ભારાબેરાજા ગામે 24મી થી શ્રીમદ્ ભાગવત એવમ્ શ્રી દેવીયાણા મહોત્સવ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જામખંભાડીયા તાલુકાનાં ભારાબેરાજા ગામે રૂડાચ(ગઢવી)પરિવાર દ્વારા સૌપ્રથમ વખત એક સાથે પિતૃ આરાધના એવમ માતૃ આરાધનાનાં બેવડા ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.24મીથી શ્રીમદ્ ભાગવત મહાપુરાણ અને તા.25મીથી શ્રી દેવિયાણ મહોત્સવ યોજાશે.મહર્ષિ વેદવ્યાસજી રચિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ જ્ઞાનપદોમાં તા.24મીથી તા.30મી સુધી રાજુભા નિવાસી શ્રીયજ્ઞેશ ભાઇ ઓઝા સંગીતમય ભાવવાહી શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. જેમાં પ્રથમ દિવસે તા.24મીએ વાજતે-ગાજતે પોથીયાત્રા નિકરયા બાદ કથા મહોત્સવ વર્ણવશે. બાદમાં તા.25મીએ કપિલજી પ્રણદય,તા.26મીએ નૃસિંહજી અને વામન પા્રણદય, તા.27મી એ શ્રી રામ અને શ્રી ક્રૃષ્ણ જન્મોત્સવ, તા.28મીએ ગોવર્ધન પુજા, તા.29મીએ રૂક્ષ્મણી વિવાહ અને તા.30મીએ સુદામા ચારણ બાદ કથા વિરામ થશે. કથાશ્રવણનો સમય સવારે 9.30 થી બપોરે 12.30 સુધીનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

એ જ રીતે તા.25મી થી તા.29મી સુધી ચારણ મહાત્મા શ્રી ઈશરદાસજી કૃત શ્રી દેવિયાણનું કવિકાગ એવોર્ડ મેળવનાર શ્રી અનુભા ગઢવી(જામંગ)દ્વારા આગમી ચારણી શૈલીમાં રસપાન કરાવાશે. જેનો સમય બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે.આ ધાર્મિક ઉત્સવની સાથે તા.25મી એ સોમવારે રાત્રે 8.30 વાગ્યે આઈ આરાધના કાર્યક્રમમાં: લોક સાહિત્યકાર પદમશ્રી ભીખુદાન ગઢવી અને ડો.રણજીત વાંક તથા દેવરાજ ભાઇ ગઢવી(નાનો ડેરો) દ્વારા ભકિતરસ વહાવાશે.

Read About Weather here

આ સાથે તા.27મીએ બુધવારે રાત્રે 8.30 વાગ્યે લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર) અને વિજય ગઢવી (કેવલ આનંદ) સહિતનાં કલારારોનો ભવ્ય લોકડાયરો યોજાશે. તા.26મીથી તા.29મી સુધી દરરોજ સાંજે 8.30 વાગ્યે ભાઈઓ-બહેનોની પરંપરાગત ચારણી રમતનું પણ આયોજન કરવામાં આવ્યુંં છે.આ ઉપરાંત તા.1 લીએ આદિત્યાણા મંડળીનો કાનગોપીરાસ કાર્યક્રમ યોજાશે. જે આપપા મહોત્સવનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે. વધુ વિગત માટે નવલભાઇ રૂડાચનો મો.નં79989 87979 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. (5)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here