ભાવનગર જિલ્લામાં લીગનાઈટની ખાણથી પર્યાવરણનો ‘ખો’

ભાવનગર જિલ્લામાં લીગનાઈટની ખાણથી પર્યાવરણનો ‘ખો’
ભાવનગર જિલ્લામાં લીગનાઈટની ખાણથી પર્યાવરણનો ‘ખો’

કેટલાક ગ્રામ્ય પંથકમાં ખાણની આસપાસ પેટાણમાં ઉતરી જતી જમીન: લીગનાઈટની ખાણો ધરાવતા એક ગામ પાસે તો 25 થી 30 ફૂટ જમીન ભૂગર્ભમાં ઉતરી ગયાનો અહેવાલ, લાલબતી ધરતા પર્યાવરણ શાસ્ત્રીઓ

ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારોમાં આવેલી લીગનાઈટની ખાણોનાં પરિણામે અને સતત ખોદ કામનાં કારણે આસપાસની જમીન ધરતીના પેટાળમાં ઉતરી રહી હોવાનું જાહેર થતા પર્યાવરણ નિષ્ણાંતોએ લાલબતી ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લાનાં ઘોઘા તાલુકામાં બડી- હોઈદાદ ગામની આસપાસનાં વિસ્તારોમાં ખાણને કારણે ભૂગર્ભમાં હલચલ મચી હોવાથી વારંવાર ભૂકંપનાં આંચકા લાગી રહ્યા છે.

પરિણામે આ ગામમાં આવેલી ખાણની આસપાસ 25 થી 30 ફૂટ જેટલી જમીન ભૂગર્ભમાં અંદર ઉતરી ગઈ હોવાથી એકાએક ટેકરી ઉભી થઇ જવા પામી છે.

આસપાસ આવેલા ખેતરોની જમીન 13 મીટર જેટલી ઉંચી થઇ ગઈ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. આ બધું લીગનાઈટની ખાણમાં ચાલતા સતત ખોદ કામને કારણે થાય છે.

વિસ્તારની તમામ ખાણમાં ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડનું કામચાલી રહ્યું છે. ભૂતળમાં થયેલા અસાધારણ ફેરફારોની ફરિયાદ મળતા ઉર્જા નિગમને નોટીસ પણ ફટકારવામાં આવી છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ઉર્જા નિગમને નોટીસ અપાઈ છે. પર્યાવરણનાં નિયમોનું ઉલંઘન કરીને ખાણ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. એ બદલ ઉર્જા નિગમ સામે શું કામ પગલા ન લેવાય એવી શો કોઝ નોટીસ આપવામાં આવી છે.

નોટીસમાં દર્શાવ્યું છે કે, લીગનાઈટની ખાણમાં ગેરકાયદે અને અયોગ્ય ઢબે ખોદકામ કરવામાં આવી રહ્યાની શંકા છે.

તાજેતરમાં ગામની આસપાસની 25 થી 30 ફૂટ જેટલી જગ્યા ભૂગર્ભમાં ધસી જોવાની જાણ થતા વડોદરાથી પર્યાવરણ સુરક્ષા સમિતિનાં જુથે સ્થળની મુલાકાત લીધી હતી. તપાસમાં જણાયું હતું

કે, ખાણનાં ખોદ કામને કારણે ખેતરોની જમીન ઉંચે આવી ગઈ છે અને એકાએક નવી ટેકરી બની જવા પામી છે. પર્યાવરણ સુરક્ષા સમિતિએ આક્ષેપ કર્યો છે

કે ભાવનગર જિલ્લા અને ખાસ કરીને ઘોઘા તાલુકામાં ચાલી રહેલા લીગનાઈટ ખાણ ખોદકામને કારણે જ ખેતીની જમીનો અધર આવી ગઈ છે અને ભૂકંપનાં આંચકા વારંવાર અનુભવાય છે.

આ અંગે ગુજરાત ઉર્જા નિગમ સામે પગલા લેવા જોઈએ. બડી- હોઈદાદ અને આસપાસનાં 7 ગામોમાંથી ભૂગર્ભ જળનાં નમુના લઇ તપાસ કરવામાં આવી હતી.

જેમાં તપાસ બાદ પાણીમાં મેગ્નેશિયમ, ક્લોરાઈડ અને એસિડનુંપ્રમાણ નિયત માત્રાથી અનેકગણુ વધુ જણાયું હતું. પર્યાવરણ સુરક્ષા સમિતિનાં રોહિત પ્રજાપતિએ જણાવ્યું હતું

કે, ગામની આસપાસ વહેલી માલેશ્રી નદી પણ ખાણ ખોદકામને કારણે પ્રદૂષિત થઇ ચુકી છે તેનું પાણી ખેતી માટે અને પ્રાણીઓ માટે પણ પીવા લાયક રહ્યું નથી.

આખો વિસ્તાર પર્યાવરણ માટે ભયજનક બની રહ્યો છે. જવાબદાર સતાવાળાઓએ તાકીદે આ વિસ્તારનું નિરક્ષણ કરી પગલા લેવા જોઈએ નહીતર સતત જમીનો ધસતી જવા હોવાથી પર્યાવરણ હોનારથ સર્જાઈ શકે છે.

Read About Weather here

પર્યાવરણ સુરક્ષા સમિતિ અને ગ્રામ ખેડૂત સંઘર્ષ સમિતિએ રાજ્યનાં પર્યાવરણ વન અને હવામાન વિભાગને તથા લગતા વળગતા વિભાગોને પત્રો પાઠવ્યા છે અને તાકીદે તપાસની માંગણી કરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here