ભૂમાફિયાનો આતંક

ભૂમાફિયાનો આતંક
ભૂમાફિયાનો આતંક
શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલી રાધેક્રિષ્ના સોસાયટીમાં મકાન ઓછી કિંમતમાં ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા વારંવાર સ્થાનિકો સાથે ઘર્ષણ કરી મહિલાઓની છેડતી કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બાદ શહેરના DCP ઝોન 2 મનોહરસિંહ જાડેજા સામે આરોપીઓને છાવરવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે ગઇકાલે રાત્રિના પણ 5 જેટલા ભૂમાફિયાઓએ સ્થાનિકો ઉપર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ICU વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.શહેરનાં યુનિવર્સિટી રોડ પર આવેલી કેન્સર હોસ્પિટલની સામે રાધેક્રિષ્ના સોસાયટીમાં 18 જેટલા મકાનો ઓછી કિંમતે માગી ખાલી કરાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા છેલ્લા 3થી 4 વર્ષથી સ્થાનિકોને હેરાન કરવામાં આવતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ગઇકાલે રાત્રિના 1 વાગ્યે ફરી 5 જેટલા ભૂમાફિયાઓ નશાની હાલતમાં આવી વાહનમાં તોડફોડ કરી અને મહિલા સહિત 4થી 5 જેટલા લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જે હાલ ICU વોર્ડમાં સારવાર લઇ રહ્યા છે.ગંભીર રીતે ઘાયલ અવિનેશભાઈ ધૂલેશિયાના પુત્ર બ્રિજેશ ધુલેસીયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રિના 1 વાગ્યા આસપાસ 5 જેટલા લોકો નશાની હાલતમાં ધસી આવ્યા હતા અને હુમલો કર્યો હતો. મારા પિતા ગંભીર રીતે ઘાયલ છે અને છેલ્લા 4 વર્ષથી આ ભૂમાફિયાઓ અવારનવાર આવી મકાન ખાલી કરાવવા માટે આવી ગાળો ભાંડે છે. 70થી 80 લાખની કિંમતના મકાન 18 લાખમાં માગી રહ્યા છે. બીજી તરફ અન્ય સ્થાનિક દિવ્યરાજ બારડે જણાવ્યું હતું કે, અમે બે દિવસ પૂર્વે રાજકોટ યુનિવર્સિટી પોલીસ પાસે રક્ષણ માગવામાં આવ્યું હતું.

Read About Weather here

આ રક્ષણ ન મળ્યું માટે જ ગઈકાલે અમારા ઉપર હુમલાની ઘટના બની છે. જોકે સમગ્ર મામલે DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષથી પોલીસ બંદોબસ્ત સોસાયટી બહારથી હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ આજે ફરી બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસને અમે રજુઆત કરી છે, ફરિયાદ પણ કરી છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેમજ DCP મનોહરસિંહ જાડેજા આરોપીઓને છવારી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here