઓને રોક શકો તો રોક લો..!?
ભૂ-માફિયાઓને રોક શકો તો રોક લો..!?

ક્રાઇમ બ્રાંચના પીઆઇ જે. વી. ધોળા સામે અનેક પડકારો
છાને ખુણે ચાલતા ગુન્હાખોરીના અડ્ડા બંધ કરાવી વાત્સવમાં ‘0’ ક્રાઇમસિટી બનાવી શકશે??
રાજકોટ શહેરમાંથી ગુન્હાખોરી ઓછી કરવા શું માસ્ટર પ્લાન અપનાવામાં આવશે??
ક્રાઇમ બ્રાન્ચ પર જે આક્ષેપોના ડાઘ લાગ્યા છે તેને દુર કરવાનો મોટુ મિશન હાથ ધરવું પડશે
શહેરમાં ચાલતી દેશીદારૂની ભઠ્ઠી, દારૂનું વેચાણ, જુગાર સહિતના ગોરખધંધા બંધ ક્યારે થશે?? શહેરીજનોનો પ્રશ્ર્ન
રાજકોટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાંન્ચની છબી સુધારવા અથાગ પ્રયત્નો કરવા પડશે
પોલીસ વિભાગ પર લોકોનો વિશ્ર્વાસ કાયમ રહે અને દરેકને ન્યાય મળે તેવા પ્રયત્નો કરીશું:પી.આઈ જે.વી.ધોળા
સાબુના વેપારીથી લઇ ક્રાઈમ બ્રાંચના પી.આઈ સુધીની સંઘર્ષમય સફર ધરાવનાર ક્રાઈમ બ્રાંચના નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેકટર તરીકે ચાર્જ સંભાળતા જે.વી,ધોળા: મોરબી,ગીરસોમનાથ અને અમદાવાદમાં મહત્વની કામગીરી કરનાર જે.વી.ધોળા બેંક અને સેલ્સ ટેક્સ વિભાગમાં પણ ફરજ બજાવી ચુક્યા છે

શહેરની ક્રાઇમ બ્રાન્ચમાં ખાલી પડેલી પીઆઇની જગ્યાએ પોલીસ કમિશનરે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. વી. ધોળા (જય પટેલ)ની નિમણુંક કરી છે. શહેર પોલીસ કમિશનર અને આ બ્રાન્ચના પીઆઇ વિરૂધ્ધ ધારાસભ્યએ પત્ર બોંબથી આક્ષેપો કરતાં શરૂ થયેલી તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ, પીએસઆઇ, એસઓજીના પીઆઇ, પીએસઆઇ સહિતની બદલીનો ઘાણવો નીકળ્યો હતો. બીજી તરફ તાલુકા પોલીસ સ્ટેશનની ખાલી જગ્યાએ રીડર બ્રાંચના પીઆઇ વી. વી. વાગડીયાને મુકવામાં આવ્યા છે.રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પ્રશંશનીય કામગીરીને ધ્યાને લઈ પોલીસ કમિશ્નરે પી.આઈ જે.વી.ધોળાને હવે ડીસીબી પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકેની મહત્વની જવાબદારી સોપી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચના નવા પીઆઇ ધોળાને અનેક પડકારોનો સામનો કરવો પડશે કારણ કે હાલમાં શહેરમાં દરરોજ ક્રાઇમબ્રાન્ચ પર આક્ષેપોનો વરસાદ જ થઇ રહ્યો છે. આ જે આક્ષેપોના કાળા ડાઘ લાગ્યા છે તેને દુર કરવાનો એક મોટો પડકાર પણ ગણી શકાય. પીઆઇ ધોળાએ પોતાની નવનિયુક્ત ટીમને યોગ્ય માર્ગદર્શન આપીને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્ર્વાસ વધે અને પોલીસ એ પ્રજાનો મિત્ર વ્યાખ્યા ફરી વખત સાર્થક થાય તેવા પ્રયત્નો કરવા જરૂરી રહેશે

આ ઉપરાંત શહેરીજનોમાં પણ એક ચર્ચાનો ગણગણાટ શરૂ થયો છે કે નવા પીઆઇ દ્વારા શહેરમાં ચાલતા દેશી દારૂના ભઠ્ઠા, ઇંગલિશ દારૂનું થતું કટિંગ, જુગારનો ધમધમાટ સહિતના પ્રશ્ર્નો હલ થશે કે કેમ અથવા તો કડક કાર્યવાહી કરીને બંધ કરાશે કે કેમ? તેવી પણ ચર્ચાઓ લોકોમાં થઇ રહી છે. પીઆઇએ પોલીસ વિભાગ પર લોકોનો વિશ્ર્વાસ કાયમ રહે અને દરેકને ન્યાય મળે તેવા પ્રયત્નો કરવાનું પણ જણાવ્યું છે. અને શહેરીજનોને પણ જવા પીઆઇ પર વિશ્ર્વાસ છે કે લોકોના પ્રશ્ર્નો સાંભળીને યોગ્ય ન્યાય મળશે જ. આગામી દિવસોમાં જોવાનું રહ્યુ કે નવનિયુક્ત પિઆઇ દ્વારા શહેરમાં કઇ રીતે કામગીરી કરવામાં આવશે. આગામી દિવસોમાં ક્રાઇમ બ્રાન્ચનું નામ જે બજારમાં ક્રિમ બ્રાન્ચ થઇ ગયું હતું

કે રહેશે કે સારી કામગીરીથી નવુ નામ બનાવવામાં આવશે તે પણ જોવાનું રહ્યું ગઇકાલે પહેલા દિવસથી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ ધોળા પહેલા જ દિવસે એક્શન મોડમાં જોવાયા હતા ચાર્જ સાંભળતા સાથે જ કાર્યવાહી શરૂ કરી હોય તેમ આજે રાત્રે રોડ પર વાહનોનું સઘન ચેકીંગ કરાયું હતું આ ઉપરાંત લુખ્ખાઓની પણ તપાસ કરાઈ હતી પીઆઇ ધોળા ખુદ રાઉન્ડમાં નીકળી કામગીરી બજાવી હતીરાજકોટ: છેલ્લા ઘણા સમયથી રાજકોટ પોલીસ પર આક્ષેપોનો વરસાદ થઇ રહ્યો છે. અનેક શહેરીજનો ન્યાયની માંગ સાથે ઝંખી રહ્યા છે.

Read About Weather here

શહેરમાં અનેક ભુમાફીયાઓએ રાજ કરવાનું શરૂ કરી દીધુ છે આ ભુમાફીયાઓને કોઇ કહેવાવાળુ જાણે કે રોકવાવાળુ ન હોય તે રીતે બેફામ બન્યા છે. હાલમાં વિવાદોનો મારો વધતા જુની ક્રાઇમ બ્રાન્ચનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું અને નવા પીઆઇ તેમજ પીએસઆઇઓની નિમણૂંક પણ કરવામાં આવી છે. નવા પીઆઇ ધોળાની ટીમો દ્વારા શહેરમાં બેફામ બનેલા ભુમાફિયાઓને ભૂ ભેગા કરવામાં આવશે કે કેમ તે ચર્ચાએ જોર પકડ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here