ભૂતકાળની ભૂલો સુધારી રહ્યા છીએ: વડાપ્રધાન

ભૂતકાળની ભૂલો સુધારી રહ્યા છીએ: વડાપ્રધાન
ભૂતકાળની ભૂલો સુધારી રહ્યા છીએ: વડાપ્રધાન

દેશના સંસ્કૃતિ અને વારસાની સાથે-સાથે કેટલીક મહાન વિભૂતિઓનાં યોગદાનને ભુલાવી દેવાની કોશિષોનો અંત લાવશું
આઝાદી સંગ્રામમાં ભૂમિકા ભજવનાર ઘણાને હાંસિયામાં ધકેલી દેવાયા છે: અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા જણાવ્યું હતું કે, આઝાદી બાદ ભૂતકાળમાં કરવામાં આવેલી ભૂલો દેશ સુધારી રહ્યો છે. સંખ્યાબંધ મહાન વિભૂતિઓનું યોગદાન ભૂંસી નાખવાના પ્રયાસો થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહે પણ વડાપ્રધાનની લાગણીનો પડઘો પાડ્યો હતો અને જણાવ્યું હતું કે, આઝાદી સંગ્રામમાં ભવ્ય યોગદાન આપનાર મહાનુભાવોની સ્મૃતિને અંધકારમાં ધકેલી દેવાના પ્રયાસ થયા છે.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આપણો દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી પછી દેશની સંસ્કૃતિ અને સંસ્કારોની સાથે અનેક મહાન વ્યક્તિઓનાં યોગદાનને મિટાવી દેવાનું કામ કરવામાં આવ્યું છે. આઝાદીનાં જંગમાં કરોડો દેશવાસીઓની તપસ્યા સમાયેલી છે. પણ એમના ઈતિહાસને સુધ્ધા સીમિત કરી દેવાના પ્રયાસો થયા છે. પરંતુ હવે આઝાદીનાં દાયકાઓ બાદ આ તમામ ભૂલોને વટથી સુધારવામાં આવી રહી છે અને દેશ એ ભૂલો સુધારી રહ્યો છે.

મોદીએ ઉમેર્યું હતું કે, અત્યારે આપણે બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલા પાંચ તીર્થનો વિકાસ કરી રહ્યા છીએ. સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ એક તિર્થધામ બન્યું છે એજ રીતે અંદામાનનાં એક ટાપુને નેતાજીનું નામ અપાયું છે. એમના નામે એક મેમોરીયલ પણ રચાયું છે. એજ પ્રકારે આદિવાસી મહાન વિભૂતિ બિરસા મુંડાનાં સન્માનમાં જનજાતિય ગૌરવ દિવસ મનાવશે અને દેશભરમાં આદિવાસી મ્યુઝીયમ ઉભા કરવામાં આવશે. આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણીનો અમારો મુખ્ય સંકલ્પ ભારતની ઓળખ અને પ્રેરણા પુન: જીવીત કરવાનો છે.

Read About Weather here

આઝાદીની ચળવળમાં નેતાજીનાં યોગદાનની ભારે પ્રશંસા કરતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, નેતાજીએ દેશમાં એ વિશ્ર્વાસ પેદા કર્યો હતો કે આપણે આઝાદી મેળવી શકીએ છીએ અને સમૃધ્ધ તથા સ્વતંત્ર દેશ બની શકીએ છીએ. ભારતની આઝાદીનાં સ્વપ્નમાંથી એમણે કદી વિશ્વાસ ગુમાવ્યો ન હતો. આજે આપણે આઝાદ ભારતનાં તમામ સપના સાચા કરવાના છે. આઝાદીનાં 100 માં વર્ષ એટલે કે 2047 પહેલા નયા ભારતનું નિર્માણ કરવાનું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here